Health News: શરીરમાં વધતુ બ્લડ શુગર સામાન્ય રીતે, ડાયાબિટીસ (Diabetes) સાથે જોડીને જોવામાં આવે છે, પરંતુ એની અસર કેવળ ડાયાબિટીસ સુધી જ સીમિત નથી પણ હાર્ટના નિષ્ણાત તબીબોના મતે, હૃદય અને રક્ત વાહિકાઓના સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરી શકે છે. આથી લોહીના શુગર લેવલમાં થતા પરિવર્તનોને સમયસર ઓળખવા એ હૃદયરોગો (Heart Diseases)ના જોખમોને ઓછા કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું હોઇ શકે છે.
ડાયાબિટીસ સાથે હાર્ટનું કનેક્શન (Diabetes connection with Heart Diseases)
વર્ષ 2026 (2026 Scientific Research)માં પ્રકાશિત થયેલા એક અધ્યયનમાં ઓછી વયમાં મધુમેહની શરુઆત આગળ જતાં હૃદયરોગનું જોખમ ઊભુ કરી શકે છે. આ રિસર્ચમાં 4,931 લોકોને આવરી લેવામાં આવ્યા હતા અને એમના પર થયેલા અધ્યયનમાં જાણવા મળ્યું કે, 40 વર્ષની ઉંમર અગાઉ (People less than 40s) જે લોકોને ડાયાબિટીસ હોય એમને આગળ જતાં હૃદયરોગનું જોખમ વધારે હોઈ શકે છે. રિસર્ચમાં જાણવા મળ્યા અનુસાર, લાંબા સમય સુધી ઓછી વયના લોકોમાં લોહીની શુગર (Blood Sugar)નું લેવલ જો વધારે રહ્યાં કરે તો એ ભવિષ્યમાં હાર્ટ સંબંધિત બીમારીના જોખમને આમંત્રણ આપે છે!

પ્રી-ડાયાબિટિક વ્યક્તિએ પણ સાવધાન રહેવું
ડાયાબિટીસની અગાઉના તબક્કાને પણ નજરઅંદાજ કરવો ન જોઈએ. વર્ષ 2026 માં જાહેર થયેલા મધુમેહ સંબંધી ચિકિત્સાકીય માપદંડોમાં પ્રી ડાયાબિટિક (Pre Diabetic)ને પણ હૃદયરોગોના વધતા જોખમો સાથે સાંકળવામાં આવ્યા છે! આવી સ્થિતિમાં લોહીનું દબાણ, ફેટ અને અન્ય હૃદય સંબંધિત જોખમી કારણોને સમયસર ઓળખવા જરુરી છે.
ડાયાબિટીસથી આ બીમારીઓનું જોખમ
ડાયાબિટીસ સાથે હૃદય રોગ, મસ્તિષ્કાઘાત અને હાર્ટની કાર્યક્ષમતા (Heart disease, stroke, heart function) નબળી પડવાનું જોખમ ઉત્પન્ન થઈ શકે છે. આ જ કારણે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવી લાંબા ગાળે હૃદયની સુરક્ષા માટે પણ આવશ્યક છે. પરંતુ, કેવળ ભૂખ્યા પેટે લોહીની શુગરની તપાસથી હૃદય સંબંધી જાખમનું આકલન ન કરી શકાય, દર 3 મહિને લોહીમાં શર્કરાનું પ્રમાણ, બ્લડ પ્રેશર, લોહીમાં ફેટનું પ્રમાણ, વજન, ધુમ્રપાનની ટેવ, કિડનીનું સ્વાસ્થ્ય અને પારિવારિક હૃદય રોગના ઈતિહાસ (Heart Disease History) જેવા અનેક પાસાઓને નજરમાં રાખવા જરુરી છે.
વિશેષ કરીને યુવાનો રહે સતર્ક
જોખમની જેટલી જલદી ખબર પડે એને ઓછું કરવા માટે એટલો જ સમય ઉપલબ્ધ રહેતો હોય છે. સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ, શારીરિક પ્રવૃત્તિ, યોગ્ય વજન જાળવી રાખવું (Balanced diet, regular exercise, physical activity, healthy weight) અને તબીબની સલાહ મુજબ ઈલાજ કરાવવાથી રક્ત શર્કરા સંબંધિત અને હૃદય સંબંધિત જોખમોને નિયંત્રિત કરવામાં મદદ પ્રાપ્ત થઈ શકે છે.
વિશેષ કરીને, યુવાનોમાં વધતુ બ્લડ શુગર (Blood Sugar) કેવળ ભવિષ્યમાં થનારા મધુમેહની ચેતવણી માનીને એને અવગણવું ઉચિત નથી! ઓછી વયમાં લાંબા સમય સુધી શુગર વધ્યા કરવું આગળ ભવિષ્યમાં હૃદય રોગનું જોખમ વધારી શકે છે. આથી જ રક્ત શર્કરામાં અસાધારણ પરિવર્તનો આવે તો એની સમયસર તપાસ થવી જરુરી છે. હાર્ટની બીમારી અનેક વર્ષોમાં ધીમે-ધીમે પગ જમાવે છે અને પ્રારંભિક સ્ટેજમાં એના સ્પષ્ટ લક્ષણો જણાય જ એવું જરુરી નથી. આ સંજોગોમાં બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવાથી હાર્ટને હૅલ્ધી રાખવામાં મદદ મળી શકે છે.

ડાયાબિટીસથી બચવા જીવનશૈલી મહત્વપૂર્ણ
જો પરિવારમાં ડાયાબિટીસનો(Diabetes) ઇતિહાસ હોય, તો શરૂઆતથી જ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી ફાયદાકારક બની શકે છે. વજનને સ્વસ્થ મર્યાદામાં રાખવું, નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી અને પૌષ્ટિક આહાર લેવો મહત્વપૂર્ણ છે. ફાસ્ટ ફૂડ અને વધુ પડતા પ્રોસેસ્ડ તથા ખાંડવાળા ખોરાકનું સેવન ઘટાડવું પણ મદદરૂપ બની શકે છે. પરિવારમાં ડાયાબિટીસનો(Diabetes) ઇતિહાસ હોવા ઉપરાંત વધતું વજન, બેઠાડું જીવન, અસંતુલિત આહાર, પૂરતી ઊંઘ ન મળવી અને લાંબા સમય સુધી રહેતો સ્ટ્રેસ જેવા પરિબળો પણ ખાસ કરીને ટાઇપ-2 ડાયાબિટીસના જોખમ સાથે જોડાયેલા છે.
Diabetes થશે કે નહીં તે માત્ર જીન્સ નક્કી કરતા નથી
પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોવાનો અર્થ એ નથી કે બાળકને પણ ચોક્કસપણે આ બીમારી થશે. આનુવંશિક જોખમને સંપૂર્ણપણે બદલી શકાય નહીં, પરંતુ જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર કરીને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે. એટલે પરિવારનો ઇતિહાસ હોય તો ગભરાવાની જરૂર નથી, પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ રહેવું અને જરૂર મુજબ સમયાંતરે બ્લડ શુગરની તપાસ કરાવવી સમજદારીભર્યું પગલું છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: કેન્સરના દર્દીઓ માટે રાહત…અમેરિકામાં દવાને મળી મંજૂરી…એક મહિનાનો ડોઝ 38 લાખ રુપિયામાં પડશે!!
આ પણ વાંચો: જાપાનમાં ટ્રી ફ્રોગમાં મળી આવ્યાં શક્તિશાળી એન્ટી કેન્સર ડ્રગ, એક ડોઝથી જ કેન્સર ખતમ…!!
આ પણ વાંચો: સ્ત્રીઓ કરતાં વધુ પુરુષો બન્યા કેન્સરનો ભોગ, બ્રસ્ટ અને મોઢાના કેન્સરના કેસોમાં થયો વધારો
