Gujarat News/ પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી અપાવવાના બહાને 4 લાખની ઠગાઈ આચરનાર શખ્સ પકડાયો

પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી અપાવવાના નામે પાલીતાણાના હીરા ઘસતા યુવક સાથે 4 લાખની ઠગાઈ (Palitana Job scam) આચરનાર આરોપી પ્રદીપ ઝાલાની ધરપકડ કરી પોલીસે ૨ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Top Stories Gujarat Others
Palitana Job scam

Bhavnagar News : ભાવનગર જિલ્લાના પાલીતાણામાં સરકારી નોકરી મેળવવાની લાલચમાં હીરા ઘસતા એક નિર્દોષ યુવક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી (Palitana Job scam)થઈ હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ટપાલ વિભાગ (Post Office) માં નોકરી પધરાવવાનું કહીને રૂ. 4 લાખનો ચૂનો ચોપડનારા આરોપી પ્રદીપ ઝાલાની પાલીતાણા ટાઉન પોલીસે ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીને અદાલતમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Palitana Job scam : શું હતો સમગ્ર બનાવ?

પાલીતાણાના હવામાંહલ ક્વાર્ટરમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા અમિત ગેમલ જાડેજાને પ્રદીપ કિરીટસિંહ ઝાલા નામના શખ્સે પોતાના ઉપર સુધી સારા સંબંધો હોવાની વાતો કરી હતી. તેણે પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાની ખાતરી આપી કુલ રૂ. 6 લાખ માંગ્યા હતા, જેમાંથી રૂ. 4 લાખ એડવાન્સ નક્કી થયા હતા. અમિતભાઈએ ઓનલાઈન ગુગલ-પે  (Google Pay)અને રોકડથી અલગ-અલગ તારીખોમાં રૂ. 4 લાખ આપ્યા હતા.

તળાજાના શખ્સે આપ્યો બોગસ એપોઇન્ટમેન્ટ લેટર

રૂપિયા મેળવ્યા બાદ પ્રદીપ અમિતભાઈને ભાવનગર પોસ્ટ ઓફિસે (Bhavnagar Post Office)લઈ ગયો હતો, જ્યાં તળાજાના દિહોર ગામના બળદેવ રમેશભાઈ રાઠોડ નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી. બળદેવે પોતાની ઓળખ મોટા સાહેબ તરીકે આપીને અમિતભાઈને પાલીતાણા પોસ્ટ ઓફિસમાં હાજર થવા માટેનો એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો. જોકે, અમિતભાઈ જ્યારે આ લેટર લઈને પાલીતાણા પોસ્ટ ઓફિસે પહોંચ્યા ત્યારે અધિકારીઓએ આ પત્ર તદ્દન બનાવટી હોવાનું જણાવ્યું હતું. છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે બોગસ લેટર આપનારા બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રદીપને દબોચી આગળની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો :અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને ટ્રાફિક જાહેરનામું, જાણો કયા રસ્તા બંધ રહેશે

આ પણ વાંચો :બાપુનગરમાં ચોરીના મોબાઇલના સ્પેરપાર્ટ્સનું નેટવર્ક ઝડપાયું, રૂ.14 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો :જૂનાગઢમાં ACBનું લાંચનું છટકુ: રૂ.3.50 લાખ લેતા શખ્સ ઝડપાયો