New Delhi:વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના મુદ્દે ચૂંટણી પંચ (ECI) ની અંદર જ મતભેદો (Election Commission SIR Controversy)સપાટી પર આવ્યા બાદ દેશમાં મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં આશરે 14 થી વધુ નિર્ણયો પર પોતાની લેખિત આપત્તિ નોંધાવી હતી. આ મુદ્દે વરિષ્ઠ વકીલ અને સાંસદ કપિલ સિબ્બલે (Kapil Sibal) આકરા પ્રહારો કરતાં જૂની તમામ ચૂંટણીઓ રદ કરવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને તુરંત સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
ફોર્મમાં સુધારો અને ડેટા સેન્ટ્રલાઈઝેશન સામે વાંધો
કપિલ સિબ્બલે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પંચની આંતરિક કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે નવા મતદારો માટેના ‘ફોર્મ ૬’ માં કરાયેલા ફેરફારોને ચૂંટણી કમિશનરોએ (Election Commission)જ ગેરકાયદેસર ગણાવ્યા હતા. આ ઉપરાંત, ECINet ના માધ્યમથી ચૂંટણી ડેટા અને સોફ્ટવેરનું કેન્દ્રીયકરણ કરવા સામે તથા રાજ્ય સ્તરના અધિકારીઓની પહોંચ મર્યાદિત કરવા અંગે પણ બે કમિશનરોએ કેબિનેટ સેક્રેટરીને પત્ર લખી વાંધો વ્યક્ત કર્યો હતો. ગોવાના 97 મતદારોના નામ સોફ્ટવેરની ખામીને કારણે સુધારી ન શકાયા હોવાનો કિસ્સો પણ સિબ્બલે ટાંક્યો હતો.
કોંગ્રેસ રજૂ કરશે સત્તાવાર પક્ષ;Election Commission SIR Controversy
બીજી તરફ, કોંગ્રેસ નેતા જયરામ રમેશે (Jairam Ramesh) જણાવ્યું કે આ મુદ્દે ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને ડૉ. અભિષેક મનુ સિંઘવી મીડિયા સમક્ષ કોંગ્રેસનો (Congress)પક્ષ રજૂ કરશે. જોકે, વિવાદ વચ્ચે ચૂંટણી પંચના સૂત્રોએ દાવો કર્યો છે કે SIR સહિતના તમામ નિર્ણયો સીઇસી જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોની સર્વસંમતિથી જ લેવામાં આવ્યા છે. હાલમાં 14 જેટલી લેખિત આપત્તિઓની માહિતી જાહેર થતાં આ મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો:SIRમાં મોટા નામો સામે આવ્યા: જયશંકરથી કેજરીવાલ સુધીના મોટા નેતાઓને ચૂંટણી પંચની નોટિસ, જાણો કેમ?
આ પણ વાંચો:ગુજરાતના BLO માટે મોટા સમાચાર: SIR કામગીરી માટે 4,000, સુપરવાઇઝરને 6,000નું ભથ્થું ચૂકવશે સરકાર
આ પણ વાંચો:દિલ્હીમાં SIRની સમયસીમા વધી; હવે 27 ઓક્ટોબરે જાહેર થશે ફાઇનલ વોટર લિસ્ટ
