MANTAVYA Vishesh/ “પારણા કરાવો છો કે આદિવાસીઓને ઉપાડો છો?” Mansukh Vasava એ વનમંત્રીને ઘેર્યા

નર્મદાના સાગબારામાં જંગલ જમીન પર ખેતી કરતા આદિવાસીઓ સામે વનવિભાગની કાર્યવાહીનો વિવાદ ફરી ગરમાયો. ભાજપ સાંસદ Mansukh Vasava એ વનમંત્રી અર્જુન મોઢવાડિયા સામે ગંભીર આક્ષેપો કર્યા અને સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા.

Mantavya Vishesh
Mansukh Vasava: 12 ગામોમાં આદિવાસી ખેડૂતોનો વિવાદ ફરી ભડક્યો, Big Controversy

Mantavya Vishesh: “એક તરફ સરકાર પારણા કરાવે છે… અને બીજી તરફ મંત્રી આદિવાસીઓને ઉપાડવાના આદેશ આપે છે!”

ભાજપના જ સાંસદ મનસુખ વસાવાના (Mansukh Vasava) આ આક્ષેપથી નર્મદાના સાગબારાનો (Sagbara)જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો છે. આદિવાસીઓ સામે વનવિભાગ અને પોલીસની કાર્યવાહી વચ્ચે મનસુખ વસાવા ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો. વસાવાનો સીધો આક્ષેપ છે કે સરકાર એક તરફ આદિવાસીઓને હક અપાવવાની વાત કરે છે અને બીજી તરફ તેમને જ જમીન પરથી હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Mansukh Vasava: મનસુખ વસાવાનો વનમંત્રી પર આક્ષેપ

હકીકતમાં સાગબારાના 12 ગામોના આદિવાસી ખેડૂતો લાંબા સમયથી જંગલ જમીન પર ખેતી અને વન અધિકારના દાવાઓને લઈને લડત આપી રહ્યા છે. ઓગસ્ટમાં આ મુદ્દે આંદોલન ઉગ્ર બન્યું હતું. ખેડૂતોના પ્રશ્નો વચ્ચે સરકાર તરફથી દાવાઓની તપાસ અને કાયદા મુજબ હક નક્કી કરવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં પારણા કરાવવામાં આવ્યા હતા. એટલે ખેડૂતોને એવી આશા હતી કે હવે વાતચીત અને સરકારી પ્રક્રિયા દ્વારા રસ્તો નીકળશે… પરંતુ હવે ફરી વનવિભાગની કાર્યવાહી સામે આવતા આખો વિવાદ નવા તબક્કામાં પહોંચ્યો છે.

Mansukh Vasava: 12 ગામોમાં આદિવાસી ખેડૂતોનો વિવાદ ફરી ભડક્યો, Big Controversy
Mansukh Vasava: ફરી વનવિભાગની કાર્યવાહી સામે આવી

હવે ઘટનાની સૌથી મોટી વાત એ છે કે વનવિભાગ અને પોલીસની ટીમો જંગલ જમીન ખેડતા કેટલાક આદિવાસીઓને તેમના બળદો સાથે લઈ જવાની કાર્યવાહી કરી રહી હોવાનો આરોપ છે. આ ઘટનાની જાણ થતાં મનસુખ વસાવા સ્થળ પર પહોંચ્યા અને કાર્યવાહીનો વિરોધ કર્યો. વસાવાએ વનમંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadi) પર સીધો આક્ષેપ કરતા કહ્યું કે માંડવીથી આદિવાસીઓની સ્થિતિ જોવાની જગ્યાએ જો કાર્યવાહી કરાવવી હોય તો આ કેવું શાસન? તેમણે તો આ સમગ્ર વલણને “અંગ્રેજોના શાસન જેવું” ગણાવીને સરકાર સામે જ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

Mansukh Vasava: 12 ગામોમાં આદિવાસી ખેડૂતોનો વિવાદ ફરી ભડક્યો, Big Controversy
Mansukh Vasava: મનસુખ વસાવાએ વનમંત્રી સામે ખોલ્યો મોરચો

મનસુખ વસાવાનો બીજો મોટો સવાલ એ છે કે જો સરકાર આદિવાસી વિસ્તારોમાં જઈને પારણા કરાવે છે, આદિવાસીઓને તેમના હક અંગે આશ્વાસન આપે છે… તો પછી એ જ સરકારના વનવિભાગ દ્વારા ખેડૂતોને ખેતરમાંથી રોકવાની કે ઉપાડવાની કાર્યવાહી કેમ? વસાવાએ કહ્યું છે કે જો ઉમરપાડાના આદિવાસીઓને જમીન ખેડવાનો હક (Tribal Rights Gujarat) આપવામાં આવે છે તો સાગબારાના આદિવાસીઓને પણ સમાન હક મળવો જોઈએ. જોકે કાયદાકીય રીતે જંગલ જમીન પરનો હક સંબંધિત દાવાની ચકાસણી અને પ્રક્રિયા બાદ નક્કી થવાનો મુદ્દો છે. એટલે હવે પ્રશ્ન એ છે કે સરકારની ખાતરી અને જમીન પરની કાર્યવાહી વચ્ચે આ અંતર કેમ ઊભું થયું?

સાગબારાનો આ વિવાદ (Forest Land Dispute) હવે માત્ર જમીનના ટુકડા પૂરતો સીમિત રહ્યો નથી… અહીં સરકારની નીતિ, આદિવાસીઓના હક અને વનવિભાગની કાર્યવાહી..ત્રણે મુદ્દા એકસાથે સામે આવ્યા છે. એક તરફ આદિવાસીઓ પોતાના હક માટે અવાજ ઉઠાવી રહ્યા છે, બીજી તરફ સાંસદ મનસુખ વસાવા ખુદ સરકારના વનમંત્રી સામે આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર સામે સૌથી મોટો સવાલ એ છે…પારણા સમયે જે ખાતરી આપવામાં આવી હતી તેનું શું થયું? આદિવાસીઓને હકની પ્રક્રિયા સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું કે તેમની ખેતી જ રોકી દેવાની? સાગબારામાં હવે નજર સરકારના આગામી નિર્ણય પર છે… કારણ કે આ નિર્ણય નક્કી કરશે કે આ વિવાદ વાતચીતથી શાંત થશે કે ફરી આંદોલનની આગ ભડકશે.


આ પણ વાંચો: ગરુડેશ્વરમાં મનસુખ વસાવાની બેઠક: જમીન સંપાદન, સિંચાઈ અને જંગલ જમીનના દાવા મુદ્દે ચર્ચા

આ પણ વાંચો: સાગબારા જંગલ જમીન મુદ્દે ધરણાનો 8મો દિવસ, મનસુખ વસાવાની મોટી જાહેરાત- ‘મુદ્દો હલ થાય તો રાજીનામું આપીશ’

આ પણ વાંચો: આઠ દિવસથી ધરણા યથાવત! સાગબારાના ખેડૂતો માટે મનસુખ વસાવાનું મોટું નિવેદન