MANTAVYA Vishesh/ UNSCમાં ભારતની એન્ટ્રી? રશિયાએ ખોલ્યો સમર્થનનો દરવાજો

India UNSC permanent seat: રશિયાએ UNSCમાં ભારતની કાયમી બેઠકની દાવેદારીને ખુલ્લો ટેકો આપ્યો. હવે ચીનનું વલણ અને UN સુધારાની પ્રક્રિયા ભારત માટે કેટલો મોટો પડકાર? જાણો સમગ્ર મામલો.

Mantavya Vishesh
India UNSC Permanent Seat: રશિયાનો BIG Support, પણ રસ્તામાં 5 BIG Challenges!

Mantavya Vishesh: કલ્પના કરો… દુનિયાના સૌથી શક્તિશાળી મંચ પર ભારત દરવાજા (India UNSC permanent seat) પર ઊભું છે… અને આ વખતે દરવાજો ખોલવા માટે અંદરથી જ એક મોટો અવાજ આવ્યો છે…રશિયાનો! રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે સ્પષ્ટ કહી દીધું કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક મળવી જોઈએ. એટલું જ નહીં, રશિયાએ ભારત અને બ્રાઝિલની દાવેદારીનું સમર્થન કર્યું છે.

એટલે સવાલ એ છે કે શું હવે 80 વર્ષ જૂની યુએનની વ્યવસ્થા બદલાવાની શરૂઆત થઈ ગઈ છે? કારણ કે આજે સુરક્ષા પરિષદમાં 15 દેશો છે, પરંતુ કાયમી ખુરશીઓ માત્ર પાંચ પાસે છે..અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ. અને ભારત વર્ષોથી કહી રહ્યું છે કે દુનિયા બદલાઈ ગઈ છે, તો પછી યુએનની શક્તિનું માળખું કેમ નહીં?

India UNSC permanent seat: ભારત માટે રશિયાનો મોટો દાવ!

પણ અહીંથી કહાનીમાં સૌથી મોટો વળાંક આવે છે… રશિયા ભારતની પાછળ (Russia India relations) ઊભું છે, પરંતુ માત્ર રશિયાના સમર્થનથી ભારતને કાયમી બેઠક (India permanent membership) મળવાની નથી. કારણ કે આ ખુરશી સુધી પહોંચવાનો રસ્તો યુએનના સૌથી મુશ્કેલ રાજદ્વારી દરવાજામાંથી પસાર થાય છે.

India UNSC Permanent Seat: રશિયાનો BIG Support, પણ રસ્તામાં 5 BIG Challenges!
India UNSC Permanent Seat: રશિયાનો BIG Support, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ

ભારતને કાયમી સભ્ય બનાવવા માટે યુએનના (United Nations Security Council) ચાર્ટરમાં ફેરફાર કરવો પડશે અને તેના માટે બે-તૃતીયાંશ દેશોની મંજૂરી સાથે હાલના પાંચેય કાયમી સભ્યોની મંજૂરી જરૂરી છે. એટલે રશિયાએ હા કહી દીધી… પરંતુ હજુ ચાર મોટા દરવાજા બાકી છે. અને એમાં સૌથી રસપ્રદ દરવાજો છે..ચીનનો!

કારણ કે ભારતની કાયમી બેઠકની વાત આવે ત્યારે ચીનનું વલણ ખૂબ મહત્વનું બની જાય છે. બીજી તરફ ભારત, જાપાન, જર્મની અને બ્રાઝિલ સાથે મળીને G4 મારફતે કાયમી બેઠકો વધારવાની માંગ કરી રહ્યું છે. પરંતુ કેટલાક દેશો નવા કાયમી સભ્યો બનાવવાના બદલે બિન-કાયમી બેઠકો વધારવાની વાત કરે છે.

India UNSC Permanent Seat: રશિયાનો BIG Support, પણ રસ્તામાં 5 BIG Challenges!
India UNSC Permanent Seat:UNSCમાં ભારતની એન્ટ્રી?

ઉપરથી આફ્રિકાને કેટલી બેઠકો મળશે, નવા કાયમી સભ્યોને વીટો મળશે કે નહીં અને હાલના પાંચ કાયમી સભ્યોના અધિકારોમાં કેટલો ફેરફાર થશે..આવા સવાલો હજુ પણ ટેબલ પર છે. એટલે ભારતની લડાઈ માત્ર એક બેઠક માટે નથી… આ લડાઈ યુએનનું ભવિષ્યનું માળખું કેવું હશે, એ માટે છે.

અને હવે આખી કહાનીનો સૌથી મોટો સવાલ… શું ભારતને કાયમી બેઠક મળશે? રશિયાનું સમર્થન ભારત માટે ચોક્કસપણે મહત્વનું રાજદ્વારી સમર્થન છે, પરંતુ અંતિમ રસ્તો હજુ લાંબો છે. એક તરફ ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા અને વૈશ્વિક દક્ષિણના દેશોના પ્રતિનિધિત્વની માંગ છે, તો બીજી તરફ યુએનની જૂની વ્યવસ્થા અને પાંચ કાયમી સભ્યોના અધિકારો છે.

એટલે હવે નજર માત્ર રશિયાના નિવેદન પર નહીં, પરંતુ ચીન, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સહિત બાકીના દેશોના વલણ પર રહેશે. કારણ કે સવાલ હવે એ નથી કે ભારત કાયમી બેઠક માગી રહ્યું છે કે નહીં… સવાલ એ છે કે દુનિયાના સૌથી શક્તિશાળી મંચ પર ભારત માટે છઠ્ઠી કાયમી ખુરશી બનાવવા દુનિયા તૈયાર છે કે નહીં?


આ પણ વાંચો: Surat પોલીસ ચોકી બની ‘મેટરનિટી વોર્ડ’! ખાખીધારી બન્યા દેવદૂત

આ પણ વાંચો: “પારણા કરાવો છો કે આદિવાસીઓને ઉપાડો છો?” Mansukh Vasava એ વનમંત્રીને ઘેર્યા

આ પણ વાંચો: ગરબાના ગ્રાઉન્ડમાં VHPનો નિયમ કે સરકારનો કાયદો?