Mantavya Vishesh: “UPIને આદત બનાવી… હવે ચાર્જનો વારો?” એક એવો દિવસ…જ્યારે દુકાન પર જશો, ખરીદી કરશો…પણ મોબાઈલ કાઢીને ક્યુઆર કોડ સ્કેન કરશો તો ( No UPI Day) વેપારી કહેશે..“આજે યુપીઆઈ નહીં… રોકડા આપો!”
No UPI Day: ગુજરાતના 600 વેપારી સંગઠનોનો MDR ચાર્જ સામે વિરોધ
હા, 2 ઑક્ટોબરે ગુજરાતના વેપારીઓએ (Gujarat Traders) ‘નો યુપીઆઈ ડે’નું એલાન કર્યું છે.દાવો છે કે રાજ્યના આશરે 600 વેપારી સંગઠનો આ વિરોધમાં જોડાશે.ઓટોમોબાઈલથી લઈને મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, કાપડ અને જ્વેલરી માર્કેટ સુધીના વેપારીઓ યુપીઆઈથી ચુકવણી નહીં સ્વીકારવાની વાત કરી રહ્યા છે.પણ સવાલ એ છે કે…આ વિરોધ શા (Gujarat Traders Protest) માટે?

15 ઑક્ટોબરથી પસંદગીના રૂ.2,000થી વધુના વેપારી યુપીઆઈ વ્યવહારો પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR લાગવાનો છે.ઉદાહરણ તરીકે, રૂ.10 હજારની ચુકવણી પર 0.4 ટકા એટલે રૂ.40નો ચાર્જ વેપારી તરફથી ચૂકવવાનો થશે.
જોકે આ ચાર્જ ગ્રાહક પાસેથી સીધો વસૂલવાનો નથી અને રૂ.2,000 સુધીના સામાન્ય વેપારી વ્યવહારો MDR (UPI MDR) થી મુક્ત રહેશે.વેપારીઓનો વિરોધ અહીંથી શરૂ થાય છે…વેપારીઓનું કહેવું છે કે પહેલાથી જ ટેક્સ અને બીજા ખર્ચનો ભાર છે.હવે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા માટે પણ ખર્ચ વધશે તો નફાના માર્જિન પર સીધી અસર પડશે.
અને વેપારીઓનો બીજો સવાલ વધુ મોટો છે..જ્યારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી લોકોને રોકડથી ઓનલાઈન ચુકવણી તરફ લાવવામાં આવ્યા…ત્યારે હવે એ જ ડિજિટલ વ્યવહાર પર વેપારી પાસેથી ચાર્જ કેમ?વેપારીઓ કહે છે કે નાનામાં નાના વેપારીથી લઈને મોટા શોરૂમ સુધી યુપીઆઈ હવે રોજિંદા વેપારનો ભાગ બની ગયું છે.એટલે તેમની માંગ છે કે વેપારીઓને MDRમાંથી રાહત આપવામાં આવે.

બીજી તરફ, નવા નિયમનો હેતુ યુપીઆઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુરક્ષા અને સમગ્ર પેમેન્ટ સિસ્ટમને આર્થિક રીતે ટકાઉ બનાવવાનો હોવાનું જણાવાયું છે.એટલે હવે મુદ્દો માત્ર 0.4 ટકાનો નથી…મુદ્દો એ છે કે ડિજિટલ ભારતની કિંમત કોણ ચૂકવશે?વેપારી?પેમેન્ટ સિસ્ટમ? કે પછી ભવિષ્યમાં તેનો કોઈ બીજો રસ્તો નીકળશે?
2 ઑક્ટોબરે વેપારીઓ ક્યુઆર કોડ પર કાળું કપડું ઢાંકીને વિરોધ કરશે તો…એ એક દિવસનો વિરોધ હશે,પણ સવાલ લાંબો છે..UPIને દેશની આદત બનાવ્યા પછી હવે તેના ખર્ચનો ભાર વેપારી પર મૂકવો કેટલો યોગ્ય છે?અને જો વેપારી એ ખર્ચ સહન નહીં કરે…તો તેની અસર આખરે બજાર પર કેવી રીતે પડશે? આ જ સવાલનો જવાબ હવે સરકાર, વેપારીઓ અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ…ત્રણે પાસેથી માંગવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: UNSCમાં ભારતની એન્ટ્રી? રશિયાએ ખોલ્યો સમર્થનનો દરવાજો
આ પણ વાંચો: Surat પોલીસ ચોકી બની ‘મેટરનિટી વોર્ડ’! ખાખીધારી બન્યા દેવદૂત
આ પણ વાંચો: “પારણા કરાવો છો કે આદિવાસીઓને ઉપાડો છો?” Mansukh Vasava એ વનમંત્રીને ઘેર્યા
