Food Recipe: જો સવારના નાસ્તામાં તમે કશુંક હૅલ્ધી ખાવા ઈચ્છતા હો કે જે સ્વાદસભર પણ હોય, ઉપરાંત એને બનાવવામાં વધુ સમય ન લાગે તો મૂસળીની વાનગી (Muesli Recipe) એક ઉત્તમ વિકલ્પ છે.
આ પૌષ્ટિક મૂસળીમાં ડ્રાય ફ્રુટ્સ, ફળ અને દૂધ મિક્સ કરીને એને વધુ પૌષ્ટિક બનાવી શકાય છે. આ વાનગીમાં હાજર ફાઈબર, પ્રોટીન અને હૅલ્ધી ફેટ્સ સવાર-સવારમાં શરીરને એનર્જી આપવામાં અને પેટને લાંબો સમય ભરેલુ રાખવામાં મદદ કરે છે. સૌથી ખાસ બાબત એ હોય છે કે, એને બનાવવા માટે તમારે વધુ મહેનત પણ નહિં કરવી પડે! 10-15 મિનિટમાં તો એ આરામથી ખાવા માટે રેડી થઈ જશે!
શી રીતે બનાવશો મૂસળીની રેસિપી? (Muesli Recipe)
મૂસળીની વાનગી (Muesli Recipe) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
3/4 કપ મૂસળી
1 સમારેલું અખરોટ
1 મોટી ચમચી સમારેલા પિસ્તા
1 મોટી ચમચી સમારેલી બદામ
1 મોટી ચમચી કિશમિશ
1 કેળું
અડધો કપ દૂધ
1 મોટી ચમચી મધ
બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક બાઉલમાં પોણો કપ મૂસળી, સમારેલા અખરોટ, પિસ્તા, બદામ અને કિશમિશ (Walnuts, Pistachios, Almonds, and Raisins) ઉમેરો.
2. ત્યાર બાદ, એક સમારેલું કેળું અને અડધો કપ દૂધ (Banana & Milk) મિક્સ કરો.
3. અંતે એક મોટી ચમચી મધ ઉમેરીને તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.
તો તૈયાર છે કેવળ 10-15 મિનિટમાં તમારો હૅલ્ધી મૂસળીનો નાસ્તો (Muesli Recipe)…જે ખાવામાં સ્વાદિષ્ટ પણ લાગશે અને એ પૌષ્ટિક પણ છે.

મૂસળી ખાવાના ફાયદા (Muesli Benefits)
1. મૂસળીમાં હાજર ફાઇબર અને ડ્રાય ફ્રુટ્સ (Dry Fruits) લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે.
2. જો તમે વજન ઓછું કરવા માગતા હો તો એને તમારા આહાર (Diet)માં અવશ્ય સામેલ કરો.
3. એમાં રહેલા ફાઈબર (Fiber) પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં અને કબજીયાતથી બચાવ કરવામાં સહાયક બને છે.
4. મૂસળી, કેળા અને મધથી પ્રાપ્ત થતા કાર્બોહાઇડ્રેટ્સ (Carbodydrates) સવારે શરીરને ભરપૂર ઊર્જા પ્રદાન કરે છે.
5. એમાં મિક્સ કરેલા બદામ, અખરોટ અને પિસ્તાથી હૅલ્ધી ફેટ્સ (Healthy Fats), પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ પ્રાપ્ત થાય છે.
6. નટ્સ અને આખા અનાજથી મળતા ફાઈબર અને અનસેચ્યુરેટેડ ફેટ સંતુલિત ડાયેટનો ભાગ બનીને હૃદયને સ્વસ્થ રાખવામાં યોગદાન આપી શકે છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: નાસ્તામાં દલિયાથી બનાવો ક્રિસ્પી હાઈ-પ્રોટીન નગેટ્સ…મળશે ભરપૂર સ્વાદ…સરળ રેસિપી..!
આ પણ વાંચો:
આ પણ વાંચો:
