Talala news/ બાળકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે ઉમરેઠી ગીર પંચાયતનો નિર્ણય

તાલાલા તાલુકાના ઉમરેઠી ગીર ગામે બાળકોના સ્વાસ્થ્ય (Children health)રક્ષણ માટે ગ્રામ પંચાયતે હાનિકારક પડીકાં અને પેકેજ્ડ ફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, જેને ગ્રામજનોએ વધાવ્યો છે.

Gujarat Others
Children health માટે મોટો નિર્ણય

Gir Somnath News :ઉમરેઠી ગીર ગ્રામ પંચાયતે બાળકો અને યુવાનોના આરોગ્ય (Children health)ને ધ્યાનમાં રાખીને હાનિકારક પેકેજ્ડ ફૂડ (Harmful packaged food)ના વેચાણ પર પ્રતિબંધ (Ban)મૂક્યો છે. તાલાલા તાલુકાનાં ઉમરેઠી ગીર ગામે બાળકો અને યુવાનોના આરોગ્યને ધ્યાને લઈ ગામમાં હાનીકારક પડીકાં નું વેંચાણ બંધ કરવા ગ્રામ પંચાયતે પ્રેરણાદાયી કરેલ નિર્ણયને સમસ્ત ગ્રામજનોએ ઉમળકાભેર વધાવ્યો છે.

તાલાલાના ઉમરેઠી ગીર પંચાયતનો મોટો નિર્ણય

ગામના રામજી મંદિર ખાતે સરપંચ જયદીપભાઈ જોટવાનાં અધ્યક્ષ સ્થાને ગામના આગેવાનો તથા દુકાનદારોની બેઠક મળી હતી જેમાં બાળકોના આરોગ્ય માટે હાનિકારક અને બિનઆરોગ્યપ્રદ (Unhealthy)પેકેજ્ડ ફૂડ (પડીકા) નાં વેંચાણ ઉપર પ્રતિબંધ મૂકવા સર્વાનુમત્તે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ ગામની ૨૦ જેટલી દુકાનોમાં બિન આરોગ્યપ્રદ પડીકા નું વેચાણ સંપૂર્ણ બંધ થઈ ગયું છે.

બાળકોના સ્વાસ્થ્ય માટે પ્રેરણાદાયી પગલું

સરપંચે જણાવ્યું હતું કે બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો (Food items)નાં સેવનથી બાળકો અને યુવાનોમાં સ્થૂળતા, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ સહિતની વિવિધ આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે ત્યારે બાળકોને સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાક મળે માટે ગામમાં બિન આરોગ્યપ્રદ પડીકા ના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાળકોના આરોગ્ય માટે આ નિર્ણયને ગ્રામજનો તથા વેપારીઓએ એકી સુરે વધાવ્યો હતો. આ બેઠકમાં ગામના અગ્રણી ગોવિંદભાઈ બારડ સહિત વેપારીઓ, યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં.


આ પણ વાંચો:બે બાળકોના મોત બાદ ભૂવાઓ નહીં આપે બીમાર બાળકોને ડામ, આરોગ્ય વિભાગની મીટીંગમાં અપાઇ સમજ

આ પણ વાંચો:ગોધરામાં ચાંદીપુરા વાયરસથી 3 અને 4 વર્ષના બે બાળકોના મોત, 682 આરોગ્ય ટીમો એક્શનમાં

આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં, મિડે મીલમાં પ્લાસ્ટિકના ચોખા ખવડાવતા હોબાળો