દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાદી છે ત્યારે સુરતમાં લોકોએ દિવાળીની ખરીદી ચાલુ કરી દીધી છે , સુરતના તમામ બજારોમાં લોકોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે લોકોમાં ખુબ ઉત્સનો માહોલ છે ત્યારે બજારોમાં લોકોની ભીડ જોઈને વેપારીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે. દિવાળી નજીક આવતા જ દિવાળીમાં કાપડ સહિતની ખરીદી કરવા માટે લોકોનો ઘસારો વધ્યો વહેલી સવારથી જ સુરતની તમામ માર્કેટમાં ગ્રાહકોની ભારે ભીડ જામે છે જેને લઇ વેપારીઓ ખુશ જોવા મળ્યા હતા.
કોરોના કાળ બાદ આ વર્ષે દિવાળી પર્વની ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે તેવામાં દિવાળી પર્વને લઈ ચીજ વસ્તુઓ ખરીદવા માટે ભારે ભીડ જામે છે.સુરતની બરોડા પ્રિસ્ટેજ માર્કેટમાં વહેલી સવારથી જ ગ્રાહકોની ભીડ જામતા આ વર્ષે વેપારીઓ પણ ખુશ જોવા મળ્યા છે.
મહત્વનું છે કે આ વર્ષે કપડામાં તેમજ બીજી ઘણી ચીજ વસ્તુઓમાં 10% જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે . તેમ છતાં કોરોના નું સંકટ લોકો પરથી હળવું થતા લોકો ખરીદી કરી રહ્યા છે ..કોરોના કાળ બાદ પ્રથમ વખતની દિવાળીને લઈ લોકોમાં ખુશી પણ જોવા મળી રહી છે. કપડા , ઈમિટેશન, જ્વેલરી સહિતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે લોકોનો ઘસારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:વર્લ્ડ કપનો પહેલો મોટો ફેરફાર, એશિયન ચેમ્પિયનને શ્રીલંકાને નામિબિયાએ હરાવ્યું
આ પણ વાંચો: 4 વર્ષ બાદ દિવાળીના એક દિવસ પહેલા લોન્ચ થશે ભારતનું સૌથી ભારે રોકેટ, બ્રિટનના 36 સેટેલાઇટ લઈ જશે
આ પણ વાંચો: સુરતના મોટા ભાગળ વિસ્તારમાં ફટાકડાની દુકાનમાં લાગી ભીષણ આગ,ફાયરની ટીમ ઘટનાસ્થળે
