Health Tips: ભારતીય ઘરોમાં ભોજન પકાવવા માટે લોખંડ, સ્ટીલથી માંડીને એલ્યુમિનિયમ સુધીના વાસણો (Aluminum Utensils)નો ઉપયોગ કરવામાં આવે છે. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોઇએ તો એકસપર્ટ્સ લોખંડ અને સ્ટીલના વાસણો (Iron & Steel Utensils)માં ભોજન રાંધવા સાથે સહમત થાય છે પરંતુ, એલ્યુમિનિયમના વાસણોમાં ભોજન પકાવવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે, એલ્યુમિનિયમ ગરમ થતા વેંત ઘણી વાર ભોજનમાં ભળવા લાગે છે.
ટમેટાં, લીંબુ, વિનેગર અને આમલી જેવા ખાટા પદાર્થો અને અમ્લીય વસ્તુઓ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી શકે છે જેનાથી ધાતુ (Metal) ભોજનમાં મિક્સ થઈ જાય છે અને એ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. એલ્યુમિનિયમના વાસણોમાં ભોજન રાંધવા (Cooking in Aluminum Utansils) અંગે આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઇ ગઇ છે.
એલ્યુમિનિયમના વાસણ હૅલ્થ માટે સુરક્ષિત કે નહિં? (Aluminum Utensils safe for health or not)
ભારતીય કિચનમાં ઘણા વર્ષોથી ભોજન પકાવવા માટે એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ થતો આવ્યો છે. એ સસ્તા પણ છે અને એમને સાફ કરવાનું પણ સરળ હોવાથી લોકો એને વાપરવા વધુ પસંદ કરે છે. પરંતુ શું દરરોજ એલ્યુમિનિયમના વાસણોમાં ભોજન રાંધવુ સુરક્ષિત છે ખરું? ચાલો વિશેષજ્ઞો પાસેથી જાણીએ…
આ વિશે તબીબો (Doctors)ના મતે, એલ્યુમિનિયમ ઝડપથી ગરમ થઈ જાય છે અને ગરમીને સારી રીતે ફેલાવે છે. આથી જ ભોજન જલદી અને સમાન રુપથી રંધાય છે. એ ઉપરાંત, એલ્યુમિનિયમના વાસણો વજનમાં હળવા, વપરાશમાં સરળ અને અન્ય વાસણોની સરખામણીમાં સસ્તા હોય છે. આ જ કારણ છે કે દરરોજ ભોજન રાંધવા માટે એને સુવિધાજનક માનવામાં આવે છે.
વિશેષજ્ઞોના મતે એલ્યુમિનિયમના વાસણોમાં ઘણી વધારે ખાટી વસ્તુઓ (Sour Food)ને લાંબો સમય રાંધવા કે રાંધીની રાખવાનું ટાળવું જોઈએ. એમના મતે, ટમેટા, આમલી, લીંબુ અથવા સિરકાવાળી વસ્તુઓ (Tomato, tamarind, lemon or vinegar) એલ્યુમિનિયમ સાથે પ્રતિક્રિયા કરી શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે વાસણો જૂના, ખરબચડા કે ખરાબ થયેલા હોય! આ સંજોગોમાં થોડી માત્રામાં એલ્યુમિનિયમ ભોજનમાં ભળી શકે છે.

એલ્યુમિનિયમના સ્વાસ્થ્ય નુકસાન
જો તમે એલ્યુમિનિયમના વાસણો દરરોજ વાપરો છો અને એની માત્રા તમારા શરીરમાં વધી જાય તો એ સ્વાસ્થ્યને આ પ્રમાણે નુકસાન કરી શકે છે.
એલ્યુમિનિયમ આપણા શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે, જેના કારણે હાડકાંનો વિકાસ રુંધાય છે અને તે નબળા પડે છે.
એનિમિયા:
લોહીની ઉણપ સર્જાઇ શકે છે. એલ્યુમિનિયમ શરીરમાં લોહતત્વ અર્થાત્ આયર્ન શોષવાની ક્ષમતા ઘટાડે છે, જેથી એનિમિયા થઈ શકે છે.
કિડનીને નુકસાન:
એલ્યુમિનિયમનું વધુપડતુ પ્રમાણ કિડનીની કાર્યક્ષમતાને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે કિડની વધારાના એલ્યુમિનિયમનો નિકાલ કરવામાં મુશ્કેલી અનુભવે છે.
એસિડિક ફૂડનું જોખમ:
ખાટા પદાર્થો જેવા કે ટામેટા, લીંબુ કે દહીં જેવા એસિડિક આહાર એલ્યુમિનિયમ સાથે ઝડપથી પ્રક્રિયા કરે છે, જેનાથી ઝેરી તત્વો શરીરમાં પ્રવેશે છે.
બ્રેઇન પર અસર:
લાંબા ગાળે એલ્યુમિનિયમ શરીરમાં વધવાથી મગજના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.

સામાન્ય ગુણવત્તાયુક્ત એલ્યુમિનિયમના વાસણોને ક્યારેક-ક્યારેક વાપરવાથી સ્વાસ્થ્યને કોઈ મોટું જોખમ (Health Risk) હોય એ વાત પૂર્ણ સત્ય નથી. પરંતુ, એલ્યુમિનિયમના સંપર્કને ઓછો કરવા માટે કૉટિંગ વિનાના એલ્યુમિનિયમના વાસણોમાં ફરસાણ, નમકીન અન ખાટી વસ્તુઓને લાંબો સમય પકાવવાનું કે રાખવું ટાળવું જોઇએ. નિષ્ણાતોના મતે અને તબીબોના મતે, એ વાતનો કોઈ સબૂત નથી કે એલ્યુમિનિયમ કેન્સર (Cancer)નું કારણ બને છે.
જો કે, લાંબા સમય સુધી વધુ પડતી માત્રામાં એલ્યુમિનિયમના સંપર્કમાં રહેવાથી સ્વાસ્થ્ય પર પડનારા સંભવિત પ્રભાવો વિશે ચિંતા અવશ્ય કરવી જોઈએ. નિષ્ણાતના કહેવા મુજબ, સ્ટેનલેસ સ્ટીલ, કાચ અથવા ભોજન પકાવવા માટે ઉચિત અન્ય વાસણોનો ઉપયોગ કરવાથી ભોજનમાં એલ્યુમિનિયમની માત્રા ઓછી કરવામાં મદદ મળી શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે, એલ્યુમિનિયમના વાસણો અંગે ગભરાવાની કે એનો ઉપયોગ પૂર્ણ રીતે બંધ કરી દેવાની કોઈ જ જરુર નથી. કેટલીક આવશ્યક સાવધાનીઓ રાખવી અને એને યોગ્ય સીમિત રીતે વાપરવાનું વધુ મહત્વપૂર્ણ છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: મહિલાઓ ખાસ વાંચો : શું વાળ ખરે છે અને ચહેરો ફિક્કો પડી ગયો છે? જાણો લોહી વધારવાની રીત
આ પણ વાંચો: પ્લેટલેટ્સ ઓછા થવાનું કારણ ફક્ત ડેન્ગ્યુ નથી: લક્ષણો, કારણો અને સારવાર જાણો
આ પણ વાંચો: શરીરનો આ ‘કચરો’ કિડની ફેલ થવાનો સંકેત છે! જો બ્લડ રિપોર્ટમાં આ લેવલ વધારે આવે તો ચેતી જજો
