sports news/ વર્લ્ડ કપ 2027: ભારત 7 ઑક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે કરશે શરૂઆત, 10 ઑક્ટોબરે પાકિસ્તાન સાથે ટક્કર

ICC વર્લ્ડ કપ 2027નું શિડ્યૂલ જાહેર, 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી 14 ટીમો વચ્ચે 57 મેચ રમાશે.

Breaking News Sports
ICC World Cup 2027

Sports News: ICC દ્વારા સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027 (ICC World Cup 2027)નું સંપૂર્ણ શિડ્યૂલ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ 2 ઑક્ટોબરથી શરૂ થશે અને 21 નવેમ્બરે જોહાનિસબર્ગમાં રમાનારી ફાઇનલ સાથે સમાપ્ત થશે. ભારત-પાકિસ્તાન વચ્ચેનો હાઇ-વોલ્ટેજ મુકાબલો 10 ઑક્ટોબરે રમાશે.

ICC World Cup 2027 : 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન ટકરાશે

વિશ્વભરના કરોડો ક્રિકેટ ચાહકો જે મેચની રાહ જોઈ રહ્યા છે, તે ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેનો મુકાબલો રવિવાર, 10 ઑક્ટોબરે જોહાનિસબર્ગના ઐતિહાસિક મેદાન પર રમાશે.

7 ઑક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ

ગ્રૂપ-Aમાં સામેલ ભારતીય ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ગુરુવાર, 7 ઑક્ટોબરે કેપ ટાઉન ખાતે ઓસ્ટ્રેલિયા (Australia) સામેની મેચ સાથે કરશે.

નવું ફોર્મેટ: સુપર સિરીઝથી શરૂઆત

ICCએ 2027 વર્લ્ડ કપનું ફોર્મેટ પણ બદલી નાખ્યું છે. ટુર્નામેન્ટની શરૂઆત સુપર સિરીઝથી થશે. 14 ક્વોલિફાઇડ ટીમમાંથી રેન્કિંગના આધારે 12મા, 13મા અને 14મા સ્થાને રહેલી ત્રણ ટીમ રાઉન્ડ-રોબિન રમશે, અને તેમાંથી ટોચ પર રહેતી ટીમ આગલા તબક્કામાં પહોંચશે.

ત્યારબાદ 12 ટીમને 6-6 ટીમના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ટીમ પોતાના ગ્રુપની બાકીની પાંચ ટીમ સામે રમશે અને આ તબક્કામાં કુલ 30 મેચ થશે. દરેક ગ્રુપની ટોચની 3 ટીમ ઉપરાંત, બંને ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી ટીમોમાંથી વધુ સારો રેકોર્ડ ધરાવતી ટીમ પણ આગલા તબક્કામાં પહોંચશે.

સુપર-7 અને સેમિફાઇનલ

આ રીતે કુલ 7 ટીમ સુપર-7માં પહોંચશે, જ્યાં સાતેય ટીમ એકબીજા સામે રમશે અને આ તબક્કામાં 21 મેચ થશે. પોઇન્ટ્સ ટેબલની ટોચની 4 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. સુપર-7માં નંબર-1 ટીમનો સામનો ચોથા ક્રમાંકની ટીમ સાથે થશે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેનારી ટીમ બીજા સેમિફાઇનલમાં ટકરાશે. બંને સેમિફાઇનલના વિજેતા ફાઇનલ રમશે.

12 સ્થળોએ યોજાશે મુકાબલા

ICCએ વર્લ્ડ કપ માટે 12 સ્થળો નક્કી કર્યા છે, જેમાં 8 સાઉથ આફ્રિકા (Africa)માં, 3 ઝિમ્બાબ્વેમાં અને 1 નામિબિયામાં છે. નામિબિયા પહેલીવાર મેન્સ સિનિયર વર્લ્ડ કપની મેચની યજમાની કરશે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે આ પહેલાં 2003માં પણ વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યાં છે. આમ 2027નું આયોજન આફ્રિકામાં 24 વર્ષ બાદ મેન્સ વન-ડે વર્લ્ડ કપની વાપસી પણ હશે.


આ પણ વાંચો:આવું હશે વર્લ્ડ કપનું નવું ફોર્મેટ, 14 ટીમો વચ્ચે થશે ટક્કર

આ પણ વાંચો:વિરાટ કોહલીનો 2027 વર્લ્ડ કપ અંગે મોટો ખુલાસો, કહ્યું- આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે

આ પણ વાંચો:“ચક દે ઈન્ડિયા!”: 15 ઓગસ્ટે હોકી વર્લ્ડ કપમાં ભારતે રચ્યો અનોખો ઈતિહાસ