Health Tips: ભોજન કર્યા બાદ ગૅસ બનવો (Gas Problem) એક સામાન્ય વાત છે પણ કેટલાક લોકોને એક માત્રાથી વધારે ગૅસ બનતો જોવા મળે છે. આ સંજોગોમાં પેટનું દરદ, બેચેની, મરોડ ઉઠવા અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.
કેટલીક વાર તો ગૅસને કારણે બેસવાનું પણ ભારે થઈ પડે છે. જો ગૅસ લૉક થઈ જાય તો સમસ્યા ઓર વધી જાય છે! આ સંજોગોમાં ગૅસની સમસ્યામાં રાહત મેળવવા માટે કેટલાક આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચારો (Gas Home Remedy, Ayurveda) અપનાવી શકાય છે.
નબળા પાચનતંત્રના છે આ સંકેતો
જમ્યા બાદ વારંવાર ઓડકાર આવવાની, ગૅસ થવાની અને પેટ ફૂલવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. કેટલીક વાર આની પાછળ રોજીંદી ખાણી-પીણીની આદતો (Diet Habits) જવાબદાર હોય છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે, જો તમને પણ જમ્યા બાદ વારંવાર ઓડકાર આવવાની અને પેટ ફૂલવાની અર્થાત્ બ્લોટિંગની સમસ્યા રહેતી હોય તો પોતાના ડાયેટ અને આહાર પર અવશ્ય ધ્યાન આપવું જોઈએ.

આયુર્વેદ તબીબોના મતે, વારંવાર ગૅસ થવો, પેટ ફૂલી જવું અને ઓડકાર આવવા (Problems with belching and bloating) એ કોઈ સામાન્ય બાબત નથી…પણ એના કારણો આપણી ખાણી-પીણીની ટેવો (Diet Habits) સાથે જોડાયેલા હોઈ શકે છે. આયુર્વેદ (Ayurveda)માં આ સમસ્યાને નબળા જઠરાગ્નિ (Weak Digestion)નો સંકેત માનવામાં આવે છે. આથી તમે શું ખાઓ છો, ક્યારે ખાઓ છો એના પર ધ્યાન આપવું જરુરી છે. યોગ્ય ખાન-પાનની ટેવો તમારા પાચનને બહેતર રાખવા અને ગૅસ તથા બ્લૉટિંગ જેવી તકલીફો ઓછી કરવામાં સહાયક બની શકે છે.
ગૅસ દૂર કરવાના ઘરગથ્થુ ઈલાજ (Gas Problem Home Remedy)
ગેસ થવાથી પેટનું દરદ, બેચેની, મરોડ ઉઠવા અને પેટ ફૂલવાની સમસ્યા (Problems of stomach pain, restlessness, cramps and bloating) થઈ શકે છે. આમાં રાહત મેળવવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચારો (Gas Home Remedy) અપનાવી શકાય છે.
1. અજમો (Carom seeds)
પેટમાં ગૅસ થાય ત્યારે અજમો અસરદાર રીતે કાર્ય કરે છે. જ્યારે પણ પેટમાં ભારેપણું, ગૅસ અને આંતરડામાં ચૂંકાતુ હોય એવું લાગે ત્યારે એક નાની ચમચી અજમો અને એમાં થોડું સંચળ ઉમેરીને ખાઈ લેવું. નવશેકા પાણીની સાથે આ રીતે અજમો ખાવાથી ગૅસની સમસ્યા ઓછી થાય છે. બાળકોને પણ તમે થોડી માત્રામાં અજમો ખવડાવી શકો છો.
2. હરડે (Harad ,Chebulic Myrobalan)
ગૅસની સમસ્યા દૂર કરવા માટે હરડે રામબાણ ઈલાજ છે. એના ચૂર્ણને મધ સાથે ખાવાથી ગૅસ, એસિડિટી અને વાયુ વિકારોની સમસ્યામાં રાહત મળે છે.

3. સંચળ (Black salt)
પેટ ફૂલવાની સમસ્યામાં અને ગૅસ થાય ત્યારે સંચળ પણ અસરકારક સિદ્ધ થાય છે. આ માટે થોડો અજમો, જીરું, નાની હરડે અને સંચળને સમાન માત્રામાં લઇને વાટી લેવું. આ ચૂર્ણ બનાવીને રાખી શકો છો. અને મોટા લોકો 2-6 ગ્રામ ચૂર્ણનું સેવન કરી શકે છે. બાળકોને થોડી ઓછી માત્રામાં આપવું. ઉપર નવશેકું પાણી પી લેવું.
4. આદુ (Ginger)
પેટમાં ગૅસની સમસ્યા થાય ત્યારે આદુ ખાવું ઉત્તમ માનવામાં આવે છે. આ માટે આદુને છોલીને ટુકડા કરીને એના પર મીઠું ભભરાવીને દિવસમાં 2-3 વાર ખાવું. આનાથી ગૅસની સમસ્યાથી તો છૂટકારો મળે છે અને એ ઉપરાંત, શરીર પણ હળવું ફૂલ રહે છે અને ભૂખ પણ ખૂલીને લાગે છે.
5. કાળા મરી અને સૂકા આદુ (Black Pepper & Dry Ginger)
ગૅસ થાય ત્યારે કાળા મરી અને સૂકું આદુ ફાયદાકારક હોય છે. આ માટે 1 ચમચી કાળા મરી, 1 ચમચી સૂકું આદુ અને 1 ચમચી ઈલાયચીને વાટી લેવા. જમ્યા બાદ 1 કલાકે અડધી ચમચી ચૂર્ણ પાણી સાથે લેવું.
જો કે, આમ છતાં તમને વારંવાર ગૅસ અને ઓડકારની સમસ્યા હેરાન-પરેશાન કરતી હોય તથા સાથોસાથ પેટ દુ:ખવું, ઊલ્ટી કે વજન ઓછું થવા (Stomach pain, Vomiting, or Weight loss) જેવા લક્ષણો જણાય તો ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો : ચીનની મહિલાના મગજનું સંતુલન ખોરવાયું…15 દિવસ ફક્ત પાણી પીને વજન ઘટાડ્યું…પૅંગ્વિન ચાલે ચાલવા લાગી!
આ પણ વાંચો : રાત્રે આ મસાલાનું પાણી પીવાથી મીણની જેમ ઓગળશે શરીરની ચરબી: જાણો વજન ઘટાડવાની સૌથી સરળ અને અસરકારક રીત!
આ પણ વાંચો : લગ્ન-પાર્ટીમાં ‘ફ્રી વાલા બૂફે’ જોતાવેંત જ મોટાભાગના લોકો તૂટી પડે છે!..પણ જરા ધ્યાનથી…પેટ પારકું નથી..!
