Surat News/ નવરાત્રીમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોસે, સુરતમાં 23 કોમર્શિયલ ગરબા છતાં ફાયર વિભાગમાં એક પણ અરજી નહીં

સુરત (Surat) માં 23 કોમર્શિયલ ગરબાની પોલીસ પાસે અરજી, પણ ફાયર વિભાગને હજુ એક પણ આયોજકે સલામતીની ખાતરી આપી નથી

Gujarat Surat Breaking News
Surat

Surat News: નવરાત્રીને હવે ફક્ત ત્રણ દિવસ બાકી છે. સુરતમાં વેસુ, અડાજણ, વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં 23 કોમર્શિયલ ગરબા યોજાવાના છે. અહીં રોજ હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમશે. આયોજકોએ પોલીસ પાસે મંજૂરી માટે અરજી કરી દીધી છે. 23 કોમર્શિયલ ગરબા અને 4 ખુલ્લા મેદાનના આયોજનની અરજી પોલીસ પાસે પહોંચી છે. પરંતુ ફાયર વિભાગમાં હજુ એક પણ આયોજકે સલામતીની લેખિત ખાતરી આપી નથી.

Suratમાં ફાયર વિભાગની ગાઈડલાઈન છતાં એક પણ અરજી નહીં

 Surat
Fire extinguisher monthly check pressure guage

સુરત મહાનગરપાલિકા (SMC)ના ફાયર વિભાગ (Fire Department) એ એક અઠવાડિયા પહેલાં જ મોટા આયોજકોને ગાઈડલાઈન આપી હતી. સાથે સલામતીની બાંહેધરીનું પત્રક જમા કરાવવા પણ કહ્યું હતું. ગયા વર્ષે 16 આયોજનોને ફાયર વિભાગની મંજૂરી મળી હતી. આ વર્ષે હજુ એક પણ મંજૂરી અપાઈ નથી, કારણ કે ફાયર વિભાગના ઓનલાઈન પોર્ટલ પર એક પણ અરજી આવી જ નથી.

પ્રમોશન અને પાસ વેચાણમાં ઉતાવળ, મંજૂરીમાં મોડું

SURAT
23 Surat garbas, no fire safety applications

નવરાત્રી (Navratri)ના ગરબાનું પ્રમોશન ત્રણ-ચાર મહિના પહેલાંથી સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગયું હતું. સ્પોન્સર્સ પાસેથી લાખો રૂપિયા લેવાયા છે અને પાસનું એડવાન્સ બુકિંગ પણ થઈ ગયું છે. પરંતુ મંજૂરી લેવાની વાત આવે ત્યારે આયોજકો છેલ્લી ઘડી સુધી રાહ જુએ છે. સૂત્રોનું કહેવું છે કે વહેલી અરજી કરે અને સ્થળ તપાસમાં ખામી મળે તો મંજૂરી અટકી શકે છે. આ ડરથી છેલ્લી ઘડીએ દબાણ કરીને મંજૂરી મેળવવાની ગણતરી ચાલી રહી હોવાનું મનાય છે.

ફાયર વિભાગની 30 કડક શરતો

રાજ્યમાં અગાઉ બનેલી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખી ફાયર વિભાગે આ વખતે 30 જેટલી કડક શરતો જાહેર કરી છે. જે પંડાલ 500 ચોરસ મીટરથી મોટો અને 9 મીટરથી વધુ ઊંચો હોય અને જ્યાં 50થી વધુ લોકો હોય, ત્યાં હાજર તમામ લોકોની વિગતોનો રેકોર્ડ રાખવો પડશે. મુખ્ય સ્ટેજ જાહેર રસ્તાથી 45 મીટરથી વધુ દૂર રાખી શકાશે નહીં.

દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછી 1 ચોરસ મીટર જગ્યા રાખવી પડશે અને ક્ષમતા મુજબ જ પ્રવેશ આપી શકાશે. સાથે ઇમર્જન્સી ગેટ, ફાયર એક્સટિંગ્વિશર અને રેતી-પાણીની વ્યવસ્થા પણ ફરજિયાત છે. નિયમો કાગળ પર તો કડક છે, પરંતુ ગરબા (Garba) શરૂ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. હવે સવાલ એ છે કે શું તંત્ર છેલ્લી ઘડીના દબાણ સામે નિયમોનું કડક પાલન કરાવી શકશે?


આ પણ વાંચો:જામનગરમાં નવરાત્રી પહેલા પોલીસની કાર્યવાહી: દારૂની 15 બોટલ સાથે ત્રણ યુવકો ઝડપાયા

આ પણ વાંચો:અમદાવાદની નવરાત્રીમાં પોલીસનો નવો પ્લાન! NRI-Gen-Z માટે ખાસ પોલીસ ટીમ, 15 સ્થળે ટ્રાફિક બંદોબસ્ત

આ પણ વાંચો:અમદાવાદમાં નવરાત્રી આયોજનને લઈને પોલીસની બેઠક, ગરબા આયોજકો સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા