tips and tricks/ નાના સફેદ જીવડાંને પડતા રોકવા માટે દાળ- ચોખાને ડબ્બામાં ભરતી વખતે આ વસ્તુઓ નાખો…

દાળ-ચોખાને જીવાતથી બચાવવા માટે કઇ-કઇ ટિપ્સ (Dal-Rice Storage Tips)નું ધ્યાન રાખવું જોઇએ અને ભરતી વખતે કઈ સાવધાનીઓ રાખવી જોઇએ?

Trending Tips & Tricks Lifestyle
Dal-Rice Storage Tips...આ 5 Effective Tipsને અપનાવો, જીવાતથી રક્ષણ મેળવો!

Tips and Tricks: અનાજને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે તમારે દાળ-ચોખાને સ્ટોર કરતી વખતે જ કેટલીક વાતોનું ધ્યાન (Dal-Rice Storage Tips) રાખવું જોઇએ.કિચનમાં રાખેલા દાળ કે ચોખામાં ડબ્બો ખોલતા જ નાના-નાના સફેદ કીડા  (White Bugs) દેખાય છે તો એ અનાજ વેડફાઈ જાય છે અને એને સાફ કરવું પણ મુશ્કેલ બને છે. આ ઉપરાંત, આ જીવડાં ઘણી ઝડપથી વધે છે.

અનાજને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે તમારે દાળ-ચોખાને સ્ટોર કરતી વખતે જ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ. તો ચાલો જાણીએ કે દાળ-ચોખાને જીવાતથી બચાવવા માટે કઇ-કઇ ટિપ્સનું ધ્યાન રાખવું જોઇએ અને ભરતી વખતે કઈ સાવધાનીઓ રાખવી જોઇએ?

દાળ-ચોખાને જીવાતથી બચાવવા માટે આ ટિપ્સ અપનાવો (Dal-Rice Storage Tips)

Dal-Rice Storage Tips
Dal-Rice Storage Tips

1. લીમડાના સૂકા પાન રાખો

દાળ-ચોખામાં ધનેડાં અથવા સફેદ કીડા પડતા બચાવવા માટે એને સ્ટોર કરતી વખતે તમે લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે પહેલા પાનને સ્વચ્છ કરી લો અને સારી રીતે સૂકવી લો. ત્યાર બાદ, એક સૂકા કપડામાં બાંધીને અનાજના ડબ્બામાં મૂકી શકો છો.

2. લવિંગનો ઉપયોગ કરો

જીવાતથી અનાજને બચાવવા માટે (Dal-Rice Storage Tips) તમે લવિંગ પણ ઉપયોગમાં લઈ શકો છો. લવિંગની સ્ટ્રોન્ગ વાસથી કીડા અનાજથી દૂર રહે છે. ડબ્બામાં દાળ-ચોખા ભરતી વખતે લવિંગ પણ મૂકી દેવા. એને અનાજના લૅયર કરતા જઇને મૂકતા જવું. આનાથી ધનેડાં કે જીવાત નહિં લાગે. અનાજને સાફ અને ડ્રાય એરટાઈટ કંટેનરમાં રાખો.

3. મીઠાની પોટલી રાખો

લોટમાં ભેજ અને જીવાતથી બચાવવા માટે (Dal-Rice Storage Tips) મીઠાની પોટલી મૂકી શકો છો. દાળ-ચોખાને કોઈ ડ્રાય સ્થાને એરટાઈટ ડબ્બામાં રાખવા અને એટલા જ ખરીદવા જેટલા તમે નિયત સમયમાં વાપરી શકો.

4. દિવેલથી મોવું

લાંબો સમય અનાજ રાખવા માટે એને દિવેલ ગરમ કરીને હળવું મોવાથી પણ એનું રક્ષણ થશે. અને ધનેડાં (Black Bugs) કે જીવાત પડવાની સંભાવના દૂર થઈ જશે.

5. તમાલપત્રનો ઉપયોગ કરવો

તમાલપત્રની સુગંધના કારણે એને દાળ-ચોખા અને અન્ય ડ્રાય અનાજને સ્ટોર કરતી વખતે વાપરવામાં આવે છે. તમે ડબ્બામાં એક-બે સૂકા તમાલપત્ર મૂકી શકો છો પણ આનાથી જીવાત નહિં જ થાય એમાં સંશય છે.

આ બાબતનું ધ્યાન રાખો

Protection of pulses from bugs
Protection of pulses from bugs

1. એરટાઇટ ડબ્બામાં અનાજ રાખો

દાળ-ચોખાને સારી રીતે બંધ થતા કાચ અથવા મડબૂત પ્લાસ્ટિકના ડબ્બામાં ભરો. આનાથી બહારની જીવાત અંદર પ્રવેશી શકશે નહિં.

2. ડબ્બાને ભેજથી બચાવો

અનાજ ભરતા પહેલા ડબ્બાને સારી રીતે સાફ કરીને સુકવી લેવો. ભેજ વાળી જગ્યાએ દાળ-ચોખા રાખવાનું ટાળવું.

3. સમયાંતરે ડબ્બાને ચેક કરતા રહો

જો કોઈ ડબ્બામાં નાના જીવડાં, લાર્વા અથવા જાળા જેવી વસ્તુઓ દેખાય તો આસપાસના અન્ય અનાજને પણ ચૅક કરવું. વધુ સંક્રમિત અનાજને ફેંકી દેવું અને બધા ડબ્બા તથા કબાટ સાફ કરીને સુકવી લેવા. ખાદ્ય સામગ્રીની નજીક કીટનાશક સ્પ્રે ન કરવું.


આ પણ વાંચો: બાથરુમમાં રાખેલી ડોલ પર ક્ષારના ડાઘા! આ ટિપ્સની મદદથી થઇ જશે ક્લિન…નવા જેવી ચમકશે!

આ પણ વાંચો: કિચનમાં લગાવેલા એક્ઝૉસ્ટ ફેનને શી રીતે સાફ કરવો? આ ઘરગથ્થુ નુસખા દૂર કરશે ચીકાશ!

આ પણ વાંચો: જીન્સ અને જેકેટની ઝીપ જામ થઈ જાય તો શું કરશો? સરળ ટ્રિક્સથી કરી દો ઠીક ચપટીમાં.!