Delhi News: દિલ્હીમાં વર્ષોથી વિરોધ પ્રદર્શનનું મહત્વનું કેન્દ્ર રહેલું જંતર-મંતર હવે સત્તાવાર (Jantar Mantar Protest) સાઇટની યાદીમાંથી બહાર થઈ ગયું છે. કેન્દ્ર સરકારે જંતર-મંતરને નિર્ધારિત પ્રદર્શન સ્થળોની યાદીમાંથી ડિનોટિફાઈ કરી દીધું છે. ગૃહ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી સમિતિની ભલામણ બાદ હવે દિલ્હીમાં ધરણા અને વિરોધ પ્રદર્શન માટે ત્રણ વૈકલ્પિક સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.
આ ત્રણ સ્થળોમાં રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને પૂર્વ દિલ્હીમાં આવેલું (CBD) ગ્રાઉન્ડ સામેલ છે. હવે આ સ્થળો પર નિર્ધારિત નિયમો અને પ્રક્રિયા હેઠળ પ્રદર્શન કરવાની મંજૂરી મળી શકશે.
Jantar Mantar Protest પર હવે રોક, 3 નવા સ્થળો નક્કી

ગૃહ મંત્રાલયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન અને ધરણા માટે નવી વ્યવસ્થા તૈયાર કરી છે. જંતર-મંતરને પ્રદર્શન સ્થળોની સત્તાવાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે.
નવી વ્યવસ્થા હેઠળ(રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને CBD ગ્રાઉન્ડ)ને નિર્ધારિત પ્રદર્શન સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ સ્થળો પર ધરણા અને વિરોધ પ્રદર્શન યોજવા માટેની પ્રક્રિયા તથા નિયમોને લઈને સુધારેલી( SOP )એટલે કે (Standard Operating Procedure)અલગથી જાહેર કરવામાં આવશે.
હાલમાં જાહેર કરવામાં આવેલા આદેશમાં નવી (SOP)ની વિગતવાર માહિતી આપવામાં આવી નથી. તેથી પ્રદર્શનકારીઓને કઈ રીતે મંજૂરી લેવી પડશે અને કેટલા લોકો એકઠા થઈ શકશે જેવા નિયમો અંગે આગામી માર્ગદર્શિકાની રાહ જોવી પડશે.
Ministry of Home Affairs, Government of India, had constituted a Committee to examine alternative proper venues for citizen’s right for organizing protest/demonstrations in place of the existing “designated site”.
Based on the Committee’s recommendations, Jantar Mantar as a protest venue has been de-notified. Three new venues viz Ramlila Ground, Burari Ground and CBD Ground, East Delhi have been designated as new venues for organizing protest/demonstrations.
Detailed and revised SOP for organizing protest/demonstrations at these three venues will be issued separately. This is in partial modification of earlier Standing Order No. L&O/48/22 dated 28.04.2022.
(Notice issued by Anurag Kumar, Delhi Police Commissioner)
— ANI (@ANI) October 12, 2026
કોકરોચ જનતા પાર્ટીને પણ મંજૂરી ન મળી
જંતર-મંતર પરથી પ્રદર્શન સ્થળનો દરજ્જો દૂર કરવાની વચ્ચે કોકરોચ જનતા પાર્ટીએ (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR પર રોકની માંગ સાથે સોમવારે જંતર-મંતર પર પ્રદર્શન કરવાની મંજૂરી માગી હતી.
જોકે, પોલીસે આ પ્રદર્શનને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. હવે જંતર-મંતરને સત્તાવાર પ્રદર્શન સ્થળોની યાદીમાંથી દૂર કરી દેવામાં આવતા અહીં ભવિષ્યમાં રાજકીય અથવા સામાજિક સંગઠનોના મોટા ધરણા યોજવા મુશ્કેલ બની શકે છે.
આ અગાઉ પણ આ પાર્ટી દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

NEET પેપર લીક મુદ્દે પણ થયું હતું મોટું પ્રદર્શન
આ પહેલાં કોકરોચ જનતા પાર્ટીએ 20 જૂનથી 25 જુલાઈ સુધી NEET પેપર લીકના મુદ્દે તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું.
આ વિરોધ પ્રદર્શન લગભગ 36 દિવસ સુધી ચાલ્યું હતું. આ દરમિયાન કાર્યકર્તા સોનમ વાંગચુક પણ ભૂખ હડતાળ પર બેઠા હતા. 25 જુલાઈએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આ પ્રદર્શન સમાપ્ત કરવામાં આવ્યું હતું.
જંતર-મંતર લાંબા સમયથી રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને વિવિધ આંદોલનકારીઓ માટે પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવાનું મહત્વનું સ્થળ રહ્યું છે.
ગૃહ મંત્રાલયે કેમ બનાવી હતી સમિતિ?
દિલ્હીમાં સતત થતાં ધરણા અને વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે વૈકલ્પિક સ્થળોની ઓળખ કરવા માટે એક સમિતિની રચના કરી હતી.
સમિતિને એવા સ્થળો શોધવાની જવાબદારી આપવામાં આવી હતી જ્યાં મોટા પ્રમાણમાં લોકો વિરોધ પ્રદર્શન કરી શકે અને સાથે શહેરની સામાન્ય વ્યવસ્થા પર પણ ઓછી અસર પડે.
સમિતિની ભલામણ બાદ રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને પૂર્વ દિલ્હીના (CBD) ગ્રાઉન્ડને નવા પ્રદર્શન સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ રાજધાનીના મધ્ય વિસ્તારમાં થતાં મોટા પ્રદર્શનોને અન્ય વિસ્તારોમાં ખસેડવાનો હોવાનું માનવામાં આવે છે.
દિલ્હીના લોકોને ટ્રાફિક જામથી મળશે રાહત?
જંતર-મંતરને પ્રદર્શન સ્થળની યાદીમાંથી દૂર કરવા પાછળનું એક મહત્વનું કારણ દિલ્હીના ટ્રાફિકને પણ માનવામાં આવી રહ્યું છે. જંતર-મંતર દિલ્હીના મધ્ય ભાગમાં અને સંસદથી ખૂબ નજીક આવેલું છે.
જ્યારે અહીં મોટું પ્રદર્શન થાય છે ત્યારે આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ટ કરવો પડે છે. ઘણી વખત સુરક્ષાના કારણોસર રસ્તાઓ બંધ પણ કરવામાં આવે છે. તેના કારણે સામાન્ય લોકોને લાંબા ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે.
આ વિસ્તારની આસપાસ મોટા હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે. સતત થતાં પ્રદર્શનો અને તેના કારણે થતી ટ્રાફિક વ્યવસ્થાની અસર દર્દીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને પણ થઈ શકે છે.
સંસદથી માત્ર 1.5 કિમી દૂર છે જંતર-મંતર
જંતર-મંતરને પ્રદર્શન સ્થળની યાદીમાંથી હટાવવાનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું નથી. જોકે, તેનું સંસદથી માત્ર આશરે (1.5 કિલોમીટરનું અંતર )મહત્વનું પરિબળ હોવાનું માનવામાં આવે છે.
જૂન-જુલાઈ દરમિયાન થયેલા કોકરોચ પાર્ટીના પ્રદર્શન સમયે પ્રદર્શનકારીઓ સંસદની નજીક પહોંચી ગયા હતા. તેમને રોકવા માટે સંસદના દરવાજા બંધ કરવાની સ્થિતિ પણ સર્જાઈ હતી.
આ ઉપરાંત ફરીથી જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી માગવામાં આવી હતી. વિપક્ષી નેતાઓ અને અન્ય સંગઠનો પણ ભવિષ્યમાં અહીં વિરોધ કરવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે.
રામલીલા મેદાન સંસદથી આશરે 3થી 4 કિલોમીટર દૂર છે, જ્યારે બુરાડી અને (CBD) ગ્રાઉન્ડ દિલ્હીના અન્ય વિસ્તારોમાં આવેલા છે.
સુપ્રીમ કોર્ટે પણ વૈકલ્પિક સ્થળની વાત કરી હતી
9 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે પણ જંતર-મંતરના વિકલ્પ તરીકે એવી મોટી જગ્યા શોધવાની જરૂરિયાત અંગે વાત કરી હતી જ્યાં પ્રદર્શનકારીઓ માટે પાણી, શૌચાલય અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ હોય.
આથી હવે નવા ત્રણ પ્રદર્શન સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં આ સ્થળો પર પ્રદર્શન માટેની SOP જાહેર થયા બાદ મંજૂરી, સુરક્ષા, સમય અને અન્ય વ્યવસ્થાઓ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
1993થી જંતર-મંતર બન્યું હતું આંદોલનનું કેન્દ્ર
જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનનો ઈતિહાસ લગભગ ત્રણ દાયકા જૂનો છે. અહીં મોટા પાયે ધરણા અને પ્રદર્શનની શરૂઆત 1993ની આસપાસ થઈ હતી.
તે પહેલાં દિલ્હીમાં મોટા વિરોધ પ્રદર્શન સંસદ નજીકના બોટ ક્લબ વિસ્તારમાં યોજાતા હતા. 1988માં ખેડૂત નેતા મહેન્દ્ર સિંહ ટિકૈતના નેતૃત્વમાં બોટ ક્લબ ખાતે મોટું ખેડૂત આંદોલન થયું હતું. ત્યારબાદ આ વિસ્તારમાં મોટી ભીડ એકઠી કરવા અંગે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા હતા.
1993માં બોટ ક્લબ ખાતે પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ વિરોધ પ્રદર્શન માટે જંતર-મંતરનો ઉપયોગ વધવા લાગ્યો. સંસદ નજીક હોવાથી અહીંથી સરકાર સુધી પોતાની વાત પહોંચાડવી સરળ માનવામાં આવતી હતી.
ધીમે-ધીમે જંતર-મંતર દિલ્હીમાં આંદોલન અને વિરોધનું જાણીતું કેન્દ્ર બની ગયું.
2017માં NGTએ પણ પ્રદર્શન રોકવાનો આદેશ આપ્યો હતો
જંતર-મંતરનો વિરોધ પ્રદર્શન માટે ઉપયોગ થતો રહ્યો, પરંતુ અહીં અવાજ અને ગંદકી અંગે સ્થાનિક રહેવાસીઓની ફરિયાદો પણ સામે આવી હતી.
2017માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે (NGT)એ જંતર-મંતર પર પ્રદર્શન રોકવાનો આદેશ આપ્યો હતો અને પ્રદર્શનકારીઓને રામલીલા મેદાન જેવા અન્ય સ્થળે મોકલવાની વાત કરી હતી.
ત્યારબાદ 2018માં સુપ્રીમ કોર્ટે પ્રદર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે યોગ્ય નિયમો બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ત્યારથી નિયમો હેઠળ જંતર-મંતર પર પ્રદર્શનનો માર્ગ ફરી ખુલ્યો હતો.
હવે ફરી એકવાર સરકારના નવા નિર્ણયથી જંતર-મંતરનું પ્રદર્શન સ્થળ તરીકેનું મહત્વ સમાપ્ત થઈ રહ્યું છે. આગામી સમયમાં રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને (CBD) ગ્રાઉન્ડ દિલ્હીના નવા મુખ્ય Jantar Mantar Protest વિકલ્પ તરીકે કેટલા અસરકારક સાબિત થાય છે તે જોવાનું રહેશે.
