Pavagadh news/ પાવાગઢમાં ગોઝારી ઘટના; 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા વાઘોડિયાના 35 વર્ષીય યુવાનનું કરુણ મોત

પાવાગઢ (Pavagadh) મંદિરમાં અકસ્માત: 400 ફૂટ ઊંડી ખીણમાં પડતાં અનિલ ભીલનું મોત

Gujarat Others Breaking News
Pavagadh

Pavagadh News: પાવાગઢ યુવાનનું મોત (Pavagadh) થયું હોવાની ઘટના સામે આવી છે. પાવાગઢમાં એક યુવાન 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં તેનું મોત થયું છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને વાઘોડિયા તાલુકાના કોદરવાયા વસાહતમાં રહેતા અનિલ ભીલ મંગળવારે પરિવાર સાથે પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા.

Pavagadhમાં યુવાનનું મોત

યુવક બપોરે આશરે 12 વાગ્યે દર્શન કરીને પરત ફરતી વખતે મંદિર( Mahakali Temple) નજીક ખીણ પાસેથી પગપાળા પસાર થતાં તેમનો પગ લપસ્યો હતો અને તેઓ ઊંડી ખીણમાં પડી ગયા હતા. આ બનાવને પગલે પરિવારજનોએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકઠા થયા હતા. ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

હાલોલ ફાયર રેસ્ક્યૂ ટીમનું ઓપરેશન

જાણ મળ્યા બાદ હાલોલ નગરપાલિકાની ફાયર અને રેસ્ક્યૂ ટીમે ખીણમાં પડેલા અનિલ ભીલને બહાર કાઢવા કામગીરી શરૂ કરી હતી. આશરે 400 ફૂટ ઊંડી ખીણમાં દોરડાની મદદથી નીચે ઊતરીને જવાનો ગંભીર રીતે ઘાયલ યુવક સુધી પહોંચ્યા હતા.

ચારથી સાડા ચાર કલાકની જહેમત બાદ અનિલ ભીલને ઝોળીમાં મૂકીને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં યુવકને મૃત જાહેર કરાયો

હોસ્પિટલમાં તબીબોએ તપાસ કર્યા બાદ અનિલ ભીલનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, હોસ્પિટલ લઈ જતી વખતે સરકારી એમ્બ્યુલન્સમાં જ તેમનું મોત થયું હતું. પાવાગઢ પોલીસ (Pavagadh Police)એ આ ઘટનામાં અકસ્માતે મોતની નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચો:પુણેમાં ઉદ્યોગપતિના પુત્ર કેતનના મોતનો ભેદ ઉકેલાયો, મંગેતરે જ પ્રેમી સાથે મળીને ખીણમાં ધકેલ્યો હતો!

આ પણ વાંચો:હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક બસ અકસ્માત, ખીણમાં ખાબકતા 7 લોકોના મોત

આ પણ વાંચો:હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ખીણમાં ખાબક્યું વાહન, એક જ ગામના 7 લોકોના