Lifestyle Tips: કદાચ જ કોઈ ઘર એવું હોય જ્યાં પ્લાસ્ટિકની બોટલોનો વપરાશ ન થતો હોય! આ બોટલોને કાપીને (Plastic Bottles Reuse Tips) ખૂબસૂરત સજાવટી ફૂલ બનાવી શકાય છે, જેમને તમે તમારી બાલ્કનીની દિવાલો, છત અથવા ગાર્ડનને સજાવવામાં ઉપયોગમાં લઇ શકો છો.
વાપર્યા બાદ લોકો મોટાભાગે એમને બેકાર સમજીને ફેંકી દેતા હોય છે. પરંતુ આ બોટલો ઘણા કામમાં આવી શકે છે. એમનો ઉપયોગ કરીને તમે બાલ્કનીને સજાવવામાં કરી શકો છો. વાસ્તવમાં, આ બોટલોને કાપીને (Plastic Bottles Reuse Tips) ખૂબસૂરત સજાવટી ફૂલ બનાવી શકાય છે, જેમને તમે તમારી બાલ્કનીની દિવાલો, છત અથવા ગાર્ડન (Balcony, Roof or Garden)ને સજાવવામાં ઉપયોગમાં લઇ શકો છો. તો ચાલો જાણીએ કે શી રીતે જૂની બોટલોમાંથી સજાવટના ફૂલો તૈયાર કરવા?

પ્લસ્ટિકના ફૂલો બનાવવા માટેનો જરુરી સામાન (Ingredients for making Plastic Flowers)
ખાલી પ્લાસ્ટિકની બોટલો
કાતર અથવા કટર
એક્રેલિક પેઇન્ટ અથવા પ્લાસ્ટિક પર ટકે એવો કલર
પેઇન્ટ બ્રશ
માર્કર પેન
ગુંદર અથવા ગ્લૂ ગન
મોતી, બટન અથવા સજાવટના સ્ટોન
તાર અથવા મજબૂત દોરી

સજાવટના પ્લાસ્ટિકના ફૂલ બનાવવાની રીત (Plastic Bottles Reuse Tips)
1. સૌપ્રથમ બોટલ (Empty Plastic Bottles) પરથી એનું લેબલ દૂર કરી દો અને એને પાણીથી સારી રીતે ધોઈને સુકવી લો. બોટલ પર ચીકાશ કે ગંદકી હોવી જોઈએ નહિં.
2. બોટલના નીચેના ભાગને કાતર અથવા કટરની મદદથી અલગ કરી લો. બોટલના નીચેના ભાગમાં સામાન્ય રીતે ઉપસેલા ખાંચા હોય છે જે ફૂલ (Flower)ની પાંખડીઓ જેવો આકાર બનાવવામાં મદદ કરી શકે છે.
3. આવશ્યકતા અનુસાર કિનારીઓને ગોળ અથવા તો અણીદાર પાંખડીઓનો શૅપ આપવો. આ રીતે તમને એક સુંદર ફૂલનો બેઝ મળી જશે. જો કે કિનારીઓને ઘણી જ શાર્પ ન બનાવવી નહિં તો સજાવટ કરતી વખતે હાથમાં વાગવાનું જોખમ રહે છે.
4. ફૂલનો આકાર તૈયાર થયા બાદ એમાં રંગ (Paint) કરવો. તમે તમારી પસંદ અનુસાર, લાલ, પીળો, ગુલાબી, નીલો, જાંબલી કે સફેદ રંગ પસંદ કરી શકો છો.
5. જો તમારા ઘરની સજાવટ હળવા રંગોની હોય તો પેસ્ટલ શૅડ્સ એમાં સારા લાગે છે.
6. આ ઉપરાંત, બાલ્કની અથવા ગાર્ડન માટે તમે ચમકદાર રંગોનો ઉપયોગ કરી શકાય છે. ફૂલના બહારની કિનારી પર એક રંગ અને વચ્ચે બીજો રંગ કરીને તમે એને આકર્ષક બનાવી શકો છો.
7. રંગનું પ્રથમ લૅયર સુકાય ત્યાર બાદ જરુર મુજબ બીજું લૅયર લગાવી શકો છો. આ ફૂલોને આકર્ષક બનાવવા માટે તમે મોતી, જૂના બટન અથવા તો સજાવટના સ્ટોન લગાવી શકો છો. તમે ઈચ્છો તો નાના-મોટા મોતીઓથી પણ સજાવી શકો છો.
8. બાલ્કનીની ખાલી દિવાસ પર નાના-મોટા ફૂલોને મિક્સ રીતે સજાવીને તમે ફૂલોને વેલ જેવી ડિઝાઈન (Decorative Designs) પણ બનાવી શકો છો. રેલીંગ કે દિવાલ પર એને લગાવવા માટે પાછળ મજબૂત તાર કે દોરી બાંધી શકો છો.
આ ફૂલો એ રીતે સજાવવા કે હવાથી એકબીજામાં ઉલઝે નહિં! બાલ્કની કે ગાર્ડનમાં કોઈ દિવાલ, લાકડીના બોર્ડ અથવા જૂના કૂંડા (Pot)ના બહારના ભાગે પણ આ ફૂલો લગાવી શકાય છે અને એ તમારી બાલ્કનીમાં ચાર ચાંદ લગાવી દેશે!
આ પણ વાંચો: બાથરુમમાં રાખેલી ડોલ પર ક્ષારના ડાઘા! આ ટિપ્સની મદદથી થઇ જશે ક્લિન…નવા જેવી ચમકશે!
આ પણ વાંચો: કિચનમાં લગાવેલા એક્ઝૉસ્ટ ફેનને શી રીતે સાફ કરવો? આ ઘરગથ્થુ નુસખા દૂર કરશે ચીકાશ!
આ પણ વાંચો: નાના સફેદ જીવડાંને પડતા રોકવા માટે દાળ- ચોખાને ડબ્બામાં ભરતી વખતે આ વસ્તુઓ નાખો…
