Navratri 2026/ નવરાત્રિના સાતમા દિવસે કરો પાઠ…માતા કાળરાત્રિની કથાનો….જીવનમાંથી વિઘ્નો થશે દૂર!

માતા કાળરાત્રિને દેવી પાર્વતીનું ઉગ્ર સ્વરુપ માનવામાં આવે છે. મા કાળરાત્રિની આરાધના કરવા ઉપરાંત એમની કથા (Maa Kalratri Katha)નો પાઠ પણ અવશ્ય…

Trending festival Religious Dharma & Bhakti
Maa Kalratri Katha નું પુણ્યપઠન કરો... નવરાત્રિ 2026ના 7મા દિવસે મેળવો માતાના Auspicious Blessings!

Navratri 2026: શારદીય નવરાત્રિના સાતમા દિવસે માતા દુર્ગાના સાતમા સ્વરુપ મા કાળરાત્રિની પૂજા કરવામાં આવશે. નવરાત્રિની સપ્તમી તિથિએ મા કાળરાત્રિની આરાધના કરવા ઉપરાંત એમની કથા (Maa Kalratri Katha)નો પાઠ પણ અવશ્ય કરવો જોઇએ.

શારદીય નવરાત્રિ 2026 (Shardiya Navratri 2026)માં માતા કાળરાત્રિની પૂજા આજે અર્થાત્ 17 ઓક્ટોબરે (17 October 2026) કરવામાં આવશે. માતા કાળરાત્રિને દેવી પાર્વતી (Parvati Mata)નું ઉગ્ર સ્વરુપ માનવામાં આવે છે. જો કે, માતા પોતાના ભકતોનું સદાયે કલ્યાણ કરે છે આથી જ માતાનું એક નામ શુભંકરી પણ છે. માતા દુર્ગાના કાળરાત્રિ સ્વરુપની પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ સિદ્ધ થાય છે અને જીવનમાંથી વિઘ્નો અને અડચણોથી મુક્તિ મળે છે. નવરાત્રિની સપ્તમી તિથિ (7th Day of Navratri)એ મા કાળરાત્રિની આરાધના કરવા ઉપરાંત એમની કથાનો પાઠ પણ અવશ્ય કરવો જોઇએ. તો જાણીએ શું છે દેવી કાળરાત્રિની કથા…

Maa Kalratri - Raktbeej Asur War
Maa Kalratri – Raktbeej Asur War

માતા કાળરાત્રિની કથા (Maa Kalratri Katha)

દેવી ભાગવત પુરાણ અનુસાર, એક સમયે રક્તબીજ નામનો અસુર (Raktbeej Asur) થઈ ગયો. એને વરદાન મળેલું હતુ તે એના રક્તના જેટલા ટીપાં જમીન પર પડશે એ ટીપાંમાંથી એના જેવા જ બળવાન રક્તબીજ ઉત્પન્ન થઈ જશે. અર્થાત્ રક્તબીજનું રક્ત ધરતી પર પડતાવેંત એના જેવા જ શક્તિશાળી અસુરો ઉત્પન્ન થઈ જતા હતા! આ વરદાનના કારણે રક્તબીજ ધરતીની સાથોસાથ દેવલોકમાં પણ આતંક ફેલાવવા લાગ્યો હતો. એનો વધ કરવો અથવા એને હરાવવો લગભગ અસંભવ થઇ ગયો હતો.

રક્તબીજના આતંકને સમાપ્ત કરવા માટે મા દુર્ગા (Maa Durga)ના લલાટમાંથી માતા કાળરાત્રિનું અવતરણ થયું. માતા કાળરાત્રિ અને રક્તબીજની વચ્ચે ભયંકર યુદ્ધ (War) થયું. જ્યારે પણ માતા રક્તબીજનો વધ કરતી ત્યારે એના લોહીના કેટલાક ટીપાં જમીન પર પડતા અને અન્ય કેટલાયે રક્તબીજ ઉત્પન્ન થઈ જતા! આથી માતા કાળરાત્રિએ રક્તબીજના રક્તને ધરતી પર પડવા ન દઈને પોતાના મોંમાં ભરી લીધું અને આ રીતે રક્તબીજનો અંત થયો. આખરે દેવલોક અને ભૂલોક (Swarg & Earth) આતંકથી મુક્ત થયા.

Maa Kalratri Puja And Katha
Maa Kalratri Puja And Katha

મા કાળરાત્રિની પૂજાનું મહત્વ

માતા કાળરાત્રિ ભલે માતા દુર્ગાનું રૌદ્ર સ્વરુપ હોય પરંતુ ભક્તો પર હંમેશા માતાની શુભ દ્રષ્ટિ જ રહે છે. માની પૂજા કરવાથી રોગ-દોષમાંથી મુક્તિ મળે છે અને સાથોસાથ અકાળ મૃત્યુ (Untimely Death)ના ડર અને ભયથી મુક્તિ મળે છે. માતા કાળરાત્રિની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓ તમારા પર સવાર થઈ શકતી નથી. માતા કાળરાત્રિના મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક, માનસિક અને શારીરિક શક્તિઓ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, માતા કાળરાત્રિની પૂજા કરનારા ભક્તો પર રાહુ-કેતુ અને શનિ ગ્રહનો ખરાબ પ્રભાવ પડતો નથી.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: નવરાત્રીમાં વસ્ત્રો ધારણ કરતા પહેલા જોઈ લો આ લિસ્ટ…જાણો કયા દિવસે કયો રંગ પહેરવો શુભ છે

આ પણ વાંચો:

આ પણ વાંચો: શાથી પડ્યું માતા પાર્વતીનું નામ સ્કંદમાતા? દેવતાઓના સંકટમોચક બન્યા ભગવાન કાર્તિકેય…કર્યો તારકાસુરનો વધ!