Food Recipe: તમે ક્યારેય મખાનાનો ફરાળી સૂપ (Makhana Soup) ટ્રાય કર્યો છે ખરો? આ સૂપ પચવામાં સરળ છે અને એ ઉપરાંત એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ અને ફાઈબર હોય છે.
નવરાત્રિના વ્રત અથવા ઉપવાસ (Navratri Fasting) દરમિયાન મોટાભાગના લોકોને રાસ-ગરબા રમીને થાક લાગતો હોય છે અને વધારે ઊંઘ પણ આવતી હોય છે. આ સંજોગોમાં શરીરને એનર્જેટિક રાખવા માટે હૅલ્ધી વસ્તુઓનું સેવન કરવુ ખૂબ જ જરુરી છે. ઊર્જાવાન રહેવા માટે લોકો મખાનાનું સેવન કરે છે અને સામાન્ય રીતે એને શેકીને ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ તમે ક્યારેય મખાનાનો ફરાળી સૂપ ટ્રાય કર્યો છે ખરો?
આ સૂપ પચવામાં સરળ છે અને એ ઉપરાંત એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ અને ફાઈબર (Calcium, Protein, Magnesium and Fiber) હોય છે જે વ્રત દરમિયાન તમને લાંબા સમય સુધી એનર્જી પ્રદાન કરી શકે છે. અહિં મખાના સૂપની સિમ્પલ એવી રેસિપી દર્શાવેલી છે તો ઝટપટ આ સૂપ બનાવો અને રાસ-ગરબા રમવા તૈયાર થઈ જાઓ! ખાસ કરીને ઝટપટ તૈયાર થતી રેસિપી નવરાત્રિમાં વધુ લોકપ્રિય સાબિત થાય છે. લોકો આરતી, ગરબા અને રાસની તૈયારીઓમાં વ્યસ્ત રહેવાથી રસોઇ માટે સમય પણ ઓછો મળતો હોય છે. આ સંજોગોમાં જો યંગસ્ટર્સને આવો સૂપ પીવા મળે તો એ ખુશ થવા ઉપરાંત સ્વયંને ઊર્જાવાન પણ મહેસૂસ કરશે.

મખાના ના સ્વાસ્થલાભ (Health Benefits of Makhana)
ભારતભરમાં પરંપરાગત રીતે ખાવામાં આવતા મખાના આજે સમગ્ર દુનિયામાં એક હૅલ્ધી સ્નૅક (Healthy Snack)ના સ્વરુપે લોકપ્રિય બની ચૂક્યું છે. આ સુપરફૂડ ફક્ત સ્વાદિષ્ટ છે એટલું જ નહિં પરંતુ, સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.
વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ તો મખાના અર્થાત્ ફોક્સ નટ (Fox Nut) પ્રોટીન, એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને ફાઇબરથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે જે, આપણા શરીરને બીમારીઓથી રક્ષણ આપવાનું કામ કરે છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે, મખાનાનું મહત્વ સૌપ્રથમ તો એની ન્યુટ્રિશનલ વેલ્યૂ (Nutritional Value)માં છુપાયેલું છે. એમાં પ્રોટીનની માત્રા સારી એવી હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવવા અને શરીરની ઊર્જાને જાળવી રાખવામાં મદદગાર છે.
આજના સમયમાં હેલ્થ પ્રત્યે સભાન લોકોમાં મખાના (Makhana) ખૂબ જ લોકપ્રિય આહાર બની રહ્યા છે.વજન નિયંત્રણમાં રાખવા અને શરીરને પૂરતું પોષણ આપવા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.મખાના માત્ર વજનમાં હળવા અને પચી જાય તેવા જ નથી,પરંતુ તેમાં પ્રોટીન,ફાઇબર,કેલ્શિયમ,મેગ્નેશિયમ,પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી ખનિજો ભરપૂર માત્રામાં જોવા મળે છે.કેલરી અને ચરબી ઓછી હોવાને કારણે ડાયેટિશિયન્સ પણ તેને સંતુલિત આહારમાં સામેલ કરવાની સલાહ આપે છે. તો ચાલો ભાઈ માટે આ વખતે થઈ જાય મખાના સૂપ (Makhana Soup)!
શી રીતે બનાવશો મખાનાનો ફરાળી સૂપ? (Makhana Soup Recipe)
મખાનાનો ફરાળી સૂપ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
દોઢ કપ મખાના
અડધો કપ સીંગદાણા
બાફેલું બટાટું
1 ટમેટું
3 મોટી ચમચી દેશી ઘી
સ્વાદાનુસાર સિંધવ મીઠું
અડધી ચમચી કાળા મરીનો પાવડર
અડધી ચમચી શેકેલો જીરાનો પાવડર
1 ઈંચ આદુ છીણેલું
1 બારીક સમારેલું લીલું મરચું
2-3 કપ પાણી
ઝીણી સમારેલી કોથમીર
1 નાની ચમચી લીંબુનો રસ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક પૅનમાં એક ચમચી ઘી ઉમેરો અને 1.5 કપ મખાનાને ક્રિસ્પી થાય ત્યાં સુધી રોસ્ટ કરી લો. રોસ્ટ થયા બાદ એને એક પ્લેટમાં કાઢી લેવા.
2. હવે આ જ પૅનમાં 1 ચમચી ઘી ઉમેરો અને અડધો કપ સીંગદાણા ઉમેરો. એને પણ 2 મિનિટ સુધી રોસ્ટ કરો અને પછી એને એક પ્લેટમાં કાઢી લો.
3. પૅનમાં 1 ચમચી ઘી લઇને અડધી ચમચી જીરું નાખો. એ તતડે એટલે એમાં ઝીણા સમારેલા લીલા મરચાં અને છીણેલું આદુ ઉમેરો અને સાંતળી લો.
4. ત્યાર બાદ એમાં બારીક સમારેલું ટમેટું ઉમેરો. જ્યારે ટમેટું હળવું ગળી જાય એટલે એમાં બાફીને કાપેલા બટાટા ઉમેરો. સિંધાલૂણ પણ નાખવું.
5. પાંચ મિનિટ સુધી એને સાંતળી લેવું અને પછી શેકેલી મગફળી ઉમેરી દો.
6. જ્યારે એ સારી રીતે શેકાઈ જાય ત્યારે એમાં 2 કપ પાણી ઉમેરો. પાણી નાખ્યા બાદ એમાં શેકેલો જીરા પાવડર, કાળા મરીનો પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
7. જ્યાં સુધી એ ઘટ્ટ ન બને ત્યાં સુધી એને ઉકળવા દો. ત્યાર બાદ ગૅસ બંધ કરીને રોસ્ટ કરેલા મખાના ઉમેરીને લીંબુનો રસ મિક્સ કરીને ગરમાગરમ સર્વ કરો.
તો તૈયાર છે તમારો મખાના સૂપ (Makhana Soup) …જેને તમે વ્રત-ઉપવાસમાં પણ પી શકો છો અને એ તમને ઈન્સ્ટન્ટ એનર્જી પ્રદાન કરશે.
આ પણ વાંચો: પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર સુપરફૂડ મખાના બરફી…રક્ષાબંધને ભાઈ-બહેનના સંબંધોમાં મીઠાશ ઘોળતું વ્યંજન..!
આ પણ વાંચો: મખાના અને નારિયેળમાંથી બનાવો હૅલ્ધી બરફી….એ પણ ખાંડનો ઉપયોગ કર્યા વિના! સરળ રેસિપી…
આ પણ વાંચો: જન્માષ્ટમી કે નંદ મહોત્સવના પર્વ પર કનૈયાને રીઝવવા માટે બનાવો મખાનાની પૌષ્ટિક ખીર..!
