Porbandar News : કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તેમજ પોરબંદર લોકસભાના સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવિયા (Mansukh Mandaviya)એ બરડા ડુંગર (Barda Dungar)વિસ્તારમાં સફારી દરમિયાન 147વર્ષ બાદ ફરી વસવાટ કરતા સિંહનાં દર્શન (Barda Hills Lion)કર્યા હતા. આ તકે તેમણે બરડા વિસ્તારની પ્રાકૃતિક સંપદા અને વન્યજીવ સંરક્ષણની કામગીરીની જાણકારી મેળવી હતી.

સફારી દરમિયાન કેન્દ્રીય મંત્રીએ અજમાભાટ નેસ અને બાળા નેસ મુલાકાત લઈને ત્યાં વસવાટ કરતા માલધારી પરિવારો સાથે સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન બરડા અભયારણ્ય વિસ્તારમાં વસવાટ કરતા માલધારી પરિવારોને સ્વૈચ્છિક રીતે અભયારણ્યની બહાર પુનઃસ્થાપિત કરવાની યોજના અંગે ચર્ચા કરી હતી. માલધારી પરિવારોના હિતોનું ધ્યાન રાખીને તેમને યોગ્ય સુવિધાઓ અને પુનઃસ્થાપનના વિકલ્પો ઉપલબ્ધ કરાવવાના મહત્વ અંગે પણ વાતચીત કરવામાં આવી હતી.
આ તકે જામ ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઇ બેરા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદગુડે, અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ જયેશભાઈ ભૂતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે
આ પણ વાંચો: મનસુખ માંડવિયાએ પોરબંદરના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમૂહુર્ત અને ઈ-લોકાર્પણ કર્યું
