Pakistan News : પાકિસ્તાનમાં Pakistan LPG Crisis વધુ ગંભીર બની રહી છે. ઈરાનથી LPGનો પુરવઠો અટકી જતાં દેશમાં ઘરેલુ ગેસના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. થોડા દિવસ પહેલાં 12 કિલોના LPG સિલિન્ડરની કિંમત આશરે 4,500 પાકિસ્તાની રૂપિયા હતી, જે હવે વધીને 7,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કેટલાક વિસ્તારોમાં તો આ જ સિલિન્ડર 8,000 રૂપિયાથી વધુના ભાવે વેચાઈ રહ્યો છે.
ઈરાનથી પાકિસ્તાનને મળતો LPG પુરવઠો બંધ થવાથી સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે. બંને દેશો વચ્ચેની બે મહત્વપૂર્ણ સરહદી ચોકીઓ 17 ઓક્ટોબરથી બંધ છે. સરહદ બંધ થવાના કારણ અંગે બંને દેશો તરફથી અલગ-અલગ કારણો આપવામાં આવ્યા છે. પાકિસ્તાને સુરક્ષા ચિંતાઓ અને તસ્કરી રોકવાના હેતુથી સરહદ બંધ કરી હોવાનું જણાવ્યું છે, જ્યારે ઈરાને આ પાછળ ટેકનિકલ કારણ હોવાનું કહ્યું છે.
Pakistan LPG Crisis પાછળ ઈરાનની મોટી ભૂમિકા

પાકિસ્તાન પોતાની LPG ની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશમાંથી આયાત કરે છે. તેમાં ઈરાન મહત્વનું સપ્લાયર છે. મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાન પોતાની કુલજરૂરિયાતનો આશરે 50 ટકા હિસ્સો ઈરાનથી આયાત કરે છે.
આ સ્થિતિમાં ઈરાનથી સપ્લાય અટકી જતાં પાકિસ્તાનના બજારમાં LPGની અછત સર્જાઈ છે. પુરવઠો ઓછો થતાં વેપારીઓ અને ગ્રાહકો બંને પર તેની સીધી અસર જોવા મળી રહી છે અને સિલિન્ડરના ભાવ ઝડપથી વધી રહ્યા છે.
ઓમાન અને ઈરાકથી પણ LPG સપ્લાયને અસર

પાકિસ્તાન પોતાની કુલ LPG જરૂરિયાતનો લગભગ 70 ટકા હિસ્સો વિદેશી આયાત દ્વારા પૂરો કરે છે. ઈરાન ઉપરાંત ઈરાક અને ઓમાન પણ પાકિસ્તાન માટે ના મહત્વપૂર્ણ સપ્લાયર છે.
પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકના જણાવ્યા અનુસાર, દેશમાં દરરોજ આશરે 6,500થી 7,000 ટન ની જરૂરિયાત રહે છે. તેમાંથી લગભગ 2,000થી 2,500 ટન સ્થાનિક સ્તરે તૈયાર થાય છે અને બાકીની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે.
જોકે, હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન સાથે જોડાયેલા યુદ્ધ અને ભૌગોલિક તણાવને કારણે ઈરાક અને ઓમાનથી થતીઆયાતને પણ અસર થઈ છે. આ કારણે પાકિસ્તાન માટે ની વૈકલ્પિક સપ્લાય વ્યવસ્થા પણ મુશ્કેલ બની છે.
સરકારી કિંમત કરતાં બમણા ભાવે LPG સિલિન્ડર
પાકિસ્તાનના ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે OGRA એ 11.8 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમત 3,296 પાકિસ્તાની રૂપિયા નક્કી કરી છે. જોકે, બજારમાં ગ્રાહકોને આ સિલિન્ડર નિયત સરકારી ભાવ કરતાં બમણાથી પણ વધુ કિંમતે ખરીદવો પડી રહ્યો છે.
પાકિસ્તાન LPG એસોસિએશનના અધ્યક્ષ ઈરફાન ખોખરના જણાવ્યા પ્રમાણે, બલૂચિસ્તાનમાં 12 કિલોના LPG સિલિન્ડરની કિંમત આશરે 7,000 રૂપિયા, લાહોરમાં 7,500 રૂપિયા અને સ્કાર્દૂમાં તે વધીને લગભગ 8,200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
આ ભાવવધારાને કારણે ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર ઘરેલુ ખર્ચનો વધારાનો બોજ પડી રહ્યો છે.
સરકારે આપી રાહતની ખાતરી
વધતા LPGના ભાવ વચ્ચે પાકિસ્તાન સરકારે સ્થિતિ સુધારવા માટે પોતે આયાત કરવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે કહ્યું છે કે સરકાર આયાત કરીને બજારમાં તેનો પુરવઠો વધારશે.
તેમણે આગામી 2થી 3 દિવસમાં ની કિંમતોમાં ઘટાડો શરૂ થવાની આશા વ્યક્ત કરી છે. મંત્રીના જણાવ્યા પ્રમાણે, ની કિંમત પ્રતિ કિલો આશરે 400થી 425 પાકિસ્તાની રૂપિયા વચ્ચે હોવી જોઈએ.
સરકારે વધારે ભાવ વસૂલતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે. સરકાર ની કિંમત નક્કી કરવાની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાની દિશામાં પણ પગલાં લઈ રહી છે.
₹30 અબજનો ભાવ તફાવત હોવાનો દાવો
પેટ્રોલિયમ મંત્રીએ દાવો કર્યો છે કે બજાર કિંમત અને સ્થાનિક ની કિંમત વચ્ચેના તફાવતને કારણે આશરે 30 અબજ પાકિસ્તાની રૂપિયાનો ફરક ઊભો થઈ રહ્યો છે.
તેમણે આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો કોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવીને LPG ઊંચા ભાવે વેચી રહ્યા છે. વડાપ્રધાને એટર્ની જનરલને બાકીના કેસોમાં સરકાર તરફથી વકીલાત કરીને આવા સ્ટે ઓર્ડર હટાવવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હોવાનું પણ મંત્રીએ જણાવ્યું છે.
સરહદ પર LPG ટેન્કરો સહિત સેંકડો ટ્રક ફસાયા
Pakistan LPG Crisis વચ્ચે પાકિસ્તાન-ઈરાન સરહદ બંધ થવાથી ટેન્કરો સહિત સેંકડો ટ્રક બંને તરફ ફસાયેલા છે. સરહદ પર માત્ર ના વાહનો જ નહીં, પરંતુ વિવિધ પ્રકારના માલસામાનથી ભરેલા કન્ટેનરો પણ અટવાઈ ગયા છે.
મળતી માહિતી મુજબ, 1,000થી વધુ પાકિસ્તાની કન્ટેનરોમાં બટાકા, કેળા અને ચોખા સહિતનો સામાન ભરેલો છે, જેને ઈરાન મોકલવાનો હતો.
ટ્રકચાલકોનું કહેવું છે કે તેઓ ઘણા દિવસોથી સરહદ ખુલવાની રાહ જોઈ રહ્યા છે. લાંબા સમયથી અટવાયેલા વાહનચાલકોને મૂળભૂત સુવિધાઓ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. એક ટ્રકચાલકે જણાવ્યું હતું કે તે એક અઠવાડિયાથી વધુ સમયથી સરહદ પર ફસાયેલો છે.
હાલમાં પાકિસ્તાન સરકાર માટે સૌથી મોટો પડકાર નો પુરવઠો સામાન્ય કરવો અને વધતા ભાવને નિયંત્રણમાં લાવવાનો છે. જો ઈરાનથી સપ્લાય ઝડપથી શરૂ નહીં થાય તો દેશમાં ની અછત અને ભાવવધારો વધુ ગંભીર બનવાની શક્યતા છે.
