Plants Tips: હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ (Tulsi Plant) અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ ઉપરાંત આ છોડ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ જ કારણ છે કે આ છોડ લગભગ દરેક ઘરની બાલ્કની, ધાબા પર, ગાર્ડન કે કૂંડામાં વાવેલો હોય છે. હર્યોભર્યો તુલસીનો છોડ ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવા ઉપરાંત પૂજા-પાઠના કામમાં પણ આવે છે. જો કે, અનેક વાર એવું જોવા મળે છે કે તુલસીના પાન પર નાના-નાના કાળા જીવડાં (Black Bugs) પડે છે અને જેના કારણે એક સમય બાદ આ છોડ સુકાઇ જાય છે. આ સંજોગોમાં સમયસર એની સંભાળ લેવાથી છોડને બચાવી શકાય છે.
જો તમારા ઘરમાં વાવેલી તુલસીના પાનમાં પણ આવા કાળા જીવડાં (Black bugs in Tulsi Plant) દેખાય તો આ સમસ્યાને દૂર કરવા માટે ઘરગથ્થુ ઇલાજની મદદ લઈ શકાય છે. વાસ્તવમાં અનેક લોકો તુલસીના છોડ માટે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરવાનું ટાળતા હો છે. આ સંજોગોમાં આ ઘરગથ્થુ ઉપાય (Household Tips) કરવાથી છોડને જીવતદાન આપી શકાય છે.
તુલસીના છોડ પર કાળી જીવાત
ઘરમાં વાવેલી તુલસીનો છોડ ઘણો જ સુંદર લાગતો હોય છે. જો કે, એની યોગ્ય રીતે સંભાળ ન લેવાથી છોડને નુકસાન પહોંચી શકે છે. ઘણી વાર તમે જોયું હશે કે તુલસીના પાન અચાનક કાળા પડવા લાગે છે. પાન પર હાજર કાળા નાના-નાના જીવડાં એફિડ્સ (Aphids) કહેવાય છે. એ પાન અને કોમળ ડાળખીઓના રસને શોષે છે અને જેથી પાંદડા વળી જાય છે, પીળા પડે છે અને એના વિકાસમાં અવરોધ ઉત્પન્ન થાય છે. આની પાછળ વધુનડતો ભેજ અને છોડ નબળો થવો એ કારણો પણ હોઈ શકે છે. આ ઉપરાંત, તુલસીના છોડને ચેપ લાગવાથી પણ એફિડ્સ લાગી શકે છે.

તુલસીનું રક્ષણ કરવાની ઘરગથ્થુ રીત
તુલસીના પાન પર લાગેલા આ નાના કાળા જીવડાં એફિડ્સને દૂર કરવા માટે સૌપ્રથમ પાણીનો હળવો સ્પ્રે કરીને એના પાન અને ડાળીઓ પર લગાવેલા કીડાને દૂર કરવા. ધ્યાન રાખવું કે પાણીની ધાર ઘણી તીવ્ર ન હોય નહિં તો કોમળ પાન અને ડાળીઓને નુકસાન પહોંચી શકે છે. હવે કીડા દૂર કરવા માટે લીમડાનું તેલ વપરાશમાં લઈ શકાય છે. આ માટે સૌપ્રથમ એક લીટર પાણી લઈને એમાં 4-5 મિલીલીટર લીમડાનું તેલ (Neem Oil) અને કેટલાક ટીપાં લિક્વિડ સાબુના ઉમેરવા. આ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરવી. આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરી લેવું.
હવે પાનની ઉપર અને નીચે બંના તરફ સારી રીતે સ્પ્રે કરવું. આ રીતે 3 દિવસ સુધી ઓછામાં ઓછા 2 થઈ 3 વાર કરવું. આનાથી પાંદડા જીવાતનાં હુમલાથી સુરક્ષિત રહી શકે છે. આ ઉપરાંત, જો તમને છોડ પર કીડીઓ (Ants) પણ દેખાય તો એને પણ નિયંત્રિત કરવી. કારણ કે, કીડીઓ પણ એફિડ્સને છોડ પર જાળવી રાખવામાં મદદરુપ થાય છે.

શિયાળામાં તુલસીની સંભાળ લેવાની ટિપ્સ (Tulsi Plant Care in Winter)
1. શિયાળાની હળવી ઠંડી શરુ થઈ ચૂકી છે અને હવે ઠંડીનું જોર વધશે. આ સંજોગોમાં તુલસીની યોગ્ય સંભાળ કરવી આવશ્યક છે. આ માટે તુલસીના છોડને એવા સ્થાને રાખવું જ્યાં ઓછામાં ઓછા 5 થી 6 કલાક સુધી સૂર્યપ્રકાશ મળી શકે. આમ કરવાથી છોડનો વિકાસ બહેતર થશે.
2. ઠંડીની ઋતુમાં છોડને આવશ્યકતાથી વધારે પાણી આપવું નુકસાનકારક સિદ્ધ થઈ શકે છે. તુલસીના છોડની માટી સુકાયેલી જણાય ત્યારે પાણી આપવું. શિયાળામાં વધારાનું પાણી એકત્ર ન થવા દેવું. આમ કરવાથી તુલસીના છોડનો વિકાસ પ્રભાવિત થઈ શકે છે.
3. જો તુલસીના છોડના પાન પીળા પડી રહ્યાં હોય અને ખરાબ લાગી રહ્યાં હોય તો એને તરત જ દૂર કરી દેવા. આમ કરવાથી અન્ય ભાગોમાં ચેપ ફેલાતો નથી. આ ઉપરાંત, દર 15 દિવસમાં એક વાર જૈવિક ખાતર (Organic Fertilizer) અવશ્ય આપવું. સમયાંતરે માટીને ખોદીને સમથળ કરતા રહેવું.
4. તુલસીને ઘણી બંધિયાર જગ્યાએ અથવા ઘણા બધા છોડની વચ્ચે ન રાખવી. એની આસપાસ હવાનો પ્રવાહ યોગ્ય રાખવો જેથી છોડનો ગ્રોથ ધીમો ન થાય. આ છોડના પાનનું સેવન કરવામાં આવે છે આથી એની ઉપર કેમિકલ ફર્ટિલાઈઝરનો પ્રયોગ ટાળવો. કારણ કે, એમ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.
આ પણ વાંચો: ડુંગળીમાં લવિંગ નાખીને માટીમાં દબાવી દો…15 દિવસમાં લવિંગનો છોડ મ્હોરી ઉઠશે..!
આ પણ વાંચો: તુલસીનો છોડ લાંબો તો થાય છે પણ ઘટાદાર નહિં? આ 5 ટિપ્સ અપનાવો…થોડા જ સમયમાં ફરક જણાશે!
આ પણ વાંચો: બજારમાંથી મોંઘી બ્રોકલી ખરીદવાની નહિં પડે જરુર…ઘરે કૂંડામાં ઉગશે…જાણો વિધિ!
