Bhavnagar News/ ભાવનગરમાં રાંધણગેસના સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું! ખાલી બાટલામાં ગેસ ભરી કરતો હતો ગેરરીતિ

Bhavnagar Gas Scam: ભાવનગરની હિલડ્રાઈવ સોસાયટીમાં LPG સિલિન્ડરમાંથી ગેસ કાઢી ખાલી બાટલામાં ભરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. દરોડામાં ₹55,500નો મુદ્દામાલ જપ્ત કરાયો, આરોપી ફરાર છે.

Top Stories Gujarat Others
Bhavnagar Gas Scam: ભાવનગરમાં LPG સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું

Bhavnagar News: ભાવનગરમાં રાંધણગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢી ખાલી બાટલામાં ભરવાના કૌભાંડનો પર્દાફાશ (Bhavnagar Gas Scam) થયો છે. શહેરના સંસ્કાર મંડળ પાસે આવેલી હિલડ્રાઈવ સોસાયટીના એક મકાનમાં પેરોલ ફર્લો સ્કવોડે દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન ગેસ ભરવાની મોટર, નોઝલ, ડિજિટલ વજનકાંટા સહિત ₹55,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, દરોડા દરમિયાન આરોપી મહેન્દ્રસિંહ વાળા ફરાર થઈ ગયો હતો.

Bhavnagar Gas Scam: ગ્રાહકોને આપવાના સિલિન્ડરમાંથી ગેસ કાઢતો હોવાની બાતમી

મળતી માહિતી મુજબ, ભાવનગરના સંસ્કાર મંડળ પાસે આવેલી હિલડ્રાઈવ સોસાયટીના પ્લોટ નંબર 2222, ઈ/7, ખોડલ કૃપા મકાનમાં રહેતો મહેન્દ્રસિંહ રણજીતસિંહ વાળા ગ્રાહકોને ડિલિવરી માટે આપવામાં આવેલા LPG સિલિન્ડરમાંથી ગેસ કાઢતો હોવાની બાતમી (Gas Cylinder Theft) પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી.

આરોપી પોતાના રહેણાંક મકાનમાં ગેસ કાઢવાની અને ખાલી સિલિન્ડરમાં ફરીથી ગેસ ભરવાની ગેરરીતિ કરતો હોવાની ચોક્કસ માહિતીના આધારે ટીમે દરોડો પાડ્યો (Bhavnagar Police Raid) હતો.

ગેસ ભરવાની મોટર અને વજનકાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત

મકાનમાં તપાસ દરમિયાન પોલીસને ગેસ ભરવાની નોઝલ સાથેની ઇલેક્ટ્રિક મોટર, બે ડિજિટલ વજનકાંટા, ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડર સહિતનો સામાન મળી આવ્યો હતો. પોલીસે લાઇટ બિલ સહિત કુલ ₹55,500નો મુદ્દામાલ કબજે કર્યો (LPG Cylinder Fraud) હતો.

આરોપી સામે ફરિયાદ, પોલીસ તપાસ શરૂ

દરોડા દરમિયાન મહેન્દ્રસિંહ વાળા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પેરોલ ફર્લો સ્કવોડે તેની સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3 અને 7 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરાર આરોપીને શોધવા અને સમગ્ર ગેરરીતિ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: ભીલાડમાં LPG ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું, SOG પોલીસે ટેન્કર અને સિલિન્ડર જપ્ત કર્યા

આ પણ વાંચો: અમદાવાદમાં ગેસ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, SOGએ બે આરોપીઓની ધરપકડ કરી

આ પણ વાંચો: 90થી વધુ કોલેજોમાં એક જ શિક્ષકનું નામ! NCTEની તપાસમાં ડમી શિક્ષકોનું મોટું કૌભાંડ સામે આવવાની આશંકા