Food Recipe/ ઢાબા સ્ટાઈલ સરસવનું શાક શી રીતે ઘરે બનાવશો? સરળ….વિસ્તૃત રેસિપી…!

‘મક્કે દી રોટી તે સરસોં દા સાગ (Sarson nu Shaak)’ કોને ન ભાવે? સરસવ અને બથુઆ…આ બંને ભાજી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, પોષક તત્વોથી ભરપૂર પણ હોય છે…

Trending Food Lifestyle
Sarson nu Shaak...પંજાબની આ special રેસીપીએ જીત્યા સૌના દિલ! 7 સ્ટેપ્સમાં બનાવો આ healthy dish!

Food Recipe: શિયાળાની ઋતુમાં સરસવનું શાક (Sarson nu Shaak, Mustard greens) અને મકાઈના રોટલા ઘણા જ પ્રેમથી ખાવામાં આવે છે. પરંતુ કેટલાય લોકોને એવી ફરિયાદ રહેતી હોય છે કે એ ઢાબા જેવો સ્વાદ ઘરે નથી આવતો! ઢાબા સ્ટાઈલ સરસવનું શાક પોતાની વિશેષ બનાવટ, ધીમા તાપે રાંધવું અને એના વઘારની મહેક માટે આ Punjabi dish પ્રખ્યાત છે. જો તમે પણ આ જ પારંપરિક સ્વાદ અને ઘટ્ટ ટેક્ષ્ચર મેળવવા માગતા હો તો અહિં દર્શાવેલી રેસિપી ફૉલો કરી શકો છો. આ રેસિપીની મદદથી તમે ઘરે બેઠા આસાનીથી ઢાબા સ્ટાઈલ સરસવનું શાક તૈયાર કરી શકાય છે. તો ફટાફટ નોંધી લો રેસિપી…

શિયાળામાં સરસવ,બથુઆ (Sarson Bathua)…કઇ ભાજી હૅલ્થ માટે ઉત્તમ?

‘મક્કે દી રોટી તે સરસોં દા સાગ’ (Sarson nu Shaak) કોને ન ભાવે? સરસવ અને બથુઆ (Sarson Bathua), આ બંને ભાજીને શિયાળા (Winter)નું સુપરફૂડ (Superfood) માનવામાં આવે છે અને એ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક ગણાય છે. પણ તમને જો તમે મૂંઝવણમાં હો કે, આ બંનેમાંથી કઇ ભાજી વધારે ગુણકારી છે તો અહિં અમે તમારી અવઢવને દૂર કરવાનો પ્રયાસ કરીશું. તમારી જાણ ખાતર જણાવી દઇએ કે, આ બંને ભાજી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, પોષક તત્વોથી ભરપૂર પણ હોય છે. પરંતુ આ બેઉમાંથી કયું શાક સ્વાસ્થ્યનો અસલી ખજાનો છે એ સવાલનો જવાબ તમને આ લેખમાંથી મળી જશે એવી આશા છે. સરસવની ભાજી અને બથુઆની ભાજી, બંનેના ગુણધર્મો હવે આગળ જોઇશું…

શિયાળામાં સરસવ,બથુઆ (Sarson Bathua)ના ગુણધર્મો
શિયાળામાં સરસવ,બથુઆ (Sarson Bathua)ના ગુણધર્મો

સરસવની ભાજીના પોષક તત્વો

સરસવની ભાજી (Sarson ka Saag, Mustard greens) પોષક તત્વોથી ભરપૂર હોય છે અને એના સેવનથી વિટામિન A, K અને C પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, એમાં ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, ફોલેટ અને એન્ટીઑક્સિડન્ટ્સ પણ અત્યાધિક માત્રામાં હોય છે, જે હાર્ટ હૅલ્થ (Heart Health) માટે અત્યંત ફાયદાકારક સિદ્ધ થાય છે.

બથુઆ અર્થાત્ ચીલની ભાજીના પોષક તત્વો

સરસવની સરખામણીમાં જોઇએ તો બથુઆની ભાજી (Bathua, Chil ni Bhaji)માં પણ અઢળક પોષક તત્વો (Nutrients) મળી રહે છે. ચીલની ભાજી તરીકે જાણીતી આ ભાજીમાં પણ વિટામિન, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક, ફોસ્ફરસ, ફાઇબર અને એમિનો એસિડ ઘણી માત્રામાં ઉપલબ્ધ હોય છે. આ તમામ ઘટકો શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા (Immunity)માં વૃધ્ધિ કરે છે.

શી રીતે બનાવશો સરસવનું શાક? (Sarson nu Shaak Recipe)

સરસવનું શાક (Sarson nu Shaak) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Sarson nu Shaak Ingredients
Sarson nu Shaak Ingredients

સામગ્રી

500 ગ્રામ સરસવના પાન

250 ગ્રામ પાલખ

125 ગ્રામ બથુઆ

100 ગ્રામ મેથી

1 ઈંચ આદુ

8-10 લસણની કળીઓ

3 લીલા મરચાં

1 કપ પાણી

સ્વાદાનુસાર મીઠું

3-4 મોટી ચમચી મકાઈનો લોટ

3 મોટી ચમચી દેશી ઘી અથવા સફેદ માખણ

1 નાની ચમચી જીરું

1 ચપટી હીંગ

1 મોટી ડુંગળી

2 ટમેટાં

વઘાર માટે

1 ઈંચ આદુના લચ્છા

4 બારીક સમારેલી લસણની કળીઓ

2 સૂકા લાલ મરચાં

અડધી ચમચી લાલ મરચું

Sarson nu Shaak Recipe
Sarson nu Shaak Recipe

બનાવવાની વિધિ

1. કૂકરમાં સરસવ, પાલખ, બથુઆ અને મેથીના પાન સારી રીતે ધોઈને ઉમેરવા. આ ઉપરાંત, સમારેલું આદુ, લસણ, લીલા મરચાં, મીઠું અને 1 કપ પાણી ઉમેરવું.

2. મધ્યમ તાપે 4-5 સીટી વાગે ત્યાં સુધી પકાવવું. પ્રેશર રીલિઝ થાય પછી ઢાંકણ ખોલવું.

3. ઢાબા જેવું પરફેક્ટ ટેક્ષ્ચર મેળવવા માટે બાફેલા શાકને મથની કે મૅશર દ્વારા સારી રીતે મૅશ કરી લેવું.

4. હવે એમાં મકાઈનો લોટ થોડો-થોડો કરીને ઉમેરવા જેથી લમ્પ્સ ન પડે! આને જ્યાં સુધી આ શાક ઘટ્ટ અને મખમલી ન બની જાય ત્યાં સુધી ધીમા તાપે 10-15 મિનિટ સુધી પાકવા દો.

5. ત્યાર બાદ એક કડાઈમાં દેશી ઘી કે માખણ ગરમ કરવું. એમાં જીરું, હીંગ અને સૂકા લાલ મરચાનો વઘાર કરવો. પછી બારીક સમારેલું લસણ અને આદુના લચ્છા નાખીને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.

6. બારીક સમારેલી ડુંગળી ઉમેરવી અને પછી સમારેલા ટમેટાં અને લાલ મરચું ઉમેરીને જ્યાં સુધી ઘી અલગ ન થાય ત્યાં સુધી શેકી લેવું.

7. આ તૈયાર વઘારમાં રાંધેલું સરસવનું ઘટ્ટ શાક ( Sarson da Saag or Sarson nu Shaak) મિક્સ કરી લો અને 5 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો જેથી તમામ સ્વાદ પરસ્પર ભળી જાય. ત્યાર બાદ એને (Sarson nu Shaak) મકાઈના રોટલા, ડુંગળીના લચ્છા, લસ્સી કે છાશ અને ગોળ સાથે સર્વ કરવું.


આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!

આ પણ વાંચો: તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…