Ajab Gajab News/ અહીં પ્રાણીઓ આઝાદ છે અને માણસો પિંજરામાં કેદ થાય છે! અનોખા મ્યુઝીયમનો વીડિયો વાયરલ…

નેધરલેન્ડની રાજધાની આમસ્ટર્ડમમાં એક એવું અનોખુ મ્યુઝીયમ છે જેનું નામ આર્ટ ઝૂ મ્યુઝીયમ (Art Zoo Museum Amsterdam) છે. અહિં તમે કોઈ અન્ય વિશ્વમાં…

Ajab Gajab News Trending
Art Zoo Museum Amsterdam...અહિં Horrible પ્રાણીઓ આઝાદ...માણસો પિંજરામાં!

Ajab Gajab News: શું તમે કોઈ એવા મ્યુઝીયમ વિશે સાંભળ્યું છે કે જ્યાં જાનવરો આઝાદ હોય અને માણસોએ પિંજરાની અંદર ફરવું પડે! સાંભળવામાં થોડું અજીબ લાગશે પણ નેધરલેન્ડની રાજધાની આમસ્ટર્ડમમાં એક એવું અનોખુ મ્યુઝીયમ છે જેનું નામ આર્ટ ઝૂ મ્યુઝીયમ (Art Zoo Museum Amsterdam) છે. અહિં ડગ માંડતા જ તમે કોઈ અન્ય વિશ્વમાં પહોંચી ગયા હોય એવો અહેસાસ થશે.

Art Zoo Museum Amsterdam
Art Zoo Museum Amsterdam

Art Zoo Museum Amsterdam

દુનિયાનું એક અનોખું મ્યુઝીયમ (World’s Amazing Museum) જ્યાં જાનવરો ખુલ્લેઆમ રહે છે અને પર્યટકોને સુરક્ષા માટે પિંજરામાં રાખવામાં આવે છે. અહિં લોકોના માથા ઉપર મગરમચ્છ તરતા અને ફરતા જોવા મળે છે! આ અનોખા નજારાનો વિડીયો સોશિયલ મીડિયા (Viral Video Art Zoo)પર લોકોનું ધ્યાન આકર્ષી રહ્યો છે. અહિં માણસો કેદી બની જાય છે અને જાનવરો રાજ કરે છે!

સામાન્ય રીતે આપણે કોઈ મ્યુઝીયમમાં જઈએ છીએ તો ત્યાં રાખેલી વસ્તુઓને કાચની પાછળ અથવા સુરક્ષિત અંતરેથી જોઈએ છીએ, ખાસ કરીને પ્રાણીઓ સંબંધિત મ્યુઝીયમમાં એમના નમૂનાને એક વિશેષ રીતે સજાવવામાં આવે છે. પરંતુ શું તમે કોઈ એવા મ્યુઝીયમ વિશે સાંભળ્યું છે કે જ્યાં જાનવરો આઝાદ હોય અને માણસોએ પિંજરાની અંદર ફરવું પડે! સાંભળવામાં થોડું અજીબ લાગશે પણ નેધરલેન્ડની રાજધાની આમસ્ટડર્મમાં એક એવું અનોખુ મ્યુઝીયમ છે જેનું નામ આર્ટ ઝૂ મ્યુઝીયમ છે. અહિં ડગ માંડતા જ તમે કોઈ અન્ય વિશ્વમાં પહોંચી ગયા હોય એવો અહેસાસ થશે.

Art Zoo Museum Amsterdam.
Art Zoo Museum Amsterdam.

અહિં પ્રાણીઓ નહિં, માણસો માટે પાંજરું (Art Zoo Museum Amsterdam) 

આમસ્ટાડર્મની એક જૂની નહેરના કિનારે 17મી સદીની ઈમારતમાં બનેલા આ મ્યુઝીયમને બે ડચ કલાકારો યાપ સિંકે અને ફેરી ટોંગરેન (Yap Sinkay and Ferry Tongren) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. એની સૌથી અનોખી બાબત તો એની ડિઝાઈન છે. અહિં જાનવરોના નમૂનાઓ (Animal Samples)ને ખુલ્લામાં રાખવામાં આવ્યા છે જ્યારે એમની આસપાસ લોખંડની જાળીઓ લગાવી છે જે પાંજરામાં વચ્ચેછી પર્યટકો (Visitors)ને પસાર થવાનું હોય છે જેથી એ આ પ્રાણીઓને નજીકથી જોઈ શકે. અર્થાત્ અહિં જાનવરોને કેદમાં નહિં પણ માણસોને પિંજરામાં રાખીને જોવાનો એક અનોખો અનુભવ મળે છે!

માથાની ઉપર મગરમચ્છ અને સામે જ ચિત્તો

આ મ્યુઝીયમમાં કેટલાયે એવા નમૂના છે જેમને જોઈને દરેક વ્યક્તિ અજાયબી પામી જશે! અહિં લગભગ 12 ફૂટ લાંબો મગરમચ્છ (Crocodile) મોં ખોલીને લટકેલો જોવા મળશે. એક ખૂણામાં ચિત્તાનો એવો નમૂનો મૂક્યો છે જાણે કે એ આરામ ન કરી રહ્યો હોય! આ ઉપરાંત, લગભગ 6 ફીટ સુધી ફેલાયેલો જાપાની સ્પાઈડર ક્રેબ પણ આકર્ષણનું કેન્દ્ર છે. અહિં પ્રાણીઓના હાડકાં અને નમૂનાઓની સાથે વિલુપ્ત થઈ ચૂકેલા મૅસ્ટોડૉનના અવશેષો પણ રાખવામાં આવ્યા છે.

16 મી સદીના ક્યુરિયોસિટી કેબિનેટથી મળ્યો આ આઇડિયા (Art Zoo Museum Amsterdam) 
16 મી સદીના ક્યુરિયોસિટી કેબિનેટથી મળ્યો આ આઇડિયા (Art Zoo Museum Amsterdam)

16 મી સદીના ક્યુરિયોસિટી કેબિનેટથી મળ્યો આ આઇડિયા (Art Zoo Museum Amsterdam) 

આ અનોખું મ્યુઝીયમ બનાવવા માટે કલાકારોએ જૂના યૂરોપીય વંડરકૅમર અર્થાત્ ક્યુરિયોસિટી કેબિનેટ થી પ્રેરણા લીધી છે. જૂના જમાનામાં અમિર લોકો આવી જગ્યાઓ પર દુર્લભ જાનવરો, હાડકાં અને અનોખી પ્રાકૃતિક વસ્તુઓનો આ રીતે સંગ્રહ કરતા હતો. કલાકારોએ આ જ વિચારને આધુનિક કળાના રુપે પ્રસ્તુત કર્યો છે.

જંગલથી નથી લવાયા આ પ્રાણીઓના નમૂના

મ્યુઝીયમ અંગે એક પ્રશ્ન થાય કે આટલા બધા પ્રાણીઓ ક્યાંથી આવ્યા? કલાકારોના કહેવા પ્રમાણે એમના સંગ્રહમાં સામેલ પ્રાણીઓને જંગલમાંથી પકડીને નથી લવાયા પણ એવા ઝૂમાંથી આ નમૂના મળ્યા જ્યાં આ જાનવરોનુ કુદરતી મૃત્યુ નીપજ્યું હતુ. આ મ્યૂઝીયમમાં વિખ્યાત વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિનની મૂર્તિઓ પણ રાખવામાં આવેલી છે જેમને આ બંને કલાકાર પોતાની પ્રેરણા માને છે અને મજાકમાં પોતાની જોડીના ત્રીજા સભ્ય પણ કહે છે! અહિં જૂના સમયમાં સમુદ્રી રાક્ષસ સમજવામાં આવતા જેની હૅનિવર્સ જેવી અજીબ આકૃતિઓ પણ જોવા મળે છે.

કળા અને ઇતિહાસનો અનોખો અનુભવ

આર્ટ જૂ મ્યુઝીયમ ફક્ત જાનવરોના નમૂનાઓનો સંગ્રહ જ નથી પરંતુ, કળા, ઈતિહાસ અને કુદરત (Art, History and Nature)ને જોવાનો એક અલગ દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરે છે. અહિં પહોંચતા જ આપણને પ્રથમ વાર અહેસાસ થાય છે કે જો પ્રાણીઓ આઝાદ હોય અને માણસો પિંજરામાં…તો દુનિયા કેટલી અલગ હોત!


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :