Jamnagar News/ જામનગરના ધૂડશિયામાં પોલીસનો દરોડો, વિદેશી દારૂની 8 બોટલ સાથે મધ્યપ્રદેશનો શ્રમિક પકડાયો

જામનગરના ધૂડશિયા ગામની વાડીમાંથી(Jamnagar Liquor Case) પંચકોશી પોલીસે વિદેશી દારૂની 8 બોટલ સાથે મધ્યપ્રદેશના શ્રમિકને ઝડપ્યો

Others Gujarat Breaking News
Jamnagar Liquor Case

Jamnagar News: જામનગર તાલુકાના ધૂડશિયા ગામની સીમમાં આવેલી વાડીમાંથી (Jamnagar Liquor Case)પંચકોશી એ ડિવિઝન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની આઠ બોટલ સાથે એક શ્રમિકને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Jamnagar Liquor Case :વાડીમાં દરોડો પાડી શ્રમિકને ઝડપ્યો

પોલીસના જણાવ્યા અનુસાર, ધૂડશિયા ગામ(Dhudashiya Village)ની કોસરીયા સીમમાં આવેલી કમલેશભાઈ વલ્લભભાઈની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન ત્યાંથી રાજુ ગણપતભાઈ રાવત (ઉ.વ.23), મૂળ રહે. કુળવત ગામ, અલીરાજપુર, મધ્યપ્રદેશ, હાલ ધૂડશિયા ગામ, વાડીમાં રહેતા, મળી આવ્યો હતો.

રૂ. 800નો વિદેશી દારૂ જપ્ત

પંચકોશી એ ડિવિઝન પોલીસ(Panchkoshi Police)ની ટીમે તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ(Foreign Liquor)ની પ્લાસ્ટિકની આઠ બોટલ, કિંમત રૂ. 800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ(Prohibition Act) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો:રાજકોટમાં RMC આવાસના ક્વાર્ટરમાંથી રૂ. 15.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ચાર શખ્સ પકડાયા
આ પણ વાંચો:જામનગર-રાજકોટ હાઇવે પરના ગોડાઉનમાંથી 19,522 વિદેશી દારૂની બોટલ જપ્ત, એકની ધરપકડ
આ પણ વાંચો:વડોદરા: કોટંબીના ગોડાઉનમાંથી વિદેશી દારૂની 66,432 બોટલ જપ્ત, રૂ. 1.28 કરોડનો મુદ્દામાલ કબજે