Surya Gochar 2026: 16 નવેમ્બર 2026ના રોજ ગ્રહોના રાજા સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ રાશિ પરિવર્તન (Surya Gochar 2026)થી 3 રાશિઓના જાતકોની વધશે મુશ્કેલી!
વૈદિક જ્યોતિષ (Astrology)માં સૂર્યના રાશિ પરિવર્તનને વિશેષ માનવામાં આવે છે. સૂર્યની ચાલમાં પરિવર્તન થવાથી તમામ 12 રાશિઓ (Zodiac Signs)ના જીવન, નોકરી, સ્વાસ્થ્ય અને માન-સન્માન સાથે જોડાયેલી બાબતો પર અસરો પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 16 નવેમ્બર 2026 (16 November 2026)ના રોજ ગ્રહોના રાજા સૂર્ય તુલા રાશિમાંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનું આ ગોચર 16 ડિસેમ્બર 2026 સુધી રહેશે. આ દરમિયાન કેટલાક રાશિના જાતકોને ધન, સ્વાસ્થ્ય અને કામકાજ વિષયક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને 3 રાશિઓના લોકોએ આ સમયે થોડા સંભાળીને રહેવાની જરુર રહેશે. તો ચાલો જાણીએ કે આ 3 રાશિઓ કઈ છે?
સૂર્ય ગોચરથી આ 3 રાશિઓ રહે અત્યંત સાવધાન (Surya Gochar 2026)
સૂર્યના આ રાશિ પરિવર્તનથી ખાસ કરીને આ 3 રાશિઓના લોકોએ આ સમયે થોડા સંભાળીને રહેવાની જરુર રહેશે.

મિથુન રાશિ (Gemini)
મિથુન રાશિના જાતકો માટે સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર કેટલીક સમસ્યાઓ લઇને આવી શકે છે. આ દરમિયાન સૂર્ય તમારા છઠ્ઠા ભાવમાં રહેશે. આ સંજોગોમાં કાર્યક્ષેત્રે વિરોધીઓથી સતર્ક રહેવાની જરુર રહેશે. કોઈની વાતોમાં આવીને તમારા કામથી ધ્યાન ભટકવા ન દેવું. ગુસ્સામાં આવીને કોઈ પણ નિર્ણય લેવાનું કે જવાબ આપવાનું ટાળવું. સ્વાસ્થ્ય વિષયક બાબતોમાં બેદરકારીથી ન વર્તવું. ખાસ કરીને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓને નજરઅંદાજ ન કરવી. કૌટુંબિક જીવનમાં પણ સમજી-વિચારીને બોલવું. મોસાળ પક્ષના લોકો સાથે વાતચીત કરતી વખતે વાણી પર સંયમ રાખવો. તમારી કોઈ વાત સંબંધોમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે. આથી આ આખોય સમય ધૈર્ય અને સમજદારીપૂર્વક વર્તવું.

તુલા રાશિ (Libra)
તુલા રાશિના જાતકો માટે સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર આર્થિક અને કૌટુંબિક જીવનમાં કેટલાક પડકારો લાવી શકે છે. આ દરમિયાન સૂર્ય તમારા બીજા ભાવમાં રહેશે. આ ભાવ ધન અને વાણી સાથે જોડાયેલો છે. આ સંજોગોમાં વાતચીત કરતી વખતે પોતાના શબ્દો પર ખાસ ધ્યાન આપવું. ગુસ્સામાં કહેલી કોઈ પણ વાત પરિવારના લોકો અથવા અંગત લોકો સાથે અણબનાવ કરાવી શકે છે. આર્થિક બાબતોમાં પણ સમજી-વિચારીને પગલાં લેવા. પૂર્ણ માહિતી મેળવ્યા વિના રોકાણ કરવાથી અથવા તો નાણાકીય નિર્ણય લેવાથી બચવું. વેપાર કરનારા લોકોએ પણ લેવડ-દેવડમાં સાવધાનીથી વર્તવું. કોઈ નવો સોદો કરતા પહેલા તમામ જરુરી વાતોની સારી રીતે તપાસ કરી લેવી. ઉતાવળ કરવા કરતાં સમજદારીથી કામ લેવું તમારા માટે ઉત્તમ રહેશે.

ધનુ રાશિ (Sagittarius)
ધનુ રાશિના જાતકો માટે સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર કેટલાક ઉતાર-ચડાવ લઇને આવશે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ તો વધશે પરંતુ અતિ આત્મવિશ્વાસના કારણે કોઈ ભૂલ ન કરવી. નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલી બાબતોમાં દરેક પગલું સમજી-વિચારીને ઉઠાવવું. ખાસ કરીને વિદેશમાં વેપાર કરનારા લોકોએ સતર્ક રહેવાની જરુર છે. કોઈ પણ નવી સમજૂતી પર સંમતિ આપતા પહેલા એની શરતોને સારી રીતે વાંચી લેવી. પૈસાની લેવડ-દેવડમાં સાવધાનીપૂર્વક વર્તવું. સમજ્યા-વિચાર્યા વિના કોઈ મોટો નિર્ણય લેવાથી બચવું. જરુર પડે તો અનુભવી લોકોની સલાહ અવશ્ય લેવી. આ દરમિયાન ધૈર્ય અને સમજદારીથી કામ લેવું તમારા માટે ફાયદાકારક રહેશે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
