Dharma & Bhakti/ દેવ ઉઠી અથવા પ્રબોધિની એકાદશી ક્યારે છે….20 કે 21 નવેમ્બરે? આ દિવસે કરો આ 5 અચૂક ઉપાયો…સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ!

જીવનમાં સૌભાગ્ય જાળવી રાખવા માટે દેવઉઠી એકાદશી (Devuthi Ekadashi 2026)એ તુલસીના છોડ પર લાલ ચુંદડી ચડાવવી અને વિષ્ણુ ભગવાનને એકાક્ષી નારિયેળ…

Trending Religious Rashifal Dharma & Bhakti
Devuthi Ekadashi 2026...તુલસી વિવાહના દિવસે કરવાના Effective ઉપાયો!

Dharm & Bhakti: જ્યોતિષ પંચાગ અનુસાર, આ વર્ષે દેવઉઠી અગિયારસ અર્થાત્ પ્રબોધિની એકાદશીનું પાવન પર્વ ઉજવાશે અને વૈષ્ણવ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ 21 નવેમ્બર 2026 (Devuthi Ekadashi 2026, 21 November)ના રોજ આ વ્રત રાખશે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એકાદશીનું મહત્વ વિશેષ છે. આ પર્વ પર જ ચાર મહિનાનો ચાતુર્માસ સમાપ્ત થશે અને આ જ દિવસે ભગવાન વિષ્ણુ પોતાની યોગનિદ્રામાંથી જાગૃત થાય છે.

ચાતુર્માસના સમાપન સાથે ફરીથી લગ્ન અને અન્ય માંગલિક કાર્યોની શરુઆત થઈ જાય છે. આ સાથે જ આ શુભ અવસર પર ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના લગ્ન (Tulsi Vivah) અર્થાત્ તુલસી વિવાહનું પણ વિધાન છે. તો ચાલો જાણીએ દેવઉઠી એકાદશીના આ વિશેષ ઉપાયો અંગે… જે તમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિની વર્ષા લાવી શકે છે.

દેવઉઠી અગિયારસના દિવસે કરો આ ઉપાયો (Devuthi Ekadashi 2026 Upay)

Devuthi Ekadashi 2026- તુલસી સમક્ષ ઘીનો દીવો કરવો
Devuthi Ekadashi 2026- તુલસી સમક્ષ ઘીનો દીવો કરવો

1. આર્થિક સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે આ દિવસે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો અને એને પ્રસાદના રુપમાં પતાસા અર્પણ કરવા. આ ઉપરાંત, ભગવાન વિષ્ણુની વિધિવત્ પૂજા કરો અને પૂજા સમયે કેટલાક સિક્કા અને કોડીઓ અવશ્ય રાખવી. જ્યારે પૂજા સમાપ્ત થાય ત્યારે સિક્કા અને કોડીઓને પોતાની તિજોરીમાં મૂકી દેવા.

2. જીવનમાં સૌભાગ્ય જાળવી રાખવા માટે દેવઉઠી એકાદશીએ તુલસીના છોડ પર લાલ ચુંદડી ચડાવવી અને શ્રી વિષ્ણુ ભગવાનને એકાક્ષી નારિયેળ અર્પિત કરવું.

Devuthi Ekadashi 2026- પંજરીનો પ્રસાદ ધરાવવો
Devuthi Ekadashi 2026- પંજરીનો પ્રસાદ ધરાવવો

3. જીવનમાં પ્રસન્નતા જાળવી રાખવા માટે આ દિવસે પંજરીનો પ્રસાદ બનાવવો અને એમાં કેળાના ટુકડા અને આખા તુલસીના પાન પણ ઉમેરવા. ત્યાર બાદ ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરીને આ પ્રસાદ એમને અર્પણ કરવો. ત્યાર બાદ બાકીનો બચેલો પ્રસાદ પરિવારના તમામ સભ્યોમાં વહેંચી દેવો.

4. સારી આવક માટે આ દિવસે ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ને હળદરનું તિલક કરો અને તુલસીદળથી એમની પૂજા કરો.

Devuthi Ekadashi 2026- પતિ-પત્નીએ દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને શ્રી વિષ્ણુને અર્પણ કરવું
Devuthi Ekadashi 2026- પતિ-પત્નીએ દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને શ્રી વિષ્ણુને અર્પણ કરવું

5. જો તમારા લગ્નજીવનમાં મુશ્કેલીઓ (Marriage Life Problems) આવી રહી હોય તો પતિ-પત્ની બંનેએ મળીને દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને શ્રી વિષ્ણુને અર્પણ કરવું જોઇએ. જો તમારી દીકરીના વિવાહમાં કોઈ પ્રકારની અડચણ આવી રહી હોય તો આ દિવસે તમારે 5 તુલસી દળ લઈને એના પર હળદરનું તિલક લગાવીને શ્રી હરિને અર્પણ કરવા જોઇએ.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: