Rajkot News: રાજકોટ જિલ્લાના હલેન્ડા ગામે વીજ કરંટ (Electric Shock) લાગવાથી વૃદ્ધ દંપતીનાં કરુણ મોત નીપજ્યાં છે. ખેતરમાં 11 KVનો જીવંત વાયર તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં માતા-પિતાને બચાવવા ગયેલા પુત્ર અને પુત્રવધૂ પણ દાઝી ગયા હતા.
Electric Shock: ખેતરમાં 11 KVનો જીવંત વાયર તૂટી પડ્યો
હલેન્ડા ગામે (Halenda Village) ખેતરમાં 11 KVનો જીવંત વીજવાયર તૂટી પડ્યો હતો. વાયરના સંપર્કમાં આવતાં ગાંડુભાઈ અને કાંતાબેન વાવડીયાને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં દંપતીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
માતા-પિતાને બચાવવા દોડી ગયેલા પુત્ર અને પુત્રવધૂ પણ વીજ કરંટ (Electric Shock)થી દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
જર્જરિત વીજવાયરો અંગે અગાઉ રજૂઆત કર્યાનો આક્ષેપ
આ ઘટનાને પગલે જર્જરિત વીજવાયરો અંગે અગાઉ રજૂઆત કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ, ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ અને (PGVCL)ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: મોબાઈલ ચાર્જર બન્યું મોતનું કારણ! વીજ કરંટ લાગતાં 17 વર્ષીય કિશોરનું મોત
આ પણ વાંચો: ન્યૂ એરા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીના વીજ કરંટથી મોત મામલે પેરેન્ટ્સ એસોસિએશનની CMને રજૂઆત
આ પણ વાંચો: મેરિલ કંપનીમાં વીજ કરંટથી કામદારનું મોત, 7 ઘાયલ; બેદરકારીના આક્ષેપ વચ્ચે તપાસ શરૂ
