Dev Diwali 2026: આવતી કાલે અર્થાત્ 24 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમા (Kartik Poornima 2026, 24 November 2026) છે. કાર્તિક પૂર્ણિમાને દેવ દિવાળી (Dev Diwali 2026) પણ કહે છે. આ દિવસે પવિત્ર નદીઓ અને સરોવરોમાં સ્નાન, પૂજા-પાઠ અને દીપ દાનનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે કાર્તિક પૂર્ણિમાએ ગંગા અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસ હરિહરને સમર્પિત છે. અર્થાત્ આ દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ (Lord Shiva and Lord Vishnu) બંનેની પૂજા કરવાથી લાભ મળે છે. કાર્તિક પૂર્ણિમાને દેવ દિવાળી (Dev Diwali 2026) પણ કહે છે. આ અવસર પર કાશી સહિત અનેક સ્થળોના ઘાટને દીવડાઓથી સજાવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ વખતે કાર્તિક પૂર્ણિમાએ સ્નાન-દાનનું શુભ મુહૂર્ત કયું રહેશે?
કાર્તિક પૂર્ણિમા 2026 ક્યારે? (Kartik Poornima 2026)
જ્યોતિષ પંચાંગ અનુસાર, કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા 23 નવેમ્બરે રાત્રે 11:42 કલાકથી શરુ થઈને 24 નવેમ્બરે રાત્રે 08:23 કલાક સુધી રહેશે. ઉદયા તિથિ અનુસાર, કાર્તિક પૂર્ણિમા 24 નવેમ્બર 2026ના રોજ મંગળવારે મનાવવામાં આવશે. આ જ દિવસે પૂર્ણિમાનું સ્નાન અને દાન કરવામાં આવશે.

કાર્તિક પૂર્ણિમા સ્નાન-દાનનું શુભ મુહૂર્ત (Kartik Poornima 2026 Shubh Mahurat)
કાર્તિક પૂર્ણિમાએ સવારના સમયે સ્નાન અને દાન કરવાનું વિશેષ શુભ માનવામાં આવેલું છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવાથી અને પૂજા-પાઠ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન-દાન પછી સવાર અને સાંજે પૂજા તેમજ દીપદાન માટે પણ અલગ મુહૂર્ત છે એ વિશે જાણીએ…
બ્રહ્મ મુહૂર્ત – સવારે 5 વાગીને 03 મિનિટથી સવારે 05 વાગીને 57 મિનિટ સુધી (54 મિનિટનું મુહૂર્ત)
પૂજા પાઠનો સમય- સવારે 05 વાગીને 57 મિનિટથી સવારે 07 વાગીને 47 મિનિટ સુધી
ચંદ્રોદયનો સમય – સાંજે લગભગ 5 વાગ્યા પછી
પ્રદોષ કાળ – સાંજે 5 વાગીને 08 મિનિટથી સાંજે 07 વાગીને 47 મિનિટ સુધી
સવારે પૂજા-પાઠ દરમિયાન સાંજે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત પૂજા સાથે ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે. ત્રણેયની પૂજા માટે પ્રદોષ કાળનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે. પૂજા પાઠ દરમિયાન ભગવાનને ફળ, ફૂલ, મીઠાઈ, ધૂપ દીપ વગેરે અર્પણ કરીને પછી દીપદાન કરવુંય આ દરમિયાન, પવિત્ર નદીઓના તટે દીવા અવશ્ય પ્રગટાવવા. જો એવું સંભવ ન હોય તો ઘરની આસપાસ જ્યાં જળાશય હોય ત્યાં દીવો પ્રગટાવી શકો છો. આ ઉપરાંત, ઘરની છત, રસોડામાં, તુલસીના છોડ પાસે, ઉંબરે અને ભગવાનના મંદિરમાં પણ એક-એક દીવો અવશ્ય પ્રગટાવવો.

કાર્તિક પૂર્ણિમાએ દીપ દાન કેમ કરવામાં આવે છે?
આ પરંપરા સદીઓ પુરાણી છે. આ દિવસે નદી, સરોવર, મંદિર અને નિવાસસ્થાનોએ દીવા પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છએ કે પવિત્ર સ્થળોએ દીપ દાન (Deep Daan) કરવાથી પુણ્ય મળે છે. શ્રદ્ધાળુ ગંગા ઘાટ (Ganga River) પર માટીના દીવા પ્રગટાવીને નદીમાં પ્રવાહિત કરે છે. દીપદાનથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. દીવાને અંધકાર દૂર કરવાનું અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. આથી જ કાર્તિક પૂર્ણિમાએ દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છએ.
કાર્તિક પૂર્ણિમાએ શી રીતે કરવું સ્નાન અને પૂજા? (Kartik Poornima 2026 Puja vidhi)
કાર્તિક પૂર્ણિમાએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવાની પરંપરા છે. જો સંભવ હોય તો કોઈ પવિત્ર નદી, સરોવર અથવા તીર્થ સ્થળે સ્નાન કરવું. જો બહાર જવું સંભવ ન હોય તો ઘરે જ થોડું ગંગાજળ મિક્સ કરીને પાણીથી સ્નાન કરી શકો છો. સ્નાન પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરવું. પૂજામાં દીવો પ્રગટાવવો અને પોતાની શ્રદ્ધા અનુસાર ફળ, ફૂલ અને મીઠાઈ અર્પિત કરવી. ત્યાર બાદ, જરુરિયાતમંદ લોકોને અન્ન, ફળ, વસ્ત્ર અને મીઠાઈ તથા ધનનું દાન કરવું.
સાંજે ઘરના મંદિર અને તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવોય સંભવ હોય તો કોઈ મંદિર, નદી કે સરોવર પાસે પણ દીપ દાન કરવું. ચંદ્રમાનું દર્શન કરીને પ્રાર્થના કરવી. કાર્તિક પૂર્ણિમાના દિવસને પૂજા-પાઠ, સ્નાન, દાન અને સેવા દ્વારા આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરવાનો અવસર માનવામાં આવે છે. આ દિવસે પોતાની શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર ધાર્મિક કાર્ય કરવું.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
