Health Tips: આજકાલ વાળ ખરવાની સમસ્યા (Hair Fall Problem) લોકોમાં ઝડપથી વધી રહી છે. સામાન્ય પણે લોકોને એમ જ લાગે છે કે ખરાબ ખાણી-પીણી, બગડેલી લાઈફસ્ટાઈલ, જરુરથી વધુ સ્ટ્રેસ હેરફોલનું કારણ છે. પરંતુ આમ નથી! તમારી ખરાબ ગટ હૅલ્થ પણ વાળ ખરવાનું એક મોટું કારણ હોઈ શકે છે. આયુર્વેદિક એક્સપર્ટના જણાવ્યાનુસાર, તમે ગમે તેટલો મોંઘો શેમ્પૂ કે હેર કેર પ્રોડક્ટ્સ વાપરશો પણ તમારા આંતરડા (Intestine)નું સ્વાસ્થ્ય સારું નહિં હોય તો એની અસર તમારા વાળની ક્વૉલિટી પર પણ પડી શકે છે. આ સંજોગોમાં જાણીએ કે ખરાબ ગટ હૅલ્થ (Gut Health) પણ એક રીતે વાળ ખરવાની સમસ્યા બની શકે છે.

ખરાબ ગટ હૅલ્થ કઈ રીતે હેર ફોલ (Hair Fall Problem)નું કારણ બને છે?
એક્સપર્ટના મતે, જો તમારા ગટમાં લીકી ગટ સિન્ડ્રોમ, સોજા અથવા પછી ગટ માઇક્રોબાયોમનું અસંતુલન (Leaky gut syndrome, inflammation, or imbalance of the gut microbiome) જેવી સમસ્યા હોય તો એની અસર શરીરના પોષક તત્વોના અવશોષણ પર પણ પડી શકે છે. આ સ્થિતિમાં શરીર આયર્નને યોગ્ય રીતે અવશોષિત કરી શકતું નથી. આયર્નની ઉણપ હોવાથી વાળનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે અને હેર ફૉલની સમસ્યા વધી શકે છે. આથી વાળના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ગટ હૅલ્થનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે.

આ વસ્તુઓની ઉણપથી ખરે છે વાળ
એક્સપર્ટના મતે, હેર ફોલ મુખ્ય રુપે આયર્ન, ઝીંક, બાયોટિક અને વિટામિન ડીની ઉણપથી (Vitamin D Deficiency) પણ ખરે છે. આથી તમારા શરીરમાં આ પોષક તત્વોની કમી ન થવા દેવી. વિટામિન ડી માટે દરરોજ 20 મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં બેસવું. તાજી શાકભાજી અને ફળોથી તમને બાયોટિન અને કોલેજન મળી શકે છે. ડાયેટમાં નટ્સ અને સીડ્સને સામેલ કરવાથી તમે ઝીંકની ઉણપને દીર કરી શકો છો. વળી લીલી પાંદડાવાળી શાકભાજીથી આયર્નની ઉણપ દૂર થઈ શકે છે.
આ ઉપરાંત, ગટ અને કોલનને સાફ કરવા માટે તમારા ડાયેટમાં ત્રિફળા પાવડર (Trifala Powder)ને સામેલ કરવો. રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી ત્રિફળા પાવડર નાખીને પંદર દિવસ સુધી પીવો. આ પીણું તમારી બૉડીને ડિટૉક્સ કરવામાં અત્યંત સહાયક સિદ્ધ થશે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો : ખરતા વાળની સમસ્યાથી છો પરેશાન? નાળિયેર તેલમાં મિક્સ કરો આ ૩ વસ્તુઓ, વાળ બનશે મજબૂત
આ પણ વાંચો : તમારા વાળ પણ થઈ જાય છે ફ્રીઝી…રુખા-સૂખા..! આ ટિપ્સ અજમાવો…સ્મૂધ અને શાઈની લાગશે!
આ પણ વાંચો : શિયાળામાં રુખા વાળની સંભાળ શી રીતે રાખશો? નોંધી લો હેર કેરની આ અનમોલ ટિપ્સ…
