Food Recipe: પાલખ કોર્ન ચીઝ પરોઠા (Palak Corn Cheese Paratha Recipe)ની ખાસિયત એ છે કે એ ઠંડા થયા બાદ પણ નરમ અને સ્વાદિષ્ટ લાગે છે તેથી લંચબોક્સમાં લઈ જવા માટે આ ઉત્તમ રેસિપી છે.
શિયાળાની ઋતુમાં બાળકોના ટિફિન (Lunch Box) માટે દરરોજ કંઇક એવું બનાવવું જોઈએ જે સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ પૌષ્ટિક પણ હોય! દરેક માતા માટે આવું કરવું એક ચેલેન્જ સમાન હોય છે…મોટાભાગે બાળકો લીલી શાકભાજી અને ખાસ કરીને પાલખ, મેથી વગેરે ભાજી ખાવાથી મોઢું ફેરવતા હોય છે. પરંતુ જો આ પાલખમાં સ્વીટ કોર્ન અને બાળકોની મનપસંદ મેલ્ટેડ ચીઝ મિક્સ કરેલી હોય તો એની વાનગી બાળકો હોંશે-હોંશે ખાશે! પાલખમાં ભરપૂર આયર્ન અને વિટામિન્સ હોય છે જ્યારે કોર્ન એનર્જી આપે છે અને ચીઝથી પ્રોટીન અને કેલ્શિયમ મળે છે.
પાલખ કોર્ન ચીઝ પરોઠાની ખાસિયત એ છે કે એ ઠંડા થયા બાદ પણ નરમ અને સ્વાદિષ્ટ લાગે છે તેથી લંચબોક્સમાં લઈ જવા માટે આ ઉત્તમ રેસિપી છે. તો ચાલો જોઈ લઇએ પાલખ, કોર્ન અને ચીઝ પરોઠાની સરળ રેસિપી વિશે…
પાલખ, કોર્ન અને ચીઝ પરોઠા… હૅલ્ધી રેસિપી
આ એક એવી રેસિપી છે જે હૅલ્ધી તો છે જ કારણ કે, એમાં ગુણકારી પાલખની ભાજીના અનેક પોષક તત્વો સમાવિષ્ટ હોય છે. પાલખ કોર્ન ચીઝ પરોઠા (Palak Corn Cheese Paratha Recipe) હૅલ્થ માટે લાભકારક હોવાની સાથોસાથ ટેસ્ટી રેસિપી (Tasty & Healthy Recipe) છે જેને ફટાફટ તૈયાર કરી શકાય છે. પાલખ (Spinach) એવી ભાજી છે જેમાં આયર્ન, વિટામિન અને મિનરલ્સ (Iron, Vitamins, Minerals) ભરપૂર માત્રામાં હોય છે. આમ જોઇએ તો બાળકો પાલખ ખાવાથી મોં ફેરવતા હોય છે, પણ આ રીતે પાલખ (Kids’ Recipe) ખવડાવશો તો એ હોંશે-હોંશે ખાશે!
આ સંજોગોમાં તમે જો પરિવાર માટે નાસ્તો બનાવવાનો સરળ અને હૅલ્ધી વિકલ્પ શોધી રહ્યાં હો તો ફટાફટ પાલખ, કોર્ન અને ચીઝ પરોઠા બનાવીને ખાઈ શકો છો. આ કેવળ હૅલ્ધી જ નહિં પણ ઝડપથી બની જતી રેસિપી છે આથી તમને વધુ વાર પણ નહિં લાગે! આ રેસિપીમાં આયર્ન ઉપરાંત, વિટામિન અને પણ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને અંદરથી સ્વસ્થ, મજબૂત અને એનર્જેટિક બનાવવામાં મદદ કરે છે. કોર્ન એનર્જી આપે છે અને ચીઝથી પ્રોટીન અને કેલ્શિયમ મળે છે.
શી રીતે બનાવશો પાલખ, કોર્ન અને ચીઝ પરોઠા? (Palak Corn Cheese Paratha Recipe)
પાલખ, કોર્ન અને ચીઝ પરોઠાની રેસિપી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

લોટ બાંધવાની સામગ્રી
2 કપ ઘઉંનો લોટ
1 કપ બારીક સમારેલી પાલખ
1 ચમચી તેલ
સ્વાદાનુસાર મીઠું
નવશેકું પાણી જરુર મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
1 કપ ઉકાળેલા સ્વીટ કોર્ન
1 કપ છીણેલું મોઝરેલા કે પ્રોસેસ્ડ ચીઝ
1 બારીક સમારેલી ડુંગળી
અડધી ચમચી ચિલી ફ્લેક્સ
અડધી ચમચી ઓરેગાનો
અડધી ચમચી કાળા મરીનો પાવડર
સ્વાદાનુસાર મીઠું

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ પાલખના પાનને સારી રીતે ધોઈને સાફ કરી લેવા. તમે ઈચ્છો તો પાલખને હળવી બ્લાન્ચ કરીને એની પ્યૂરી બનાવી શકો છો અથવા તો તદ્દન બારીક સમારી શકો છો.
2. હવે એક કથરોટમાં ઘઉંનો લોટ, મીઠું, એક ચમચી તેલ અને પાલખ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. થોડું-થોડું નવશએકું પાણી ઉમેરીને નરમ લોટ બાંધી લેવો. લોટને ઢાંકીને 15 મિનિટ સુધી સેટ થવા માટે મૂકવો.
3. એક બાઉલમાં હળવા ક્રશ કરેલા ઉકાળેલા કોર્ન (Corn), છીણેલું ચીઝ (Cheese), બારીક સમારેલી ડુંગળી, ઓરેગાનો, ચિલી ફ્લેક્સ, કાળા મરીનો પાવડર અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. ચીઝમાં પણ મીઠું હોય છે એટલે મીઠું સાચવીને ઉમેરવું.
4. હવે લોટની મધ્યમ આકારના લુવા લો અને એને થોડા વણી લો. વચ્ચે 2 ચમચી તૈયાર કરેલી કોર્ન-ચીઝનું સ્ટફિંગ મૂકો. કિનારીઓને વાળીને બંધ કરી લેવી જેથી સ્ટફિંગ બહાર ન નીકળે!
5. અટામણ લગાવીને હોળ કે ત્રિકોણ આકારના પરોઠા વણી લેવા.
6. તવી ગરમ કરીને પરોઠા ઉમેરવા અને એક તરફ હળવા શેકીને પલટાવી દેવા અને બંને તરફ દેશી ઘી કે માખણ લગાવીને મધ્યમ તાપે સોનેરી અને ક્રિસ્પી થાય થાય ત્યાં સુધી શેકી લેવા. આ પ્રમાણે તમામ પરોઠા શેકી લેવા.
તો તૈયાર છે તમારા પાલખ કોર્ન ચીઝ પરોઠા….જેને તમે લીલી ચટણી, કેચ અપ અથવા ચા સાથે ખાઈ શકો છો. આ Winter Recipe એમ જ ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. બાળકોને લંચબોક્સમાં ભરી આપવા માટે બેસ્ટ ઑપ્શન છે.
આ પણ વાંચો: શિયાળામાં હૅલ્ધી નાસ્તો છે મગની દાળ અને પાલખની ચીલા…પ્રોટીન અને આયર્નથી ભરપૂર…
આ પણ વાંચો: 1 જ કપ મગનીદાળ અને મુઠ્ઠીભર પાલખમાંથી પ્રોટીન-આયર્નથી ભરપૂર ક્રિસ્પી પુરી…બાળકોની મનપસંદ રેસિપી..!
આ પણ વાંચો: ફટાફટ ટેસ્ટી-હૅલ્ધી પાલખ ઇડલી બનાવો, બાળકોને ખવડાવો..ખુશ થઇ જશે!!
