tips and tricks/ ધોયા વિના, ડ્રાય ક્લીન કરાવ્યા વિના જેકેટને શી રીતે કરવું સાફ….આ ટ્રિક કારગર સાબિત થશે!

લાંબા સમય સુધી ઊનના કપડાં અને જેકેટ્સને રાખ્યા બાદ જ્યારે સિઝનમાં બહાર કાઢીએ છીએ તો એમાંથી અજીબ સ્મેલ આવવા લાગે છે. આ Jacket Cleaning Tips…

Trending Tips & Tricks Lifestyle
Jacket Cleaning Tips...આ 5 Effective ટિપ્સને અજમાવો અને ડ્રાય ક્લીનિંગની જરુર નહિં પડે!

Tips and Tricks: Jacket Cleaning Tips : શિયાળામાં કપડાને મોટા ભાગે લોકો સાફ કરીને, ધોઈને અથવા તો ડ્રાય ક્લીન કરાવીને રાખે છે કારણ કે, ગંદા કપડામાં ફૂગ લાગવાનું જોખમ રહે છે. જો કે લાંબા સમય સુધી ઊનના કપડાં અને જેકેટ્સને રાખ્યા બાદ જ્યારે સિઝનમાં બહાર કાઢીએ છીએ તો એમાંથી અજીબ સ્મેલ આવવા લાગે છે. ભલે ને તમે જેકેટ્સને સાફ કરીને મૂક્યું હોય તો પણ બંધ રહેવાને કારણે કપડામાંથી ગંધ આવે છે. જો કે, આ માટે ફરીથી જેકેટને ધોવાની જરુર નથી. તમે કેવળ આ ટિપ્સને (Jacket Cleaning Tips) અજમાવીને જેકેટને ક્લીન કરી શકો છો. આ રીતે ડ્રાય ક્લીન કરાવ્યા વના પણ તમારું જેકેટ ચમકવા લાગશે અને વાસ (Smell) દૂર થઈ જશે!

જેકેટ અને કોટને સાફ કરવાની રીત ( Jacket Cleaning Tips)
જેકેટ અને કોટને સાફ કરવાની રીત ( Jacket Cleaning Tips)

જેકેટ અને કોટને સાફ કરવાની રીત ( Jacket Cleaning Tips)

લાંબા સમય સુધી ઊનના કપડાં અને જેકેટ્સને રાખ્યા બાદ જ્યારે સિઝનમાં બહાર કાઢીએ છીએ તો એમાંથી અજીબ સ્મેલ આવવા લાગે છે.  જો કે, આ માટે ફરીથી જેકેટને ધોવાની જરુર નથી. તમે કેવળ આ ટિપ્સને અજમાવીને જેકેટને ક્લીન કરી શકો છો.

ડાઘા અને ધબ્બા ચેક કરવા (Check Stains on Jacket)

જે પણ જેકેટ અથવા કોટને સાફ કરવા હોય એને કોઈ સ્વચ્છ અને સપાટ જગ્યાએ ફેલાવી દો. આ માટે તમે તમારા બેડ પર પ્લાસ્ટિક શીટ પાથરીને એની ઉપર જેકેટને પાથરી શકો છો. હવે જ્યાં પણ ધૂળ, માટી કે અન્ય ખાવા-પીવાના ડાઘા લાગ્યા હોય એમને સારી રીતે ચૅક કરી લો. આ ડ્રાય ગંદકીને મુલાયમ બ્રશની મદદથી દૂર કરી લો.

સફાઈનું મિશ્રણ તૈયાર કરો (Make Cleaning Mixture)

એક મગમાં થોડું નવશેકું પાણી લો. એમાં થોડો કપડા ધોવાનો કોઈ પણ ડિટર્જન્ટ નાખો. બેકિંગ સોડા અને થોડા ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને એક ઘોળ તૈયાર કરવો.

ડાઘવાળી જગ્યાને સ્વચ્છ કરવી (Clean the stains)

હવે એક સાફ સુતરાઉ કપડું અથવા જૂનો રુમાલ લેવો અને એમાં તૈયાર મિશ્રણમાં પલાળીને સારી રીતે નીચોવી લો. ધેયાન રાખવું કે કપડું વધુપડતું ભીનું ન હોય…આ કપડા વડે જેકેટ અથવા કોટ પર લાગેલા ડાઘ હળવા હાથેથી સાફ કરી લો. સફાઇ માટે જે કપડું વાપરો એનો રંગ ન નીકળવો જોઇએ નહિં તો જેકેટ પર એનો ડાઘ લાગી શકે છે.

આખા જેકેટ અને કોટને સાફ કરો (Clean with Water)

હવે ચોખ્ખા પાણીમાં બોળેલું એક કપડું લઇને જેકેટના આગળ અને પાછળના તમામ ભાગોને ધીમે-ધીમે લૂછી લેવા. ધ્યાન રાખવું કે કપડાને ઘણું ભીનું ન કરવું અને ન તો જોરથી ઘસવુંય આ રીતે તમે કોટ કે જેકેટના કોલર પણ સાફ કરી શકો છો.

કપડાને સારી રીતે સૂકવો (Dry the Jacket thoroughly)

સફાઈ બાદ જેકેટ અને કોટને કોઈ હવાદાર સ્થળે હેન્ગરમાં લટકાવીને પૂરી રીતે સુકાવા દેવું. જો કપડાના કેર લેબલમાં તડકે સૂકવવાની મનાઈ હોય તો છાયામાં જેકેટને સૂકવવું. કપડામાં ભેજ હોય ત્યાં સુધી એને જરા પણ કબાટમાં ન મૂકવું.

સાફ જેકેટને આ રીતે સુરક્ષિત રાખો ( Jacket Cleaning Tips)

જ્યારે જેકેટ અને કોટ પૂરી રીતે સુકાઈ જાય ત્યારે એને સારી રીતે ફોલ્ડ કરીને સ્વચ્છ અને બંધ કબાટમાં મૂકો. સ્ટોર કરવા માટે સાફ ફેબ્રિક બેગ અથવા કપડાના કવરનો ઉપયોગ કરવો. જેથી એની પર ફરીથી ધૂળ કે માટી જામવાની આશંકા નહિં રહે.

સફાઈ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન ( Jacket Cleaning Tips)
સફાઈ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન ( Jacket Cleaning Tips)

સફાઈ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન ( Jacket Cleaning Tips)

1. કોઈ પણ ક્લીનિંગ મિશ્રણને આખા કપડા પર લગાવતા પહેલા એને અંદરની તરફ એક નાના હિસ્સા પર પૅચ ટેસ્ટ કરી લેવો.

2. ઊન, લેધર (Woolen Jacket, Leather Jacket) અને ડ્રાય ક્લિન ઓન્લી લેબલવાળા જેકેટ પર આ ઘરગથ્થુ પ્રયોગ ન કરવો.

3. લીંબુ અને બેકિંગ સોડા કેટલાક કપડાનો રંગ અથવા ફિનિશ ખરાબ કરી શકે છે.

4. જેકેટને ઘણું ભીનું ન કરવું નહિં તો એની બનાવટ અને શૅપ પ્રભાવિત થઇ શકે છે.

5. મોંઘા અને ખાસ ફેબ્રિક વાળા કોટની સફાઈ માટે પ્રોફેશનલ ડ્રાય ક્લિનિંગ બહેતર વિકલ્પ રહેશે.


આ પણ વાંચો: ટ્યૂબલાઈટ અને બલ્બ સાફ કરવાની સરળ રીત…રોશનીથી ઝગમગી ઉઠશે ઘર…વધી જશે અજવાળું!

આ પણ વાંચો: લક્ષ્મી-ગણેશની ધાતુની મૂર્તિને દિવાળી પહેલા કેવી રીતે ચમકાવશો? આ ઘરગથ્થુ ટિપ્સ કામ આવી શકે!

આ પણ વાંચો: બજારમાંથી શાકભાજી ખરીદતી વખતે રાખો ધ્યાન…ભીંડા થી માંડીને બ્રોકલી સુધી યોગ્ય પસંદગીની ટિપ્સ!