Anand News/ આણંદના 2 લાખના લાંચકાંડમાં એક માસથી ફરાર PSI વી.એન. રાઠોડ ઝડપાયા, કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા

બહુચર્ચિત આણંદ ACB કેસ (Anand ACB Case)માં PSI વી.એન. રાઠોડની ધરપકડ, કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, 49 લાખની રોકડ અંગે તપાસ તેજ

Gujarat Others Breaking News
Anand ACB Case

Anand News: આણંદ ACB કેસ (Anand ACB Case)માં મહત્ત્વની કાર્યવાહી થઈ છે. છેલ્લા એક મહિનાથી પોલીસ પકડથી દૂર રહેલા PSI આખરે કાયદાના સકંજામાં આવ્યા છે. ધરપકડ બાદ તેમને અદાલતમાં હાજર કરવામાં આવતા તપાસ માટે રિમાન્ડ મળ્યા છે.

Anand ACB Case:એક મહિનાની ફરારી બાદ ધરપકડ

2 લાખ રૂપિયાના કેસમાં ફરાર PSI વી.એન. રાઠોડ (PSI VN Rathod)ની ACBએ ધરપકડ કરી છે. ACBની ટીમે તેમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે સાત દિવસના રિમાન્ડ (Court Remand) મંજૂર કર્યા છે.

એકાઉન્ટ અનફ્રીઝ કરવા લાંચ માગ્યાનો આક્ષેપ

આ લાંચ કેસ (Bribery Case)માં એકાઉન્ટ અનફ્રીઝ કરી આપવા માટે નાણાં માગવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આરોપ મુજબ, PSI વતી દિપુ પટેલે લાંચ સ્વીકારી હતી. ACBએ દિપુ પટેલને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો હતો.

કારમાંથી મળી હતી 49 લાખની રોકડ

દિપુ પટેલની કારમાંથી 49 લાખ રૂપિયા પણ મળી આવ્યા હતા. આ જપ્ત રોકડ (Cash Seized) ક્યાંથી આવી અને તેનો સ્ત્રોત શું છે, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસાની શક્યતા

હવે 49 લાખની રોકડ અને લાંચકાંડ વચ્ચે કોઈ કડી છે કે કેમ, તેની તપાસ કરવામાં આવશે. સાત દિવસના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.


આ પણ વાંચો: આણંદના હાડગુડ ગામે ગેરકાયદે કતલખાનું ઝડપાયું, 7 જીવતા પશુ મુક્ત કરાવાયા

આ પણ વાંચો: આણંદમાં નકલી ડેપ્યુટી કલેકટર ઝડપાયો; નોકરીની લાલચ આપી યુવક પાસેથી 7.70 લાખ પડાવ્યા

આ પણ વાંચો: વડોદરા-આણંદ માટે મોટી રાહત! 22 લોકોના મોત બાદ નવા બ્રિજનું કામ પૂર્ણ, ટૂંક સમયમાં ખુલશે