Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલ ટેન્કર અકસ્માત (Diesel Tanker Accident)ની ઘટના સામે આવી છે. લિંબડી નજીક હાઈવે પર ટેન્કરની ટાંકી લીક થતાં રસ્તા પર ડીઝલ ઢોળાયું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Diesel Tanker Accident: એપલ હોટલ નજીક સર્જાયો અકસ્માત
લિંબડી હાઈવે (Limbdi Highway) પર એપલ હોટલ નજીક આ ઘટના બની હતી. અહીં ડીઝલ ભરેલું ટેન્કર ડમ્પર (Dumper)ના પાછળના ભાગે અથડાયું હતું. ટક્કર બાદ ટેન્કરની ટાંકીમાં ડીઝલ લીકેજ (Diesel Leak) શરૂ થયું હતું. ટાંકીમાંથી નીકળેલું ડીઝલ રસ્તા પર ઢોળાવા લાગ્યું હતું.
વાસણો અને કેરબા લઈને લોકો દોડ્યા
ડીઝલ ઢોળાયાની જાણ થતાં જ લોકોની ભીડ (Crowd) સ્થળ પર એકઠી થઈ ગઈ હતી. લોકો વાસણો અને કેરબા લઈને પહોંચ્યા હતા અને ડીઝલ ભરવા માટે પડાપડી કરી હતી.
અકસ્માત સ્થળે અફરાતફરી
અકસ્માત (Road Accident)ને પગલે હાઈવે પર અફરાતફરી સર્જાઈ હતી. ઢોળાયેલા ઇંધણ પાસે ભીડ એકઠી થવી જોખમી બની શકે છે.
આ પણ વાંચો: તાપીના નિઝર નજીક અકસ્માત, ટ્રાવેલ્સ અને વેગનઆર કાર વચ્ચે ટક્કર થતા બે યુવકોનાં ઘટનાસ્થળે મોત
આ પણ વાંચો: વેકેશન બાદ સ્કૂલે જતી 5 વર્ષની બાળકીનું અકસ્માતમાં મોત, SG હાઈવે પર કાર પલટતાં ચાલકે જીવ ગુમાવ્યો
આ પણ વાંચો: ગિરનાર પરિક્રમાએ જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: બોલેરો પલટી ખાઈ, 6ની હાલત ગંભીર
