પાટીદાર આંદોલન સમીતીનાં કન્વીનર હાર્દીક પટેલ દ્વારા બ્રાહ્મણ સમાજનાં પુરુષ અને મહીલાઓનાં ચરિત્ર બાબતે અભદ્ર ટીપ્પણી કરાતાં બ્રાહ્મણ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. હાર્દિકે કરેલી ટિપ્પણીને બ્રાહ્મણ સમાજે પોતાના માતા બહેનોનું અપમાન ગણાવ્યું હતું. આજે યાત્રાધામ અંબાજી ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા એક વિશાળ રેલી યોજી પોસ્ટરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.
l
આ રેલીમાં જોડાયેલાં તમામ બ્રહ્મ સમાજનાં આગેવાનો અંબાજી પોલીસ સ્ટેશને પહોંચી પોલીસ ઇન્સપેક્ટર ને હાર્દીક પટેલ વિરૂધ્ધ આવેદનપત્ર આપી ફરીયાદ દાખલ કરવાં માંગ કરાઇ છે. એટલું જ નહીં બ્રાહ્મણો એ ચિમકી પણ ઉચ્ચારી છે કે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમય માં ઉગ્ર આંદોલન કરાશે.

અરજીમાં જણાવ્યું છે કે, તેમના મિત્ર થકી તેમની પાસે આવેલ એક વીડીયો સીડીમાં હાર્દિક પટેલ તેના મિત્રો અને એક મહિલા એક રૂમમાં બેઠેલા હતાં. તેમાં હાર્દિક પટેલ બ્રાહ્મણ સમાજની મહિલાઓ અને પુરષો અંગે અભદ્ર ટિપ્પણી કરી રહ્યાં હતાં.
