Not Set/ INDvsSA : કરો યા મરો મેચમાં દક્ષિણ આફ્રિકાની ૬ વિકેટે શાનદાર જીત, સીરીઝ ૧-૧થી સરભર

સેન્ચ્યુરિયન, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચ્યુરિયનમાં રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ૬ વિકેટે હરાવી શ્રેણી ૧-૧ થી સરભર કરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૧૮૮ રન બનાવ્યા હતા. ભારતે આપેલા ૧૮૯ રનના ટાર્ગેટને આફ્રિકન ટીમે ૪ વિકેટ ગુમાવી વટાવ્યો હતો અને કરો યા મરો મેચમાં […]

Sports

સેન્ચ્યુરિયન,

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચ્યુરિયનમાં રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ૬ વિકેટે હરાવી શ્રેણી ૧-૧ થી સરભર કરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૧૮૮ રન બનાવ્યા હતા. ભારતે આપેલા ૧૮૯ રનના ટાર્ગેટને આફ્રિકન ટીમે ૪ વિકેટ ગુમાવી વટાવ્યો હતો અને કરો યા મરો મેચમાં શાનદાર વિજય મેળવ્યો હતો. આફ્રિકા તરફથી વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેને માત્ર ૩૦ બોલમાં ૬૯ રનની આતિશી પારી રમી યજમાન ટીમ માટે જીતનો પાયો નાખ્યો હતો. આ ઉપરાંત જે પી ડ્યુમીનીએ પણ ૪૦ બોલમાં ૬૪ રન ફટકાર્યા હતા. જયારે ભારતીય સ્પિનર યજુવેન્દ્ર ચહલ સૌથી વધુ ખર્ચાળ બોલર બન્યો હતો. ચહલે ૪ ઓવરમાં ૬૪ રન આપ્યા હતા. આ સાથે ચહલ ભારત તરફથી ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે.

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૧૮૮ રન બનાવ્યા હતા. ભારત તરફથી મનીષ પાંડેએ ૪૮ બોલમાં ૭૬ રન ફટકાર્યા હતા જયારે પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોની પણ પોતાના જુના અંદાજમાં જોવા મળ્યો હતો. ધોનીએ ૨૮ બોલમાં ૫૨ રન ફટકાર્યા હતા.

મહત્વનું છે કે, ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટી-૨૦ મેચમાં ભારતીય ટીમે ૨૮ રને શાનદાર વિજય મેળવ્યો હતો. ત્યારે હવે ૨૪ ફેબ્રુઆરીના રોજ રમાનારી અંતિમ ટી-૨૦ મેચ બંને ટીમ માટે “કરો યા મરો” સમાન બની રહેશે.