Not Set/ નિકોલમાં પ્રિ.મોન્સૂન કામગીરી પહેલા જ પોલ ખૂલી પડી, ગટરનું પાણી ઉભરાઈ રોડ પર ફરી વળ્યું

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી ગઈ છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગટરનું પાણી રોડ પર વહેતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા કેટલાય સમયથી  નિકોલ વોર્ડમાં ગટરના પાણી રોડ પર નીકળતું હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું પેટનું પાણી પણ નથી હલી રહ્યું. તંત્ર સામે ઘણી […]

Top Stories Ahmedabad Videos
rain 8 નિકોલમાં પ્રિ.મોન્સૂન કામગીરી પહેલા જ પોલ ખૂલી પડી, ગટરનું પાણી ઉભરાઈ રોડ પર ફરી વળ્યું

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી ગઈ છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગટરનું પાણી રોડ પર વહેતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા કેટલાય સમયથી  નિકોલ વોર્ડમાં ગટરના પાણી રોડ પર નીકળતું હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું પેટનું પાણી પણ નથી હલી રહ્યું.

તંત્ર સામે ઘણી વાર રજૂઆત કરી હોવા છતાં ગટરના પાણીનો નિકાલના આવતા છેવટે કંટાળીને સ્થાનિકોએ કોર્પોરેશન વિરુદ્ધ પોતાનો રોષ વ્યકત કર્યો હતો. ઉલ્લેખનિય છે કે ભર ઉનાળામાં જો આવી સ્થિતિ હોઈ તો ચોમાસા કેવી સ્થિતિ ઉભી થાય. જો તંત્ર દ્વારા ગટરમાંથી ઉભરાતા ગંદા પાણીનો નિકાલ નહિ કરવામાં આવે તો સ્થાનિકો દ્વારા ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.