Not Set/ કોપરેજ : દારૂના અડ્ડાઓ પર જનતા રેડ

હાલોલ એક બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધનું એલાન કરવામાં આવે છે તો બીજી બાજુ  હાલોલ તાલુકાના કોપરેજ ગામમાં વર્ષોથી ચાલતા દારૂ ના અડ્ડા બંધ કરાવા ગામ લોકોને જાતે જ ગામ માં નિકડવુ પડ્યું. હાલોલ તાલુકાના કોપરેજ ગામમાં વર્ષોથી  દારૂ ના અડ્ડા ધમધોકાર ચાલતા હોવાથી ગામના પદાધિકારી અને ગામના રહીશોએ ભેગા મડીને ગામમાં ચાલતા દારૂના અડ્ડા […]

Gujarat

હાલોલ

એક બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધનું એલાન કરવામાં આવે છે તો બીજી બાજુ  હાલોલ તાલુકાના કોપરેજ ગામમાં વર્ષોથી ચાલતા દારૂ ના અડ્ડા બંધ કરાવા ગામ લોકોને જાતે જ ગામ માં નિકડવુ પડ્યું.

હાલોલ તાલુકાના કોપરેજ ગામમાં વર્ષોથી  દારૂ ના અડ્ડા ધમધોકાર ચાલતા હોવાથી ગામના પદાધિકારી અને ગામના રહીશોએ ભેગા મડીને ગામમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરવા માટે ગામ લોકો ભેગા મડીને જ્યાં જ્યાં દારૂના અડ્ડા ચાલતા હતા ત્યાં ગામજનો તેમના આગણે જઈને વિનંતી કરી હતી કે ગામમાં જે દારૂના અડ્ડા ચાલે છે તે બંધ કરો.

દારૂ પીવાથી લોકોને પોતાના કુટુંબ સાથે ઝગડાઓ થાય છે અને જે બીમારીઓનો ભોગ બને છે.દારૂ બંધ થયા તો બીમારીઓ અટકે અને સારી રીતે તે ગુજરાન ચલાવી શકે. તે માટે ગામમાં ફરી ને દારૂના અડ્ડા બંધ કરવા સૂચન આપવામાં આવ્યું હતું.

ગામજનોએ વધુમાં જણાવ્યું હતું કે જો ગામમાં દારૂના અડ્ડા બંધ નહિ થાય તો ગામના લોકો ભેગા મળીને ઉપરી અધિકારીને લેખિત દ્વારા જાણ કરીશું .