Not Set/ પાલડી વિસ્તારમાં ફરી એકવાર ‘લેન્ડ જેહાદ’ના લાગ્યા પોસ્ટર્સ

અમદાવાદ, અમદાવાદ પાલડી વિસ્તારમાં ફરી એકવાર લેન્ડ જેહાદના પોસ્ટર લાગ્યા હતા. વર્ષા ફલેટ બચાવોના પોસ્ટ લાગ્યા હતા. હિન્દુ જાગરણ મંચના નામે લગાવવામાં આવેલ આ પોસ્ટરમાં વર્ષા ફ્લેટને રીડેવલોપમેન્ટ કરવા અને ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે. વર્ષા ફ્લેટ બચાવો ઝુંબેશમાં 20 થી પણ વધુ સ્થળો પર પોસ્ટર લગાવાયા હતા. મેયર પણ પાલડી વિસ્તારના જ રહેવાસી છે […]

Top Stories Ahmedabad
mantavya 151 પાલડી વિસ્તારમાં ફરી એકવાર ‘લેન્ડ જેહાદ’ના લાગ્યા પોસ્ટર્સ

અમદાવાદ,

અમદાવાદ પાલડી વિસ્તારમાં ફરી એકવાર લેન્ડ જેહાદના પોસ્ટર લાગ્યા હતા. વર્ષા ફલેટ બચાવોના પોસ્ટ લાગ્યા હતા. હિન્દુ જાગરણ મંચના નામે લગાવવામાં આવેલ આ પોસ્ટરમાં વર્ષા ફ્લેટને રીડેવલોપમેન્ટ કરવા અને ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે.

વર્ષા ફ્લેટ બચાવો ઝુંબેશમાં 20 થી પણ વધુ સ્થળો પર પોસ્ટર લગાવાયા હતા. મેયર પણ પાલડી વિસ્તારના જ રહેવાસી છે તેમને પણ આશ્વાસન  આપ્યું હતું. આ મામલે કોર્પોરેશન અને ધારસભ્યની મિલીભગત હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે.

mantavya 155 પાલડી વિસ્તારમાં ફરી એકવાર ‘લેન્ડ જેહાદ’ના લાગ્યા પોસ્ટર્સ

પોસ્ટર્સમાં શું લખવામાં આવ્યું છે? પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે કે, બીજલબેન પટેલ (મેયર) પાલડી વિસ્તારના છે, શાસક પક્ષના નેતા અમિત શાહ પાલડી વિસ્તારના છે, સુરેન્દ્ર પટેલ (કાકા) જેઓ પાયાના નેતા છે તેઓ પણ પાલડી વિસ્તારના છે તો પણ પાલડી વિસ્તાર વર્ષા ફ્લેટ) લેન્ડ જેહાદથી દુઃખી છે. જાગો હિન્દુ જાગો…લેન્ડ અને લવ જેહાદથી દેશને બચાવો.

mantavya 153 પાલડી વિસ્તારમાં ફરી એકવાર ‘લેન્ડ જેહાદ’ના લાગ્યા પોસ્ટર્સ

વિકાસ!!! હિન્દુ વિસ્તારો ખાલી કરાવવાનો વિકાસ? વારા ફરતી વારો…આજે 2018માં તમારો…કાલે 2019ની ચૂંટણીમાં કોનો વારો??? અમારો વારો

mantavya 152 પાલડી વિસ્તારમાં ફરી એકવાર ‘લેન્ડ જેહાદ’ના લાગ્યા પોસ્ટર્સ

બીજા એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, વિકાસના નામે ચલાતો ધંધો બંધ કરો. હિન્દુઓ સાથે વિશ્વાસઘાત બંધ કરો. ગાંડામાંથી ખૂબ જ ડાહ્યો થયેલો વિકાસ બંધ કરો. વર્ષા ફ્લેટનું BU રદ કરો.

mantavya 154 પાલડી વિસ્તારમાં ફરી એકવાર ‘લેન્ડ જેહાદ’ના લાગ્યા પોસ્ટર્સ

વધુ એક પોસ્ટરમાં લખ્યું છે કે, “આજે પાલડી…કાલે વાસણા…ક્યાં કરીશું પ્રતિક્રમણ? અને ક્યાં કરીશું એકાસણા? મોદીજીના રાજમાં હતો કાદવ પણ રૂપાણીજીનાં રાજમાં કમળ જ કાદવથી લબો લબ.