Not Set/ નલગોંડા બાદ હવે હૈદરાબાદમાં પણ ઓનર કિલિંગ, પિતાના હુમલામાં પતિ-પત્ની થયા લોહી લુહાણ

હૈદરાબાદ, છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં સામે આવી રહેલી કથિત ઓનર કિલિંગની ઘટનાઓ હજી પણ યથાવત જોવા મળી રહી છે. તેલંગાણાના નલગોંડા બાદ હવે હૈદરાબાદમાં પણ પોતાની દીકરીના લગ્નથી નારાજ પિતાએ આ દંપતી પર હુમલો કર્યો હતો, જેમાં પતિ અને પત્ની લોહી લુહાણ થઇ ગયા હતા. મળતી માહિતી મુજબ, બુધવારે બપોરે દીકરીના પિતાએ આ પતિ અને […]

Top Stories India Trending

હૈદરાબાદ,

છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં સામે આવી રહેલી કથિત ઓનર કિલિંગની ઘટનાઓ હજી પણ યથાવત જોવા મળી રહી છે. તેલંગાણાના નલગોંડા બાદ હવે હૈદરાબાદમાં પણ પોતાની દીકરીના લગ્નથી નારાજ પિતાએ આ દંપતી પર હુમલો કર્યો હતો, જેમાં પતિ અને પત્ની લોહી લુહાણ થઇ ગયા હતા.

મળતી માહિતી મુજબ, બુધવારે બપોરે દીકરીના પિતાએ આ પતિ અને પત્ની પર હુમલો કર્યો હતો અને તેઓને ગંભીર ઈજાઓ પહોચાડી હતી, આ બે માંથી છોકરીની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

આ ઘટના અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “એક વ્યક્તિ દ્વારા આ દંપતી પર દાતરડા વડે હુમલો કરાયો જેમાં તેઓ ઘાયલ થઇ ગયા હતા. જો કે ત્યારબાદ આ દંપતીને નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “હુમલો કર્યા બાદ આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. જો કે નજીકની ઈમારતમાં લાગેલા CCTV કેમેરામાં આ સંપૂર્ણ ઘટના કેદ થઇ હતી, જેમાં આ શખ્સ બે પૈંડાવાળા વાહન પર બેઠેલા દંપતી પર પાછળથી દાતરડા વડે હુમલો કરતો જોવા મળી રહ્યો છે”.

પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે, “પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, હુમલાનું કારણ દીકરી દ્વારા અલગ જાતિના છોકરા સાથે કરેલા લગ્નની નિરાશા હતી. જ્યાં ૨૦ વર્ષીય છોકરી માધ્વીએ ૨૨ વર્ષીય સંદીપ નામના છોકરા સાથે ઇન્ટર કાસ્ટ મેરેજ કર્યા હતા”.

હૈદરાબાદમાં સામે આવેલી ઓનર કિલિંગની ઘટનાની વાત કરવામાં આવે તો, માધ્વી અને સંદીપ નામના યુવક-યુવતીને ૧૨ સપ્ટેમ્બરના રોજ બોલારૂમના એક મંદિરમાં લગ્ન કર્યા હતા. જો કે દંપતીમાં યુવક એ દલિત જાતિનો હતો ત્યારે યુવતી OBC જાતિની હતી.

નલગોંડામાં પણ થયું હતું ઓનર કિલિંગ

મહત્વનું છે કે, કેટલાક દિવસો પહેલા જ તેલંગાણાના નલગોંડામાંથી પણ આ જ પ્રકારનો ઓનર કિલિંગનો કિસ્સો સામે આવ્યો હતો. નલગોંડામાં છોકરીના લગ્નથી નિરાશ પરિવારજનોએ સોપારી આપીને મહિલા સામે તેના પતિની નિર્મમ હત્યા કરાવી હતી.

જો કે ત્યારબાદ આ મામલે ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં સામે આવ્યું હતું કે, છોકરીના પરિવારજનો દ્વારા તેના પતિની હત્યા કરવા માટે ૧ કરોડ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી.