Not Set/ અમરેલી : એકસાથે આઠ સિંહોનું ગ્રુપ ગાયબ થતા ચકચાર

ગીરના જંગલમાં ટપોટપ થયેલા 23 સિંહોના મોતની સહી હજુ સુકાઈ નથી, ત્યારે આજે સિંહને લઈને ફરી એક વખત ચોંકાવનારી ખબર આવી છે. મળતી માહિતી મુજબ, અમરેલી વિસ્તારમાં આવેલા મીતીયાળા અભયારણ્યમાંથી આઠ સિંહોનું ગ્રુપ ગાયબ થયું છે. જોકે, અભયારણ્ય આસપાસ આવેલા સોસિરિયા અને માંડણ કુવા પાસે બે સિંહણોના લોકેશન ટ્રેસ થયું હોવાની જાણકારી વનતંત્ર દ્વારા આપવામાં […]

Top Stories Gujarat Others

ગીરના જંગલમાં ટપોટપ થયેલા 23 સિંહોના મોતની સહી હજુ સુકાઈ નથી, ત્યારે આજે સિંહને લઈને ફરી એક વખત ચોંકાવનારી ખબર આવી છે. મળતી માહિતી મુજબ, અમરેલી વિસ્તારમાં આવેલા મીતીયાળા અભયારણ્યમાંથી આઠ સિંહોનું ગ્રુપ ગાયબ થયું છે.

જોકે, અભયારણ્ય આસપાસ આવેલા સોસિરિયા અને માંડણ કુવા પાસે બે સિંહણોના લોકેશન ટ્રેસ થયું હોવાની જાણકારી વનતંત્ર દ્વારા આપવામાં આવી છે. એકસાથે આટલા સિંહો ગાયબ થતા વનતંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર દોડતું થઇ ગયું છે.

મહત્વનું છે કે, ગીરના સિંહોમાં પ્રોટોઝોઆ વાયરસના ઇન્ફેક્શનના કારણે 23 સિંહોના મોત થયા હતા. આ વાયરસ સિંહોની રોગપ્રતિકારક શક્તિ પર અસર કરે છે.

સિંહોના મામલે ગુજરાતના રાજકારણમાં પણ ગરમી વ્યાપી ગઈ છે. આક્ષેપ પ્રતિઆક્ષેપનો સિલસિલો ચાલુ થઇ ગયો છે.