સુરત,
સુરતના ઉધના વિસ્તારમાં ગત રાત્રે આગની ઘટના બની હતી. ઓઇલના ડેપોમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. ખરવર નગર વિસ્તારમાં આવેલા ઓઇલના ડેપોમાં આગ લાગતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગની જાણકારી સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગને મળતા જ 15 ફાયર ફાયટરોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

આગ બુજવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ લાગતા ફાયરના કર્મચારીઓએ આગ બુજવવાની સાથે સાથે આગ આજુબાજુ આ કારખાના તેમજ ગોડાઉનોમાં પ્રસરે નહીં તેની પણ તકેદારી રાખી કામગીરી શરૂ કરી હતી.

બે કલાક કરતા પણ વધુ સમય બાદ ફાયરબ્રિગેડને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ કલાકો સુધી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી જેથી ફરી આગ લાગે નહીં. ફાયર વિભાગના જણાવ્યા મુજબ આગનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું જાણવા મળે છે. ઘટના સમયે ગોડાઉન માં કોઈ કર્મચારી હાજર નહીં હોવાથી જાણ હની ટળી હતી.
