જસદણ,
જસદણ પેટાચૂંટણીને લઇને છેલ્લા 4 કલાકથી મતદાન ચાલી રહ્યું છે. તેવામાં જસદણના પોલારપર ગામના EVMના ફોટો વાયરલ થયા છે. આ ફોટો બીજેપી જસદણના ગ્રુપમાં વાયરલ થતાં જ ચર્ચાએ જોર પકડ્યું છે.
#UPDATE live: જસદણમાં હાઈવોલ્ટેજ ચુંટણી જંગ, કુંવરજીને મત આપતો હોવાનો ફોટો વાયરલ#Mantavyanews #Gujarat #Jasdanbypoll #voting #KunvarjiBavaliya #BJP #ElectionCommissionOfIndia
Read: https://t.co/n4cmrzA7Tg pic.twitter.com/7JbUWUBAgW
— Mantavya News (@Mantavyanews) December 20, 2018
આ ફોટોમાં મતદાર ભાજપના ઉમેદવાર બાવળિયાને મત આપતો જોવા મળે છે. જેને લઇ ફોટો પાડનારા વ્યક્તિ સામે ચૂંટણી પંચના નિયમ હેઠળ કાર્યવાહી થશે.
live: જસદણમાં હાઈવોલ્ટેજ ચુંટણી જંગ, ખેડૂતોએ ગળામાં લસણને ડુંગળી પહેરીને કર્યું મતદાન
આ ગ્રૂપ જસદણનું જ છે પણ ભાજપ હજુ કુવરજીને ભાજપના ઉમેદવાર હોવાનું સ્વીકારતી નથી એ આ તસવીર સ્પષ્ટ સાબિત કરે છે. જસદણના આ ભાજપના ગ્રૂપમાં કુંવરજીનો નંબર હજુ પણ કોંગ્રેસના કુંવરજી તરીકે જ સેવ થયેલો છે.
આ ફોટો એક મતદારે મત આપવા જતાં પાડ્યો હતો અને કુંવરજીને વોટ આપવાની અપીલ કરી હતી. કુંવરજી બાવળીયાને મત આપો અને વિજય બનાવો તેવો સોશ્યલ મિડીયામાં પ્રચાર થતાં જ ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કુંવરજી બાવળિયા વિરુદ્ઘ ચૂંટણીપંચમાં ફરિયાદ થઇ શકે છે.
