Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે PM મોદીએ નિહાળ્યા રંગારંગ કાર્યક્રમ,આ મુદ્દે કરશે મહત્વપૂર્ણ ચર્ચા

કેવડિયા, ગુજરાતનાં નર્મદા જીલ્લામાં કેવડિયા કોલોનીમાં મોદી ઓલ ઇન્ડિયા ડીજીપી (ડાયરેક્ટર જનલર ઓફ પોલીસ) અને આઈજીપી (ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ)ની વાર્ષિક કોન્ફરન્સ સંબોધશે. યુનિયન મીનીસ્ટર રાજનાથસિંહે ગઈકાલે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. Gujarat: PM Narendra Modi, inspects" Ek Bharat Shreshtha Bharat" parade at Statue of Unity in Kewadia. HM Rajnath Singh and MoS Home Hansraj Ahir also present. pic.twitter.com/83xZa3ICUQ […]

Top Stories Gujarat Others

કેવડિયા,

ગુજરાતનાં નર્મદા જીલ્લામાં કેવડિયા કોલોનીમાં મોદી ઓલ ઇન્ડિયા ડીજીપી (ડાયરેક્ટર જનલર ઓફ પોલીસ) અને આઈજીપી (ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ)ની વાર્ષિક કોન્ફરન્સ સંબોધશે. યુનિયન મીનીસ્ટર રાજનાથસિંહે ગઈકાલે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

ઓલ ઇન્ડિયા DG કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પીએમ મોદી આજે સવારે કેવડિયા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી તેઓ દેશના તમામ રાજ્યોના DGને સંબોધન કરશે.

વડાપ્રધાન મોદીએ સરદાર પટેલના દર્શન કરીને પુષ્પાજંલિ અર્પણ કરી હતી, તેઓ વેલી ઓફ ફ્લાવર્સની પણ મુલાકાત લીધી હતી. ત્યાર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્થાનિક આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્યો રજૂ કર્યા હતા.

મોદી અને રાજનાથસિંહે પરંપરાગત નૃત્યો નિહાળ્યા હતા.દેશની આંતરિક અને બાહ્મ સુરક્ષાને લઇને મોદી દેશના DG સાથે કરશે ચર્ચા-વિચારણા.

તમામ રાજ્યોના DG મોદી સમક્ષ પ્રેઝન્ટેશન કરશે..કોન્ફરન્સમાં ગૃહ મંત્રી રાજનાથસિંહ ગૃહ રાજ્ય મંત્રી, હંસરાજ આહીર અને કિરણ રિજિજુ હાજર રહેશે.પીએમ મોદીની મુલાકાતને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લોકોની અવર-જવર બંધ કરાઇ.

ટેંટ સીટીથી પીએમ મોદી DG કોન્ફરન્સ સ્થાને જઇને લોકોને સંબોધિત કરશે. બીજા દિવસે શનિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 4 સુધી તેઓ ત્યાં હાજરી આપશે. પીએમ શનિવારે સવારે 9.15થી 3.30 સુધી DG કોન્ફરન્સમાં હાજરી આપશે.

ત્યારબાદ બપોરે 3.45 વાગે કેવડિયા હેલિપેડ જવા રવાના થશે. ત્યારબાદ 4.50 કલાકે PM ગાંધીનગરના અડાલજ ખાતે ત્રિમંદિર પહોંચશે અને ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધિવેશનમા હાજરી આપશે અને છેલ્લે સાંજે 6.55 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.