Not Set/ PSIની આત્મહત્યાનો મામલો, DYSP પટેલને ફરજ મુક્ત કરવામાં આવે :પરિવાર

અમદાવાદ, અમદાવાદમાં પીએસઆઇની આત્મહત્યા મામલે તપાસ ક્રાઇમ બ્રાંચને સોઁપવામાં આવી છે. જેથી ક્રાઇમ બ્રાંચ તપાસ અર્થે પીએસઆઇના નિવાસ સ્થાને પહોંચી હતી. પરિવારજનોનું કહેવું છે કે, જો આત્મહત્યા અંગે તપાસ કરવામાં આવશે તો અમે તપાસમાં સહયોગ નહીં આપીએ. તપાસમાં ભીનું સંકલેવાનો પ્રયાસ થઇ રહ્યો છે, તેવો પણ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરિવારજનોનું કહેવું […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 63 PSIની આત્મહત્યાનો મામલો, DYSP પટેલને ફરજ મુક્ત કરવામાં આવે :પરિવાર

અમદાવાદ,

અમદાવાદમાં પીએસઆઇની આત્મહત્યા મામલે તપાસ ક્રાઇમ બ્રાંચને સોઁપવામાં આવી છે. જેથી ક્રાઇમ બ્રાંચ તપાસ અર્થે પીએસઆઇના નિવાસ સ્થાને પહોંચી હતી.

પરિવારજનોનું કહેવું છે કે, જો આત્મહત્યા અંગે તપાસ કરવામાં આવશે તો અમે તપાસમાં સહયોગ નહીં આપીએ. તપાસમાં ભીનું સંકલેવાનો પ્રયાસ થઇ રહ્યો છે, તેવો પણ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

પરિવારજનોનું કહેવું છે કે, આ કેસમાં ફરિયાદ નોંધવામાં આવે અને ડીવાયએસપીને કડકમાં કડક સજા કરવામાં આવે. સાથે ડીવાયએસપીને ફરજ પરથી મુક્ત કરવામાં આવે તેવી પણ માંગ પરિવારજનોએ કરી છે.

DySP મારા પતિ પર સજાતિય સંબંધ માટે દબાણ કરતા હતા, મૃતક PSIની પત્નીના ગંભીર આક્ષેપો

ઉલ્લેખનીય છે કે, ડીવાયએસપીના ત્રાસથી દેવેન્દ્રસિંહ નામના પીએસઆઇએ સુસાઇડ કરી નાખ્યું હતું. ડીવાયએસપી દ્વારા સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કરવામાં આવતું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. તેમ છતાં પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ ન દાખલ કરતાં પરિવારજનોએ ગુજરાત છોડી દેવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

આ મામલે ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ તપાસ ક્રાઇમબ્રાંચને સોંપવાનો હુકમ કર્યો હતો. જેથી ક્રાઇમ બ્રાંચ મૃતકના નિવાસસ્થાને પહોંચી હતી.