Not Set/ હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડશે, કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તેનો ખુલાસો નહીં

અમદાવાદ, પાટીદાર આરક્ષણ આંદોલનનો ચહેરો બનીને છેલ્લા 4 વર્ષમાં ખુબ ઝડપથી ઉભરેલા હાર્દિક પટેલ હવે ધીરે ધીરે પોતાની અસર છોડતા જોવા મળી રહ્યા છે.  એક સમયે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ મચાવી દેનારા હાર્દિક પટેલ હવે પોતે રાજનીતિ આવી રહ્યો છે. મંતવ્ય ન્યૂઝે ગઇકાલે હાર્દિક ચૂંટણી લડશે તેવી અટકળો છે. તે અંગેનો  અહેવાલ પ્રસારિત કર્યો હતો. તેવામાં તો હવે હાર્દિક […]

Ahmedabad Top Stories Gujarat Videos
mantavya 79 હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડશે, કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તેનો ખુલાસો નહીં

અમદાવાદ,

પાટીદાર આરક્ષણ આંદોલનનો ચહેરો બનીને છેલ્લા 4 વર્ષમાં ખુબ ઝડપથી ઉભરેલા હાર્દિક પટેલ હવે ધીરે ધીરે પોતાની અસર છોડતા જોવા મળી રહ્યા છે.  એક સમયે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ મચાવી દેનારા હાર્દિક પટેલ હવે પોતે રાજનીતિ આવી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝે ગઇકાલે હાર્દિક ચૂંટણી લડશે તેવી અટકળો છે. તે અંગેનો  અહેવાલ પ્રસારિત કર્યો હતો. તેવામાં તો હવે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે તેવી જાહેરાત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહ્યો છે. પાટીદારને અનામત મળે અને ખેડૂતોની દેવામાફી થાય તે માટે હાર્દિક પટેલે લડત આપી રહ્યો છે.

હાર્દિક પટેલની હવે રાજકારણમાં તો એન્ટ્રી થઇ ગઇ, પરંતુ હાર્દિક ક્યાં પક્ષમાંથી ચૂંટણી લડશે તે હજુ જાહેર થયું નથી. મહત્વની વાત તો એ છે કે હાર્દિક પટેલે પોતાના નિવેદન દરમિયાન ક્હ્યું હતું કે હું ચૂંટણી નહિં લડુ પરંતુ હવે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત હાર્દિકે કરી દીધી છે. ત્યારે હવે હાર્દિકને 2019ની લોકસભાની ચૂંટણીમાં હાર મળશે કે જીત તે જોવાનું રહેશે.

થોડા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે હાર્દિક પટેલ ગુજરાતની રાજનીતિમાં સક્રિચ ભાગ ભજવશે પરંતુ આજે તે વાતને સમર્થન મળી ગયું છે. તો બીજીબાજુ ચર્ચા એવી પણ છે કે હાર્દિક પટેલ અમરેલીમાંથી ચૂંટણી લડશે. યુવાન પાટીદાર નેતા હાર્દિક પટેલ રાજનીતિમાં હવે આવશે પરંતુ તે કઇ બાજુથી લડશે તે પણ થોડા સમયમાં સામે આવી જ જશે.