Not Set/ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, 48 કલાક ભારે વરસાદની આગાહી

ગુજરાત માટે સારા સમાચાર આવી ગયા છે. ચોમાસાએ ગુજરાતનાં બેરણે દસ્તક આપી દીધી છે. ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઇ ચુકી હોવાની માહિતી હવામાન વિભાગ દ્રારા જાહેર કરવામા આવી છે. હવમાન વિભાગની ચોમાસા બાબતની આ જાહેરાતથી ખેડૂતો સહિત ગુજરાતની સામાન્ય જનતાએ રાહતના શ્વાસ લીધા છે. વાયુ વાવાઝોડાનાં કારણે ચોમાસુ સીસ્ટમમાં ડિસ્ટર્બન્સ જોવા મળે તેવી શક્યતા વચ્ચે ચોમાસાનું […]

Ahmedabad Top Stories Rajkot Gujarat Surat Vadodara Others
heavyrain e1561525115427 ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, 48 કલાક ભારે વરસાદની આગાહી

ગુજરાત માટે સારા સમાચાર આવી ગયા છે. ચોમાસાએ ગુજરાતનાં બેરણે દસ્તક આપી દીધી છે. ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઇ ચુકી હોવાની માહિતી હવામાન વિભાગ દ્રારા જાહેર કરવામા આવી છે. હવમાન વિભાગની ચોમાસા બાબતની આ જાહેરાતથી ખેડૂતો સહિત ગુજરાતની સામાન્ય જનતાએ રાહતના શ્વાસ લીધા છે. વાયુ વાવાઝોડાનાં કારણે ચોમાસુ સીસ્ટમમાં ડિસ્ટર્બન્સ જોવા મળે તેવી શક્યતા વચ્ચે ચોમાસાનું સમય સર આગમન ગુજરાતની પ્રજા માટે સારા સમાચાર છે.

ગુજરાતમાં ચોમાસાની શરુઆત દક્ષિણ ગુજરાતમાંથી થાય છે ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાત અને ગુજરાનાં અનેક વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ ની આગાહી કરવામા આવી છે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડે તેવી પૂરી સંભાવના જોવામાં આવી રહી છે.

rainy2 ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, 48 કલાક ભારે વરસાદની આગાહી

આપને જણાવી દઇએ કે હવામાન વિભાગ દ્રારા આગામી 5 દિવસ માટે સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે સાથે દરિયામાં પવનની ગતિ વધવાની સંભાવના પણ જોવામાં આવી રહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામા આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.