Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ દીપેશ- અભિષેક અપમૃત્યુ કેસનો તપાસ અહેવાલ ગૃહમાં રજૂ,આસારામ આશ્રમના સંચાલકો જ બેજવાબદાર

અમદાવાદ, અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં આવેલા આસારામના આશ્રમમાંથી ગુમ થયેલાં બે બાળકોના અપમૃત્યુ મામલે નિમાયેલ તપાસ પંચનો રિપોર્ટ વિધાનસભામાં રજુ થયો હતો.આસારામ આશ્રમમાંથી દિપેશ અને અભિષેક નામના બે બાળકો ગુમ થયા હતા અને પછી તેમના મૃતદેહો સાબરમતી નદીના કિનારેથી મળી આવ્યા હતા.દિપેશ અને અભિષેકના મોત પછી ભારે હોબાળો થતાં સરકારે નિવૃત જજ ડી કે ત્રિવેદીની આગેવાનીમાં […]

July 26, 2019July 26, 2019Maya Sindhav
Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં આવેલા આસારામના આશ્રમમાંથી ગુમ થયેલાં બે બાળકોના અપમૃત્યુ મામલે નિમાયેલ તપાસ પંચનો રિપોર્ટ વિધાનસભામાં રજુ થયો હતો.આસારામ આશ્રમમાંથી દિપેશ અને અભિષેક નામના બે બાળકો ગુમ થયા હતા અને પછી તેમના મૃતદેહો સાબરમતી નદીના કિનારેથી મળી આવ્યા હતા.દિપેશ અને અભિષેકના મોત પછી ભારે હોબાળો થતાં સરકારે નિવૃત જજ ડી કે ત્રિવેદીની આગેવાનીમાં તપાસ પંચ નીમ્યું હતું.

આસારામ આશ્રમ મોટેરા ખાતે ગુરુકુળમાં રહીને અભ્યાસ કરતા દિપેશ અને અભિષેકના 3 જૂલાઈ 2008ના રોજ મૃત્યુ થયા હતા. જેને પગલે નિવૃત્ત જસ્ટિસ ડી.કે.ત્રિવેદીના અધ્યક્ષપદે તપાસ પંચની રચના કરવામાં આવી હતી. ડી.કે.ત્રિવેદી પંચે વર્ષ 2013માં જ રિપોર્ટ સરકારને સોંપી દીધો હતો. પરંતુ રાજ્ય સરકારે 6 વર્ષ અને વિધાનસભાના લગભગ 12 સત્ર બાદ રિપોર્ટ ગૃહમાં મુક્યો છે.

ડી કે ત્રિવેદી તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં રજુ થયો હતો.મળતી માહિતી પ્રમાણે આ રિપોર્ટમાં દિપેશ અભિષેકના મોત માટે આસારામ આશ્રમના સંચાલકોની બેદરકારીને જવાબદાર ઠેરવી હતી.

આસારામ આશ્રમમાં દીપેશ અને અભિષેક અપમૃત્યુ કેસમાં ડી.કે. ત્રિવેદી તપાસ રિપોર્ટના મહત્વના મુદ્દાઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં દીપેશ અને અભિષેકના ગુમ થવા પાછળ આશ્રમના મેનેજમેન્ટની બેદરકારી સામે આવી છે. આશ્રમની નિષ્કાળજીનો તપાસ પંચે સ્વીકાર કર્યો છે.

આ રિપોર્ટમાં પોલિસ તપાસમાં કોઇ ક્ષતિ નહોતી એવું સામે આવ્યું છે. આ બનાવની તપાસ સી.આઈ.ડી. (ક્રાઈમ)ને સુપ્રત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

દક્ષિણ ગુજરાત પાણીજન્ય રોગની ઝપેટમાં, નવસારીનાં ગામો કોલેરા ગ્રસ્ત જાહેર
#TikTok’યા Police : આમા ગુનાખોરી વધે કે શું થાય? રાજકોટ પોલીસ પણ વ્યસ્ત

More Posts

tamil nadu news/ ‘ફાંગલ’ આવી રહ્યું છે… વિનાશ લાવી રહ્યું છે! તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, શાળા-કોલેજો બંધ

November 27, 2024November 27, 2024Mansi Panara

uttarakhand/ ઉત્તરાખંડમાં ‘ગુપ્તા બ્રધર્સ’ની ધરપકડથી દક્ષિણ આફ્રિકાની એજન્સીઓ એક્શનમાં

May 26, 2024Nikunj Patel
Imran Khan Pakistan

Pakistan/ ઈમરાન ખાનની નવી રમત, PTI તમામ એસેમ્બલીમાંથી રાજીનામું આપશે

November 26, 2022Rahul Rathod

Breaking News/ 24,700ની શિક્ષકોની ભરતી થશે, રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય

July 3, 2024July 3, 2024jani

Presidential election/ શિબુ સોરેનની મોટી જાહેરાત, ઝારખંડ મુક્તિ મોરચા NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન કરશે

July 14, 2022Nita vagh

Not Set/ સો વર્ષના થયા આ માજી, પરિવારે ઉજવ્યો જન્મદિન, છ પેઢી રમાડી ચુક્યા છે

July 10, 2018July 10, 2018mantavya
વર્ક પરમિટ (Canada Visa)અંગે ભારતીય કામદારો માટે રાહતના સમાચાર છે.

World News/ કેનેડા PR, વર્ક અને સ્ટડી પરમિટ માટે કેટલો સમય લાગશે? જાણો સંપૂર્ણ માહિતી

February 19, 2026February 19, 2026Pansara Shruti
joining Bharat Jodo Yatra

Bharat Jodo Yatra/ અખિલેશ યાદવ અને માયાવતી ભારત જોડો યાત્રામાં કેમ નથી જોડાઈ રહ્યા? જાણો કારણ

December 27, 2022Rahul Rathod

ગુજરાત/ આગની ઘટનાને કાબૂમાં લેવા મહત્વનો નિર્ણય, ડાયરેક્ટર ઓફ ફાયરની રચના કરવામાં આવશે

December 13, 2020December 13, 2020padma prajay

Covid-19/ કેરળમાં આફતનો પર્યાય બન્યો કોરોના, દેશ માટે બન્યુ ચિંતાનું કારણ

September 24, 2021September 24, 2021hardik shah
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy