સુરત,
સુરતમાં માથાભારે તત્વોનો આતંક વધી ગયો છે. લીંબાયત વિસ્તારમાં માથાભારે તત્વોએ ધોરણ 12મા ભણતા વિદ્યાર્થીની હત્યા કરી દેવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.. સાત દિવસમાં ત્રીજી હત્યાનો બનાવ સામે આવતા જાણે માથાભારે તત્વોને કાયદાનો કોઈ ભય રહ્યો નથી તેવુ સાબિત થાય છે.
આપને જણાવી દઈએ કે સુરતમાં ગત મોડી રાત્રે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ કેટલાક અસામાજિક તત્વોએ ધોરણ 12માં અભ્યાસ કરતાં સાહિલ સૂર્યકાંત જોશી (ઉંમર 18 વર્ષ) ની હત્યા કરી લીધી હતી. ગત મોડી રાત્રે વિસ્તારના અસામાજિક તત્ત્વો પત્થર તથા અન્ય તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી વિદ્યાર્થી પર તૂટી પડ્યા હતા. જેને કારણે તેનું મોત નિપજ્યું હતું. જે બાદ ચાર યુવકો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા.
હત્યાથી થાય બાદ પરિવારજમાં શોક છવાય ગયો છે. પરિવાજનોનું કહવું છે કે જ્યાં સુધી દીકરાના હત્યારા નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં. પરિવારજનોએ એમ પણ કહ્યું હતું કે લિંબાયત વિસ્તારમાં ગુંડાગીર્દી અને અસામાજિક તત્વોની દાદાદીરી દિવસેને દિવસે વધી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
